હરિયાણામાં ઘરમાંથી 300 કિલો RDX અને AK-47 મળી, 2 ડોક્ટરની ધરપકડ
જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરીને બે ડૉક્ટરની ધરપકડ કરી છે. આરોપી ડૉ. અદીલની કબૂલાત પર હરિયાણામાં દરોડો પાડતા, ડૉક્ટરના ઘરમાંથી 300 કિલો RDX વિસ્ફોટક અને AK-47 જપ્ત થયા છે. આ ડૉક્ટરોનું અંસાર ગઝવત-ઉલ-હિન્દ (AGH) આતંકી સંગઠન સાથે જોડાણ હોવાનું બહાર આવ્યું છે.
Advertisement
- ડૉક્ટરના ઘરમાંથી 300 કિલો RDX જપ્ત, ટેરર ષડયંત્રનો પર્દાફાશ (300kg rdx recovered J&K)
- J&K પોલીસે આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરી 2 ડૉક્ટરની ધરપકડ કરી
- હરિયાણામાં ડૉક્ટરના ઘરમાંથી 300 કિલો RDX અને AK-47 મળી
- આરોપી ડૉક્ટરોનું સંગઠન AGH (અંસાર ગઝવત-ઉલ-હિન્દ) સાથે જોડાણ
- ડૉ. અદીલ રાઠેર પહેલા JeMના પોસ્ટર લગાવતા પકડાયો હતો
300kg rdx recovered J&K : જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરીને એક ડૉક્ટરના ઘરેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી (Explosives) જપ્ત કરી છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાણની શંકાના આધારે ધરપકડ કરાયેલા આરોપી ડૉ. અદીલ અહેમદ રાઠેરની પૂછપરછના આધારે, જમ્મુ-કાશ્મીર પોલીસે હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં ડૉ. મુફઝિલ શકીલના ભાડાના મકાન પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં લોકરમાંથી 300 કિલો RDX વિસ્ફોટક અને એક AK-47 રાઇફલ મળી આવી છે.

