Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

JKBOPEE Cancel MSc Nursing Exam : અંતિમ ઘડીએ એન્ટ્રન્સ એક્ઝામ રદ, વિદ્યાર્થીઓ જોડે દગો

JKBOPEE Cancel MSc Nursing Exam છેલ્લી ઘડીએ રદ કરવી પડી છે. અધિકારીએ મીડિયા જણાવ્યું હતું કે પરીક્ષા પહેલા હાથ ધરવામાં આવેલી ફરજિયાત ચકાસણી પ્રક્રિયા દરમિયાન વિસંગતતા જોવા મળી હતી. અધિકારીએ જણાવ્યું કે, 'પરીક્ષાના નિયમો મુજબ, સીલબંધ સામગ્રી પરીક્ષા શરૂ થવાના 10 મિનિટ પહેલા સુપરવાઇઝરી સ્ટાફ, નિરીક્ષકો અને વિદ્યાર્થી પ્રતિનિધિઓની હાજરીમાં ખોલવામાં આવે છે. દરમિયાન OMRમાં વિસંગતતા જોવા મળી છે.
jkbopee cancel msc nursing exam   અંતિમ ઘડીએ એન્ટ્રન્સ એક્ઝામ રદ  વિદ્યાર્થીઓ જોડે દગો
Advertisement

JKBOPEE Cancel MSc Nursing Exam : જમ્મુ અને કાશ્મીર બોર્ડ ઓફ પ્રોફેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ (JKBOPEE) એ રવિવારના રોજ યોજાનારી M.Sc નર્સિંગ પ્રવેશ પરીક્ષા રદ કરી દીધી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં, ઉમેદવારો માટે તૈયાર કરાયેલી OMR ઉત્તરવહીઓમાં મોટી વિસંગતતા જોવા મળી છે, જેના પગલે પરીક્ષા રદ કરવામાં આવી છે. પરીક્ષા અચાનક રદ થવાથી 513 ઉમેદવારો પ્રભાવિત થયા છે, જેમાં શ્રીનગરમાં 348 અને જમ્મુમાં 165 ઉમેદવારોનો સમાવેશ થાય છે. પરીક્ષા રદ થવાને કારણે, ખાસ કરીને વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

Tags :
Advertisement

.

×