Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Harish Rana Euthanasia Case: સુપ્રીમ કોર્ટે હરીશ રાણાને આપી ઈચ્છામૃત્યુની મંજૂરી,13 વર્ષની યાતનાનો અંત!

શું મૃત્યુ પણ ક્યારેક વરદાન હોઈ શકે? 13 વર્ષથી પથારીવશ હરીશ રાણાના કિસ્સામાં આ પ્રશ્નનો ઉત્તર આજે સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ૨૦૧૩ની એ કાળરાત્રિ જેણે હરીશનું જીવન અંધકારમય બનાવી દીધું હતું, તેનાથી મુક્તિ અપાવતા જસ્ટિસ પારડીવાલા કેમ ભાવુક થયા અને પરિવારની અરજીમાં એવું તે શું હતું કે કોર્ટે કાયદો અને લાગણીનો સમન્વય કરવો પડ્યો, તે જાણવા આ અહેવાલ વાંચો.
harish rana euthanasia case  સુપ્રીમ કોર્ટે હરીશ રાણાને આપી ઈચ્છામૃત્યુની મંજૂરી 13 વર્ષની યાતનાનો અંત
Advertisement
  • કોર્ટે  હરીશ રાણાની સારવાર બંધ કરવાના પરિવારના પક્ષમાં આપ્યો ચુકાદો (Harish Rana Euthanasia Case)
  • ચુકાદો સંભળાવતી વખતે બેન્ચના જસ્ટિસ જે.બી. પારડીવાલા અત્યંત ભાવુક થયા
  • 2013માં અકસ્માત બાદ ૧૦૦% અક્ષમતા સાથે વનસ્પતિ સ્થિતિમાં (PVS) હતો હરીશ

માનવીય સંવેદના અને કાયદાકીય મર્યાદાઓ વચ્ચેના દ્વંદ્વમાં આખરે સર્વોચ્ચ અદાલતે એક પિતાની મજબૂરી અને પુત્રની કાયમી યાતનાને સમજીને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારની સાથે હવે ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકાર પર મહોર મારતા સુપ્રીમ કોર્ટે (Supreme Court) 13 વર્ષથી કોમામાં રહેલા 31 વર્ષીય હરીશ રાણાની (Harish Rana) લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની મંજૂરી આપી દીધી છે. આ સંવેદનશીલ ચુકાદો વાંચતી વખતે બેન્ચના જસ્ટિસ જે.બી. પારડીવાલા (Justice J.B. Pardiwala) પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહોતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

Advertisement

Advertisement

Harish Rana Euthanasia Case: એક અકસ્માત અને 13 વર્ષનો વનવાસ

વર્ષ 2013માં પંજાબ યુનિવર્સિટીના (Punjab University) એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે હરીશના સપનાઓ આસમાને હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. પીજીના ચોથા માળેથી અકસ્માતે પતકાતા હરીશને મગજમાં ગંભીર ઈજા (Severe Brain Injury) થઈ હતી. આ અકસ્માતે તેને 100 ટકા ક્વાડ્રિપ્લેજિક અપંગતા (100% Quadriplegic Disability) આપી અને તે કાયમી ધોરણે 'વનસ્પતિ સ્થિતિ' (Permanent Vegetative State - PVS) માં ધકેલાઈ ગયો. છેલ્લા 13 વર્ષથી તે ન તો હલનચલન કરી શકતો હતો, ન તો બોલી શકતો હતો; તે માત્ર શ્વાસ લઈ રહ્યો હતો.

ન્યાયતંત્ર અને તબીબી વિજ્ઞાનનો અભિપ્રાય

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની (Justice K.V. Viswanathan) બેન્ચે આ મામલે મેડિકલ બોર્ડનો રિપોર્ટ અને એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીના (Aishwarya Bhati) અભિપ્રાયને પ્રાધાન્ય આપ્યું હતું. તબીબોએ સ્પષ્ટ કર્યું હતું કે હવે કુદરતી રીતે હરીશના સ્વસ્થ થવાની કોઈ આશા નથી. પરિવારની વર્ષોની કાનૂની લડાઈ બાદ, કોર્ટે સ્વીકાર્યું કે વ્યક્તિને મશીનોના સહારે પીડામાં જીવતા રાખવા કરતાં તેને શાંતિથી વિદાય આપવી એ વધુ માનવીય છે.

આ પણ વાંચો: આંધ્રપ્રદેશ સરકારનો મોટો નિર્ણય, 3 બાળકો પેદા કરવા પર મળશે આટલી મોટી સહાય

Tags :
Advertisement

.

×