ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jyoti Malhotra ને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી, ISI માટે જાસૂસીનો આરોપ

જ્યોતિ મલ્હોત્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ ફોરેન્સિક રિપોર્ટમાં સત્ય બહાર આવ્યું Jyoti Malhotra : પાકિસ્તાની જાસૂસીના આરોપને લઇને ચાલી રહેલી તપાસમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને (Jyoti Malhotra)14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઇ છે. હિસાર કોર્ટ દ્વારા...
05:50 PM May 26, 2025 IST | Hiren Dave
જ્યોતિ મલ્હોત્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ ફોરેન્સિક રિપોર્ટમાં સત્ય બહાર આવ્યું Jyoti Malhotra : પાકિસ્તાની જાસૂસીના આરોપને લઇને ચાલી રહેલી તપાસમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને (Jyoti Malhotra)14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઇ છે. હિસાર કોર્ટ દ્વારા...
Jyoti Malhotra

Jyoti Malhotra : પાકિસ્તાની જાસૂસીના આરોપને લઇને ચાલી રહેલી તપાસમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને (Jyoti Malhotra)14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઇ છે. હિસાર કોર્ટ દ્વારા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાઇ છે. કથિત પાકિસ્તાની જાસૂસ જ્યોતિ મલ્હોત્રાને હિસાર કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં જેલ મોકલી આપ્યો છે. હિસાર પોલીસે સોમવારે ચાર દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ જ્યોતિ મલ્હોત્રાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. પોલીસે કડક સુરક્ષા વચ્ચે જ્યોતિ મલ્હોત્રાને કોર્ટમાં રજૂ કર્યા. જ્યોતિ પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે.

ફોરેન્સિક રિપોર્ટમાં સત્ય બહાર આવ્યું

આ દરમિયાન, પાકિસ્તાન અને જ્યોતિ વચ્ચેની ગાઢ મિત્રતાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. યુટ્યુબર જ્યોતિને પાકિસ્તાનમાં કડક સુરક્ષા આપવામાં આવી હતી. સ્કોટિશ યુટ્યુબર શ્રી કેલમે તેમના વીડિયોમાં જ્યોતિના પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો કર્યો છે. બીજી તરફ, જ્યોતિની પાકિસ્તાની યુટ્યુબર ઝીશાન હુસૈન સાથેની મિત્રતા પણ બહાર આવી છે. બંનેએ પાકિસ્તાનની છબી સુધારવા માટે વીડિયો પણ બનાવ્યા. ઝીશાને તો જ્યોતિને પાકિસ્તાનની રાજદૂત પણ કહી.જ્યોતિ મલ્હોત્રાના મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો ફોરેન્સિક રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટમાં, જ્યોતિના પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કડીઓ મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે જ્યોતિના મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો અંતિમ રિપોર્ટ હિસાર પોલીસને મળી ગયો છે.

આ પણ  વાંચો -Mumbai-Thane થી Raigadh સુધી રેડ એલર્ટ, 107 વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો

જ્યોતિ ચાર પીઆઈઓના સંપર્કમાં હતી

હિસાર પોલીસે જ્યોતિના મોબાઇલ અને લેપટોપમાંથી 12TB ડિજિટલ ફોરેન્સિક ડેટા મેળવ્યો છે. પોલીસ હાલમાં કસ્ટડી માંગતી નથી, પહેલા ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે. પ્રારંભિક માહિતીમાં જ્યોતિના ખાતામાં શંકાસ્પદ નાણાંનું ટ્રેલ બહાર આવ્યું છે. જ્યોતિ ચાર પીઆઈઓના સંપર્કમાં હતી અને તેમની ઓળખથી વાકેફ હતી. ડિજિટલ ડેટામાં કોઈ ગ્રુપ ચેટના પુરાવા નથી, પરંતુ ફક્ત એક-એક વાતચીતનો પુરાવો છે.પાકિસ્તાનની તેમની પહેલી મુલાકાત પછી, તેમને ISI અને પાકિસ્તાન ગૃહ મંત્રાલયની મંજૂરીથી ખાસ વિઝા અને સુરક્ષા આપવામાં આવી હતી. તેમના પાકિસ્તાન પ્રવાસના વીડિયો સામે આવ્યા પછી તેમના ફોલોઅર્સ અને વ્યૂઝમાં અચાનક વધારો થયો.

આ પણ  વાંચો -NIA Arrests :પાકિસ્તાન માટે જાસૂસી કરતો CRPF જવાન ઝડપાયો,NIA એ દિલ્હીથી કરી ધરપકડ

હિસાર પોલીસની કસ્ટડીમાં જ્યોતિ

મહત્વનું છે કે યુટ્યુબર જ્યોતિ હાલ હરિયાણાના હિસાર પોલીસની કસ્ટડીમાં છે. જાસૂસીના શંકામાં છેલ્લા બે અઠવાડિયામાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાયેલા 12 લોકોમાં મલ્હોત્રાનો સમાવેશ થાય છે. તપાસકર્તાઓને શંકા છે કે ઉત્તર ભારતમાં પાકિસ્તાન સાથે જોડાયેલા સક્રિય જાસૂસી નેટવર્કની હાજરી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશ પોલીસની એક ટીમે હરિયાણામાં જાસૂસીના શંકાસ્પદ આરોપી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાત અંગે પૂછપરછ કરી હતી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું.મહત્વનું છે કે 22 મેના રોજ હિસાર કોર્ટે ફરીથી જ્યોતિને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી હીત. જે આજે પૂર્ણ થતા હતા

શું જ્યોતિ પાકિસ્તાનની જાસૂસ ?

પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરાયેલી જ્યોતિ મલ્હોત્રાના કેસની ડિજિટલ ફોરેન્સિક તપાસમાં ખુલાસો થયો છે કે તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરતી હતી. સાથે એ ખુલાસો પણ થયો કે તે દાનિશની ઘણી નજીક હતી. જો કે હાલમાં હરિયાણાની હિસાર પોલીસ જ્યોતિને મળનારા ફંડના સોર્સની તપાસ કરી રહી છે. હિસાર પોલીસે જ્યોતિને ધર્મ બદલવા અને દાનિશના લગ્નની વાતનું ખંડન કર્યુ છે.

Tags :
Hisar CourtJyoti MalhotraJyoti Malhotra ageJyoti Malhotra husbandJyoti Malhotra instagramJyoti malhotra newsJyoti malhotra viral videoJyoti Malhotra VolvoJyoti Malhotra WikipediaJyoti Malhotra YouTubersent to 14-day judicial custody
Next Article