ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોલિવૂડની ફિલ્મ જેવી ઘટના: વિમાનના લેન્ડિંગ ગીયરમાં છુપાઈને દિલ્હી પહોંચ્યો બાળક

Kabul to Delhi Stowaway : કાબુલથી દિલ્હી આવતી ફ્લાઇટમાં એક 13 વર્ષનો બાળક લેન્ડિંગ ગીયરમાં છુપાઈને મુસાફરી કરતો પકડાયો.
04:38 PM Sep 23, 2025 IST | Mihir Solanki
Kabul to Delhi Stowaway : કાબુલથી દિલ્હી આવતી ફ્લાઇટમાં એક 13 વર્ષનો બાળક લેન્ડિંગ ગીયરમાં છુપાઈને મુસાફરી કરતો પકડાયો.
Kabul to Delhi Stowaway

Kabul to Delhi Stowaway : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેણે બોલિવૂડની ફિલ્મોની યાદ તાજી કરાવી છે. જે રીતે ફિલ્મોમાં હીરો ફ્લાઇટની અંદર નહીં પણ બહાર છુપાઈને મુસાફરી કરતો હોય છે, કંઈક એવી જ ઘટના વાસ્તવિક જીવનમાં બની છે.

રવિવારે સવારે, કાબુલથી દિલ્હી આવતી KAM એરની ફ્લાઇટના લેન્ડિંગ પછી એક 13 વર્ષનો અફઘાન બાળક વિમાનના લેન્ડિંગ ગીયર કમ્પાર્ટમેન્ટમાં છુપાઈને દિલ્હી પહોંચ્યો.

શું હતી સમગ્ર ઘટના? (Kabul to Delhi Stowaway)

સત્તાવાર સૂત્રો મુજબ, આ બાળકે કાબુલ એરપોર્ટના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો અને KAM એરની ફ્લાઇટ RQ-4401ના પાછળના લેન્ડિંગ ગીયર કમ્પાર્ટમેન્ટમાં છુપાઈ ગયો હતો. કાબુલથી ઉડાન ભર્યા બાદ, આ વિમાન લગભગ બે કલાકની મુસાફરી કરીને સવારે 11:00 વાગ્યે દિલ્હી ઉતર્યું.

એરલાઈન કર્મચારીએ બાળકને પકડ્યો (Kabul to Delhi Stowaway)

વિમાન ઉતર્યા બાદ, એરલાઇનના કર્મચારીઓએ કિશોરને વિમાનની આસપાસ ફરતો જોયો. તેમણે તરત જ એરપોર્ટની સુરક્ષાને આની જાણ કરી. ઉત્તરી અફઘાનિસ્તાનના કુન્દુઝ શહેરનો રહેવાસી આ બાળક એરલાઇન સ્ટાફ દ્વારા પકડાયો અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ને સોંપવામાં આવ્યો. વધુ પૂછપરછ માટે તેને ટર્મિનલ 3 પર લઈ જવામાં આવ્યો.

ફ્લાઇટમાં છુપાવવાનું કારણ?

PTIના અહેવાલ અનુસાર, પ્રાથમિક પૂછપરછ દરમિયાન, બાળકે દાવો કર્યો કે તે માત્ર કુતુહલવશ વિમાનમાં ઘૂસ્યો હતો અને તેને આમાં રહેલા જોખમોની સંપૂર્ણ જાણકારી નહોતી. અધિકારીઓએ પુષ્ટિ કરી કે આ બાળકને તે જ વિમાનથી અફઘાનિસ્તાન પાછો મોકલી દેવામાં આવ્યો, જે રવિવારે બપોરે 12:30 વાગ્યે દિલ્હીથી ઉડાન ભરી હતી. KAM એરલાઇન્સના સુરક્ષા કર્મચારીઓએ લેન્ડિંગ ગીયર કમ્પાર્ટમેન્ટની સઘન તપાસ કરી અને એક નાનું લાલ સ્પીકર પણ શોધી કાઢ્યું, જે બાળકના હોવાનું મનાય છે. અધિકારીઓએ જણાવ્યું કે વિમાનની વિસ્તૃત તપાસ કર્યા બાદ તેને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું.

આ પણ વાંચો : વારાણસી ફ્લાઈટમાં ગંભીર સુરક્ષા એલર્ટ: કોકપિટનો દરવાજો ખોલતા 9 યાત્રીઓ અટકાયતમાં

Tags :
Afghanistan boyFlight stowawayIGI Airport SecurityKAM Air flightPlane landing gear
Next Article