Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kailash Mansarovar Yatra 2026 : 60 વર્ષ પછી સર્જાયો દુર્લભ 'અગ્નિ અશ્વ' સંયોગ, આજથી રજીસ્ટ્રેશન શરૂ

Kailash Mansarovar Yatra 2026 : દરેક સનાતીનું સ્વપ્ન હોય છે કૈલાશ માનસરોવરની યાત્રા કરવાનું. ત્યારે તમે પણ હિમાલયની ગોદમાં સ્થિત પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા પર જવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આ વર્ષની યાત્રા માટે આજથી નોંધણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.
kailash mansarovar yatra 2026   60 વર્ષ પછી સર્જાયો દુર્લભ  અગ્નિ અશ્વ  સંયોગ  આજથી રજીસ્ટ્રેશન શરૂ
Advertisement
  • Kailash Mansarovar Yatra 2026 : કૈલાશ માનસરોવર યાત્રા માટે આજથી નોંધણી શરૂ!
  • 60 વર્ષ પછી સર્જાયો દુર્લભ 'અગ્નિ ઘોડા' સંયોગ
  • જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં રવાના થશે પ્રથમ બેચ
  • લિપુલેખ અને નાથુ લા પાસ દ્વારા યોજાશે પવિત્ર યાત્રા
  • કુલ 500 શ્રદ્ધાળુઓને મળશે ભોલેનાથના દર્શનની તક
  • યાત્રાળુઓની સુરક્ષા માટે વિદેશ મંત્રાલયની ખાસ તૈયારી

Kailash Mansarovar Yatra 2026 : દરેક સનાતીનું સ્વપ્ન હોય છે કૈલાશ માનસરોવરની યાત્રા કરવાનું. ત્યારે તમે પણ હિમાલયની ગોદમાં સ્થિત પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા પર જવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. આ વર્ષની યાત્રા માટે આજથી નોંધણી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. વર્ષ 2026ની આ યાત્રા ખાસ માનવામાં આવે છે. કારણ કે આ વખતે 60 વર્ષ બાદ એક અત્યંત દુર્લભ જ્યોતિષીય સંયોગ (Astrological Conjunction) સર્જાઈ રહ્યો છે. જૂનના પ્રથમ સપ્તાહમાં શ્રદ્ધાળુઓની પ્રથમ બેચ રવાના થશે.

Kailash Mansarovar Yatra 2026 : 60 વર્ષ પછીનો દુર્લભ 'અગ્નિ અશ્વ' સંયોગ

તિબેટીયન અને હિમાલયના જ્યોતિષશાસ્ત્ર મુજબ, આ વર્ષે 'અગ્નિ અશ્વ વર્ષ' (Fire Horse Year)નો સંયોગ છે. તિબેટીયન કેલેન્ડરના 60 વર્ષના ચક્રમાં અગ્નિ તત્વ અને અશ્વનો આ સંગમ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં આ વર્ષને 'મુક્તિનું પ્રવેશદ્વાર' (Gateway to Salvation)ગણવામાં આવે છે. આ દૈવી સંયોગને કારણે જ આ વર્ષે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.

Advertisement

યાત્રા માટે કરાઈ ખાસ તૈયારી

કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા આ વર્ષે 500 યાત્રાળુઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા મુખ્યત્વે બે માર્ગો દ્વારા યોજાય છે.
લિપુલેખ પાસ, ઉત્તરાખંડ (Lipulekh Pass)આ મુખ્ય માર્ગ છે જે દિલ્હીથી શરૂ થઈ પિથોરાગઢ અને ધારચુલા થઈને ભારત-ચીન સરહદ સુધી જાય છે. આ માર્ગ હવે વાહન વ્યવહાર માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

Advertisement

આ ઉપરાંત નાથુ લા પાસ (Nathu La Pass)સિક્કિમ થઈને જતો આ માર્ગ વધુ આરામદાયક મુસાફરી પૂરી પાડે છે, જોકે ભૌગોલિક રાજકીય કારણોસર (Geopolitical Restrictions) તેનો ઉપયોગ મર્યાદિત રહે છે.

યાત્રા માટે જરુરી દસ્તાવેજ

ઉલ્લેખનીય છે કે યાત્રામાં જોડાવા ઈચ્છતા શ્રદ્ધાળુઓએ વિદેશ મંત્રાલયના પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. યાત્રાળુ પાસે માન્ય ભારતીય પાસપોર્ટ (Indian Passport) અથવા OCI કાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત, શારીરિક ક્ષમતા ચકાસવા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ (Medical Fitness Certificate) અને સરકારી ઓળખપત્ર અનિવાર્ય છે. પસંદગી પામેલા યાત્રાળુઓ માટે પ્રસ્થાન પૂર્વે ઓરિએન્ટેશન સત્રો (Orientation Sessions) પણ યોજવામાં આવશે.

આ પણ વાંચો : Fuel Price : શું ખરેખર પેટ્રોલ મોંઘું થશે? કેન્દ્ર સરકારે જાહેર કરી અસલી હકીકત

Tags :
Advertisement

.

×