Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kamal Nath: શું ઈન્દિરા ગાંધી કમલનાથને 'ત્રીજો પુત્ર' કેમ કહેતા !

Kamal Nath: રાહુલ ગાંધી MP પહોંચે એ પહેલાં કોંગ્રેસના (Congress)કદાવર નેતા ભાજપમાં જોડાશેના પ્લાનનો ભાજપ અમલ કરી રહી છે. કમલનાથ (kamal Nath ) તેમના પુત્ર નકુલ નાથ સાથે દિલ્હીમાં છે. તેઓ આજે ભાજપના (Bjp )વરિષ્ઠ નેતાઓને મળશે. શક્ય છે કે...
kamal nath  શું ઈન્દિરા ગાંધી કમલનાથને  ત્રીજો પુત્ર  કેમ કહેતા
Advertisement

Kamal Nath: રાહુલ ગાંધી MP પહોંચે એ પહેલાં કોંગ્રેસના (Congress)કદાવર નેતા ભાજપમાં જોડાશેના પ્લાનનો ભાજપ અમલ કરી રહી છે. કમલનાથ (kamal Nath ) તેમના પુત્ર નકુલ નાથ સાથે દિલ્હીમાં છે. તેઓ આજે ભાજપના (Bjp )વરિષ્ઠ નેતાઓને મળશે. શક્ય છે કે તેમનો પુત્ર નકુલનાથ ભાજપમાં જોડાશે. લગભગ 60 વર્ષથી કોંગ્રેસમાં રહેલા કમલનાથ (kamal Nath ) ભાજપમાં જોડાયા હોવાની ચર્ચા છે. આખરે, કમલનાથ તેમના રાજકારણના છેલ્લા તબક્કામાં ગાંધી પરિવાર સાથેના સંબંધો કેમ તોડી રહ્યા છે? એ હાલમાં સૌથી વધારે ચર્ચાતો સવાલ છે.

MP ના કદાવર નેતા કમલનાથનો કોંગ્રેસ સાથે લગભગ 60 વર્ષથી સંબંધ છે. તેઓ ગાંધી પરિવારના સૌથી નજીકના નેતાઓમાંના એક છે. ઈન્દિરા ગાંધી (Indira Gandhi) એ તેમને પોતાનો ત્રીજો પુત્ર કહ્યો. કમલનાથ પોતે આખી જિંદગી ઈન્દીરાને માતાને બોલાવતા રહ્યા. કમલનાથ સંજય ગાંધી અને રાજીવ ગાંધીના ખાસ કમાન્ડર હતા. રાજીવ ગાંધીના મૃત્યુ પછી પણ તેઓ પહેલા સોનિયા ગાંધી અને પછી રાહુલ ગાંધીના સલાહકાર રહ્યા હતા. સમાચાર છે કે કમલનાથ છિંદવાડાનો કિલ્લો બચાવવા માટે કોંગ્રેસ સાથે સંબંધ તોડવા જઈ રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પુત્ર નકુલનાથનું ભવિષ્ય સુધારવા માટે તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. એ દીકરાના ભવિષ્ય માટે ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે.

Advertisement

Advertisement

છીંદવાડાનો કિલ્લો બચાવવા ભાજપ સાથે ગઠબંધન
મૂળ કાનપુરના કમલનાથે 1980માં છિંદવાડાથી પહેલીવાર ચૂંટણી લડી હતી. 1997 સિવાય તેઓ છિંદવાડાથી સતત 9 વખત જીત્યા છે. જ્યારે તેઓ પોતે ચૂંટણી લડ્યા ન હતા ત્યારે તેમનો પરિવાર છિંદવાડામાંથી જીત્યો હતો. 1996માં તેમની પત્ની અલકાનાથ સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં જ્યારે કમલનાથ મધ્યપ્રદેશના સીએમ બન્યા ત્યારે તેમણે છિંદવાડા સીટ તેમના પુત્ર નકુલનાથને આપી દીધી હતી. 2024ની લોકસભા ચૂંટણી પહેલા છીંદવાડાનો કિલ્લો તેમની નબળી નસ બની ગયો છે, જેના પર તેઓ કોઈપણ સંજોગોમાં હારવા માંગતા નથી.


સંજય ગાંધી અને કમલનાથ બંને બાળપણના મિત્રો હતા
કટોકટી દરમિયાન સંજય ગાંધીએ યુવા નેતાઓની કોર ટીમ બનાવી હતી. તે ટીમમાં જગદીશ ટાઇટલર, કમલનાથ, આરકે ધવન અને રુખસાના સુલતાના જેવા નેતાઓ સામેલ હતા. સંજય ગાંધી અને કમલનાથ બંને બાળપણના મિત્રો હતા. બંનેએ દૂન સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો હતો. બાદમાં કમલનાથે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.કોમ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. સંજય ગાંધીની મિત્રતાના કારણે તેમણે 1968માં યુથ કોંગ્રેસ સાથે રાજકીય ઇનિંગ શરૂ કરી હતી. ઈમરજન્સી પછી મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વમાં જનતા પાર્ટીની સરકાર બની હતી.

આ ઘટનાએ કમલનાથને ગાંધી પરિવારની નજીત લાવી દીધા
નવી સરકારે સંજય ગાંધી અને સરકારની ઉચાપતની તપાસ કરવા શાહ કમિશનની રચના કરી. ફિલ્મ 'કિસ્સા કુરસી કા'ની રીલ અને પ્રિન્ટ સળગાવવા બદલ સંજય ગાંધીને તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ રાશિદ કિદવાઈના પુસ્તક 'લીડર-એક્ટરઃ બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ'માં પણ કરવામાં આવ્યો છે. પત્રકાર વિનોદ મહેતાએ તેમના પુસ્તક 'સંજય ગાંધી-અનટોલ્ડ સ્ટોરી'માં લખ્યું છે કે ઈન્દિરા ગાંધી જેલમાં રહેલા સંજય ગાંધીની સુરક્ષાની ચિંતા હતી. ત્યારબાદ એક કેસની સુનાવણી દરમિયાન કમલનાથે જજ સાથે ઝઘડો કર્યો હતો. નારાજ જજે તેમને સાત દિવસ માટે તિહાર જેલમાં મોકલી દીધો. આ ઘટનાએ કમલનાથને ગાંધી પરિવારની નજીક બનાવી દીધા હતા.

એમપીનો કિલ્લો ભાજપનો મજબૂત બની જશે
કહેવાય છે કે કમલનાથ હંમેશા ઈન્દિરા ગાંધીને માતા કહીને બોલાવતા હતા. સંજય ગાંધી, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મૃત્યુ પછી પણ તેઓ ગાંધી પરિવારના વિશ્વાસુ નજીકના સહયોગીઓમાં રહ્યા હતા. કમલનાથ કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. નરસિમ્હા રાવની સરકારમાં પ્રથમ વખત પર્યાવરણ મંત્રી અને કાપડ મંત્રી બન્યા હતા. મનમોહન સિંહની પ્રથમ સરકારમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી બન્યા હતા. યુપીએ-2માં માર્ગ પરિવહન, શહેરી વિકાસ અને સંસદીય બાબતોનું મંત્રાલય પણ સંભાળ્યું હતું. 2018માં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા હતા. એમપીમાં કોંગ્રેસ હંમેશાં કમલનાથ અને દિગ્વીજયસિંહની આસપાસ રહી છે. એમપીમાં કમલનાથ કોંગ્રેસના કદાવર નેતા ગણાય છે. એમના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને એમપીમાં મોટો ફટકો પડશે. સિંધિયા પહેલાંથી ભાજપમાં જોડાઈ ગયા છે હવે કમલનાથના જોડાવવાથી એમપીનો કિલ્લો ભાજપનો મજબૂત બની જશે.

કાનપુરના કમલનાથે છિંદવાડાથી ચૂંટણી લડી હતી
1979માં આંતરકલહને કારણે મોરારજી દેસાઈની સરકાર પડી. ચૌધરી ચરણ સિંહ 28 જુલાઈ 1979ના રોજ કોંગ્રેસના સમર્થનથી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસે પાંચ મહિના પછી ટેકો પાછો ખેંચી લીધો અને જાન્યુઆરી 1980માં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ. આ ચૂંટણીમાં સંજય ગાંધીએ પોતાના તમામ નજીકના લોકોને મેદાનમાં ઉતાર્યા હતા. યુવાનોને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી. કાનપુરના કમલનાથે છિંદવાડાથી ચૂંટણી લડી હતી. ઈન્દિરા ગાંધી 13 ડિસેમ્બર 1979ના રોજ તેમના માટે પ્રચાર કરવા છિંદવાડા પહોંચ્યા હતા. આ બેઠકમાં ઈન્દિરા ગાંધીએ કમલનાથને રાજીવ ગાંધી અને સંજય ગાંધી પછી તેમના ત્રીજા પુત્ર ગણાવતા તેમને જીતાડવા માટે અપીલ કરી હતી.

આ  પણ  વાંચો  -KAMAL NATH : એવું તો શું થયું કે કોંગ્રેસથી નારાજ થયા કમલનાથ?, જાણો શું છે આ પાછળની કહાની…

Tags :
Advertisement

.

×