Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kangana Ranaut હવે જઈ શકે છે જેલમાં! જાવેદ અખ્તર સાથે સંકળાયેલો છે મામલો

Kangana Ranaut અવાર નવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હવે કંગનાને લઈને નવો વિવાદ સામે આવી રહ્યો છે. હવે આ સમયે આ મામલો જાવેદ અખ્તર સાથે જોડાયેલો છે. બાબત એમ છે કે, જાવેદ અખ્તરે અભિનેત્રી અને મંડી...
kangana ranaut હવે જઈ શકે છે જેલમાં  જાવેદ અખ્તર સાથે સંકળાયેલો છે મામલો
Advertisement

Kangana Ranaut અવાર નવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતી હોય છે. હવે કંગનાને લઈને નવો વિવાદ સામે આવી રહ્યો છે. હવે આ સમયે આ મામલો જાવેદ અખ્તર સાથે જોડાયેલો છે. બાબત એમ છે કે, જાવેદ અખ્તરે અભિનેત્રી અને મંડી લોકસભા સાંસદ Kangana Ranaut વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માગણી સાથે 20 જુલાઈએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીના કારણે કંગનાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો

Kangana Ranaut ફરી આવી વિવાદોના ઘેરામાં

Advertisement

નવેમ્બર 2020માં જાવેદ અખ્તરે Kangana Ranaut સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેના મામલે કંગનાએ કોર્ટમાં હાજર થવાનું હતુ. આ મામલે જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજના જણાવ્યા અનુસાર, કંગનાએ કોર્ટ પાસે હાજર ન થવા માટે રજા માંગી હતી પરંતુ કોર્ટે કંગનાની અરજી ફગાવી દીધી હતી. આમ છતાં કંગના કોર્ટમાં હાજર રહી ન હતી. જય ભારદ્વાજનું કહેવું છે કે, કંગનાની માંગ નકારી હોવા છતાં અભિનેત્રી અગાઉની કેટલીક તારીખો પર કોર્ટ પહોંચી ન હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, આરોપીએ ઘણી વખત અજાણતાં કોર્ટની કાર્યવાહીમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો છે અને આરોપીની હાજરી સુનિશ્ચિત કરવા માટે NBW જારી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. જો કે, કોર્ટે અરજી મોકૂફ રાખી હતી અને રનૌતને હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. દરમિયાન, અભિનેત્રીના વકીલોએ બાંહેધરી આપી હતી કે તે સુનાવણીના બીજા દિવસે એટલે કે 9 સપ્ટેમ્બર, 2024ના રોજ હાજર થશે.

Advertisement

શું છે સમગ્ર મામલો

કંગના અને જાવેદ અખ્તર વારંવાર એકબીજા સામે લડાઈમાં આવતા રહેતા હોય છે. કંગના અને જાવેદ અખ્તર વચ્ચે ચાલી રહેલી આ કોર્ટની જંગ પણ જૂની છે. વાત એમ છે કે, નવેમ્બર 2020માં જાવેદ અખ્તરે કંગના સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જાવેદ અખ્તરે કહ્યું કે, એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન કંગનાએ જાવેદ અખ્તર સાથે 2016ની મીટિંગ વિશે વાત કરી હતી. આ સમય દરમિયાન કંગનાએ જાવેદ અખ્તર પર ઘણા આરોપો લગાવ્યા છે, જેના કારણે તેની ઈમેજ કલંકિત થઈ છે. આ લડાઈ અહીં અટકી ન હતી. કંગનાએ જાવેદ અખ્તર સામે ખંડણી, ગુનાહિત કાવતરું અને ગોપનીયતા પર આક્રમણનો કેસ પણ દાખલ કર્યો હતો. 24 જુલાઈ, 2023 ના રોજ સુનાવણી દરમિયાન, મેજિસ્ટ્રેટે છેડતીનો આરોપ છોડી દીધો હતો. હવે આ મામલે આગળ શું નવો વળાંક આવે છે અને આ કેસમાં શું બને છે તેના વિશે તો સમય સાથે જ ખબર પડશે.

આ પણ વાંચો : Hardik-Natasha Divorce: હાર્દિક-નતાશાના છુટાછેડાનું કારણ શું આ 25 વર્ષની અભિનેત્રી છે?

Tags :
Advertisement

.

×