લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 મુસાફરોના મોત; 19 થી વધુ ઘાયલ
- લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત
- 8 મુસાફરોના મોત, 19 થી વધુ ઘાયલ
- ઘાયલ મુસાફરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
- જલ શક્તિ મંત્રીએ બચાવ કામગીરીમાં મદદ કરી
- બસ સાથેની ટક્કરથી ટેન્કરમાં લાગી આગ
- અકસ્માતને કારણે લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર ટ્રાફિક જામ
- અકસ્માતને લઈ પોલીસે તપાસ શરૂ કરી
Accident on Lucknow-Agra Expressway : લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. લખનૌથી આગ્રા જઈ રહેલી ડબલ ડેકર બસ કન્નૌજ પાસે ઔરૈયા બોર્ડર નજીક પલટી ગઈ. આ દુર્ઘટનામાં 8 મુસાફરોના મોત થયા છે જ્યારે 19થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ લોકોને તાત્કાલિક સૈફઈ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ડિવાઈડર સાથે અથડાઈ બસ
ઘટના મુજબ, બસ અચાનક બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રબળ હતી કે બસ પલટી મારી ગઈ, જેનાથી અંદર બેઠેલા મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે.
#WATCH | Kannauj, Uttar Pradesh: Six people died and 14 were injured after a double-decker bus collided with a water tanker on the Lucknow-Agra Expressway. pic.twitter.com/DN05CRcWjc
— ANI (@ANI) December 6, 2024
મંત્રીએ બચાવ કામગીરી શરૂ કરી
અકસ્માત સમયે જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ પણ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તેમણે અકસ્માત જોઈને પોતાનો કાફલો રોકાવ્યો હતો અને ઘાયલ લોકોને તાત્કાલિક મદદ કરવા માટે આદેશ આપ્યો હતો. મંત્રીએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે તાત્કાલિક વ્યવસ્થા કરી હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર, બસ ભરેલી હતી અને કેટલાક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ટેન્કરમાં લાગી આગ અને ટ્રાફિક જામ
અકસ્માત (Accident) ના સ્થળે નજીક એક ટેન્કર પણ હાજર હતું. બસ સાથેની ટક્કરથી ટેન્કરમાં આગ લાગી ગઇ હતી. આ કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. નજીકના લોકો તાત્કાલિક બચાવ કાર્ય માટે આગળ આવ્યા અને પોલીસને જાણ કરી. અકસ્માત (Accident) ને કારણે લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
#UPDATE | Kannauj: SP Amit Kumar says, "8 people have died and 19 were injured in the bus-water tanker collision on the Lucknow-Agra Expressway. All the injured are undergoing treatment at the Saifai Medical College ..." pic.twitter.com/rAlaFJbDzA
— ANI (@ANI) December 6, 2024
પોલીસે તપાસ શરૂ કરી
આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બસનો કબજો લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક ફરીથી નિયમિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ મુસાફરોની સુરક્ષા અને હાઈવે પર વ્યવસ્થાના પ્રશ્નોને લઈને ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે.
આ પણ વાંચો: UP માં ભયાનક અકસ્માત, Pilibhit માં કાર ખાઈમાં ખાબકી, 6 લોકોના મોત, 5 ઘાયલ