ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kanpur: દિલ્હીથી બનારસ જઈ રહેલી સ્લીપર બસમાં આગ લાગી, મુસાફરોનું શું થયું?

Kanpur ના રામા દેવી ફ્લાયઓવર પર દિલ્હીથી વારાણસી જતી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. બસમાં 30 થી 40 મુસાફરો સવાર હતા, પરંતુ તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, આગથી બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસે મુસાફરોને આગળની મુસાફરી માટે અન્ય બસમાં મોકલ્યા હતા.
10:11 AM Nov 29, 2025 IST | Mahesh OD
Kanpur ના રામા દેવી ફ્લાયઓવર પર દિલ્હીથી વારાણસી જતી એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી. બસમાં 30 થી 40 મુસાફરો સવાર હતા, પરંતુ તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, આગથી બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. પોલીસે મુસાફરોને આગળની મુસાફરી માટે અન્ય બસમાં મોકલ્યા હતા.
kanpur_bufire_Gujarat_first

Kanpur:ઉત્તર પ્રદેશના કાનપુરના રામા દેવી ફ્લાયઓવર પર દિલ્હીથી વારાણસી જતી એક સ્લીપર બસ(Sleeper Bus)માં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બસમાં 30 થી 40 મુસાફરો(Passengers) હતા. જોકે, બધા મુસાફરો સમયસર નીચે ઉતારી દેવાયા હતા. જેથી મોટી જાનહાનિ ટળી હતી. આગ ઝડપથી ફેલાઈ જતાં બસ બળીને રાખ થઈ ગઈ  હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવી હતી અને પોલીસે મુસાફરોને બીજી બસમાં વારાણસી મોકલ્યા હતા.

 આગ કેવી રીતે લાગી?

આ ઘટના ત્યારે બની જ્યારે સ્લીપર બસ દિલ્હીથી વારાણસી જઈ રહી હતી. અચાનક બસમાં આગની જ્વાળાઓ જોઈને મુસાફરો ગભરાઈ ગયા. જેના કારણે મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે બસની બારીઓ અને દરવાજા તોડવા પડ્યા હતા. બસમાં 30 થી 40 મુસાફરો હતા. બધા બસમાંથી ઉતરતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી. દુર્ઘટનાને કારણે કાનપુર-દિલ્હી-હાવડા હાઇવે પર એક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. જેથી પોલીસ ટ્રાફિક દૂર કર્યો છે. પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે, પરંતુ બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી.

તમામ મુસાફરો સુરક્ષિત

ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ઘણી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામકોએ આગ ઓલવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. એસીપી આશુતોષ કુમારે જણાવ્યું કે બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, અને કોઈને ઈજા થઈ નથી. પોલીસે મુસાફરોને બીજી બસમાં વારાણસી મોકલ્યા હતા.

આ પણ વાંચોઃ આવું તો કોઇને જોડે પણ ન થવું જોઇએ..! Video જોઇને તમે પણ આ જ કહેશો..

Tags :
BanarasDelhiGujaratFirstKanpur catches firepassengerssleeper bus
Next Article