Pahalgam terror attack: કપિલ સિબ્બલે PM મોદીને કાર્યવાહી કરવાની સલાહ આપી, કહ્યું- 'અમે તમારી સાથે છીએ...'
- કપિલ સિબ્બલે કેન્દ્ર સરકારને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા
- દરેક પાસેથી સૂચનો લેવા સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ-સિબ્બલ
- પાકિસ્તાનને આતંકવાદ ફેલાવતો દેશ જાહેર કરવાની અપીલ
Kapil Sibal on Pahalgam terror attack: વરિષ્ઠ વકીલ અને રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને કેન્દ્ર સરકારને કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. આ હુમલો 22 એપ્રિલે બૈસરન ઘાટીમાં થયો હતો, જેમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
આ હુમલાને 2008ના મુંબઈ હુમલા પછી ભારતમાં થયેલો સૌથી ખતરનાક આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. કપિલ સિબ્બલે કહ્યું કે આ ગંભીર ઘટના પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ.
કપિલ સિબ્બલે કહ્યું...
પહેલગામ આતંકવાદી હુમલા પર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું, "મારા પાસે વડા પ્રધાન માટે કેટલાક સૂચનો છે. આ મુદ્દા પર ચર્ચા કરવા અને દરેક પાસેથી સૂચનો લેવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવું જોઈએ. આ સમયે દેશ તેમની સાથે ઉભો છે."
આ પણ વાંચો : વીર સાવરકર પર ટિપ્પણી મુદ્દે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ટકોર! કહ્યું - બેજવાબદારી ભર્યુ નિવેદન ન કરો
પાકને 'આતંકવાદી દેશ' જાહેર કરવાની માંગ કરી
રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે અગાઉ કહ્યું હતું કે હવે પાકિસ્તાનને ફક્ત એક પાડોશી દેશ જ નહીં પરંતુ એક સંગઠન માનવામાં આવે જે આતંકવાદ ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકારે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ કેસ દાખલ કરવો જોઈએ જેથી દુનિયાને સ્પષ્ટ સંદેશ જાય કે ભારત હવે આવા આતંકવાદી હુમલાઓને અવગણશે નહીં.
સિબ્બલે ગૃહમંત્રી અમિત શાહને પાકિસ્તાનને આતંકવાદ ફેલાવતો દેશ જાહેર કરવાની અપીલ કરી. તેમણે કહ્યું કે જેમ આંતરરાષ્ટ્રીય અદાલતમાં યુદ્ધ અપરાધ કરનારાઓ સામે કેસ દાખલ કરવામાં આવે છે, તેવી જ રીતે પાકિસ્તાન સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. કપિલ સિબ્બલે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે કાશ્મીરને 'જગ્યુલર વેન' ગણાવી હતી. સિબ્બલે કહ્યું કે પહેલગામની બૈસરન ખીણમાં થયેલો હુમલો કોઈ સામાન્ય આતંકવાદી ઘટના નહોતી પરંતુ એક સુનિયોજિત કાવતરું હતું.
આ પણ વાંચો : Back to Pakistan : પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાન પરત ફરવા માટે વાઘા-અટારી બોર્ડર પર પહોંચવા લાગ્યા