Kapil Sibal:'શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે? કપિલ સિબ્બલે અમિત શાહને કર્યા સવાલ
- ઉપરાષ્ટ્રપતિની સુરક્ષાને કપિલ સિબ્બલનું મોટું નિવેદન (Kapil Sibal )
- સાંસદ કપિલ સિબ્બલે X પર ગૃહમંત્રી કર્યા સવાલ
- શું અમને જણાવશો કે જગદીપ ધનખડ ક્યાં છે?
Kapil Sibal : દેશના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી અચાનક રાજીનામું આપ્યા પછી જગદીપ ધનખડ ક્યાંય કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી.રાજીનામું આપ્યા પછીના સમયમાં તેઓનું સોશિયલ મીડિયામાં પણ કોઈ પોસ્ટ આવી નથી. આ દરમિયાન તેમનું કોઈ નિવેદન પણ બહાર આવ્યું નથી. હવે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે (Kapil Sibal)X પર દેશના ગૃહમંત્રી અમિત શાહને તેમના વિશે એક મોટો પ્રશ્ન પૂછ્યો છે. તેમણે પૂછ્યું છે કે શું અમને જણાવશો કે જગદીપ ધનખડ ક્યાં છે? તેમણે X પર પોસ્ટ કરીને પૂછ્યું છે કે, 'શું પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સુરક્ષિત છે? તેમનો સંપર્ક કેમ નથી થઈ રહ્યો?'
ધનખડે આપ્યું હતું રાજીનામું
કપિલ સિબ્બલે આગળ લખ્યું છે કે, "અમિત શાહને ખબર હોવી જોઈએ! જગદીપ ધનખડ આપણા ઉપરાષ્ટ્રપતિ હતા. દેશને ચિંતા થવી જોઈએ." જગદીપ ધનખડે સ્વાસ્થ્યના કારણોસર અચાનક રાજીનામું આપ્યા બાદ 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડી ગયું હતું. ધનખડનો કાર્યકાળ ઓગસ્ટ 2027 માં સમાપ્ત થવાનો હતો. ત્યારથી, નવા ઉપરાષ્ટ્રપતિના નામ અંગે અટકળોનો દોર શરૂ થયો છે.
આ પણ વાંચો -Operation Sindoor અંગે પ્રથમવાર એર ચીફ માર્શલ એપી સિંહનો ખુલાસો
9 સપ્ટેમ્બરે યોજાશે ઉપરાષ્ટપતિ પદની ચૂંટણી
ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને આ સાથે જ નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જાહેરનામા અનુસાર, નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ છે અને દસ્તાવેજોની ચકાસણી 22 ઓગસ્ટે કરવામાં આવશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે.
આ પણ વાંચો -Indian Railways :રેલવે મુસાફરો માટે ખુશખબર! હવે આ ટિકિટ પર મળશે 20 ટકા ડિસ્કાઉન્ટ
કેટલાક યુઝર્સે ધનખરના સ્વાસ્થ્યને લઈ પ્રાથના કરી
તે જ સમયે, કેટલાક યુઝર્સે ધનખરના સ્વાસ્થ્ય પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, અને દાવો કર્યો હતો કે તેઓ તેમના પરિવાર સાથે છે. ધનખરનું રાજીનામું પહેલાથી જ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય રહ્યું છે. રાજીનામા બાદ, વિપક્ષ તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યું છે. વિપક્ષનો દાવો છે કે ધનખરે સરકારનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો, તેથી તેમણે રાજીનામું આપવું પડ્યું. જોકે, સરકારે તેને તેમનો વ્યક્તિગત નિર્ણય ગણાવ્યો છે.