Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

AIMA ના પ્લેટિનમ જુબલી કાર્યક્રમમાં સામેલ થયા કરણ અદાણી; જણાવ્યું- ગ્લોબલ માર્કેટમાં સાચો નેરેટિવ જરૂરી

ભારતના બિઝનેસ જગતના દિગ્ગજ અદાણી ગ્રુપની દિશા હવે બદલાઈ રહી છે. કરણ અદાણીએ રજૂ કરેલો રોકાણનો નવો રોડમેપ માત્ર ઉર્જા અને બંદરો પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં ડિફેન્સની આત્મનિર્ભરતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ થાય છે. સૌથી મોટો રોમાંચ તો ફોર્મ્યુલા-1 ની વાપસીના સંકેતોમાં છુપાયેલો છે. શું અદાણી ગ્રુપ ભારતના રેસિંગ ટ્રેક પર ફરીથી ગતિ લાવશે?
aima ના પ્લેટિનમ જુબલી કાર્યક્રમમાં સામેલ થયા કરણ અદાણી  જણાવ્યું  ગ્લોબલ માર્કેટમાં સાચો નેરેટિવ જરૂરી
Advertisement
  • AIMA ના 70માં સ્થાપના દિવસના કાર્યક્રમમાં કરણ અદાણીની હાજરી (Adani Group Future Strategy)
  • એનર્જી, લોજિસ્ટિક્સ અને કોર મટિરિયલ પર ગ્રુપનું રહેશે મુખ્ય ધ્યાન
  • ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે એમ્બ્રેયર સાથે કરાઈ ભાગીદારી
  • AI અપનાવવા માટે કર્મચારીઓની સરેરાશ ઉંમર ઘટાડવા પર મુકાયો ભાર
  • ભારતમાં ફોર્મ્યુલા-1 ની વાપસી અને બુદ્ધ સર્કિટમાં એન્ટ્રીના આપ્યા સંકેત

Adani Group Future Strategy : અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ લિમિટેડ (Adani Ports and SEZ Ltd) ના મેનેજિંગ ડિરેક્ટર (Managing Director) કરણ અદાણી (Karan Adani) એ તાજેતરમાં ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) (All India Management Association) ના 70મા સ્થાપના દિવસના પ્લેટિનમ જુબલી (Platinum Jubilee) સમારોહમાં હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે તેમણે અદાણી ગ્રુપ (Adani Group) ના ભવિષ્યના રોકાણો, વ્યૂહાત્મક ફેરફારો અને ભારતના વિકાસમાં ગ્રુપની ભૂમિકા વિશે વિગતવાર ચર્ચા કરી હતી.

Adani Group Future Strategy : રોકાણના ત્રણ મુખ્ય સ્તંભો

કરણ અદાણીએ સ્પષ્ટ કર્યું હતું કે અદાણી ગ્રુપનું ભાવિ રોકાણ મુખ્યત્વે ત્રણ સ્તંભો પર ટકેલું છે: એનર્જી (Energy), લોજિસ્ટિક્સ (Logistics) અને ભારતની પ્રગતિ માટે જરૂરી કોર મટીરિયલ્સ (Core Materials). ઉર્જાના ક્ષેત્રમાં સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન, ટ્રાન્સમિશન નેટવર્ક અને ડેટા સેન્ટર્સ (Data Centers) જેવા નવા ડિજિટલ એસેટ્સ ગ્રુપની પ્રાથમિકતા રહેશે.

Advertisement

Advertisement

સંરક્ષણ અને આત્મનિર્ભરતા

ડિફેન્સ સેક્ટર (Defense Sector) વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે ભારત માટે આત્મનિર્ભરતા એક વ્યૂહાત્મક જરૂરિયાત છે. બ્રાઝિલની કંપની એમ્બ્રેયર (Embraer) સાથેની તાજેતરની ભાગીદારી એ મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ (MRO) ક્ષમતાઓને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે, જેનો હેતુ સ્થાનિક મેન્યુફેક્ચરિંગને ગ્લોબલ સપ્લાય ચેઈન (Global Supply Chain) સાથે જોડવાનો છે.

મેનેજમેન્ટમાં ઝડપ અને AI નો ઉપયોગ

કરણ અદાણી (Karan Adani) એ સ્વીકાર્યું હતું કે ઝડપી વિસ્તરણને કારણે મેનેજમેન્ટમાં અનેક સ્તરો બની ગયા છે, જે હવે સરળ બનાવવામાં આવશે. ગ્રુપ પોતાના કર્મચારીઓની સરેરાશ ઉંમર 38 વર્ષથી ઘટાડવા પર ધ્યાન આપી રહ્યું છે જેથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ને વધુ ઝડપથી અપનાવી શકાય.

ફોર્મ્યુલા-1 ની વાપસીમાં રસ

સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ રહી કે કરણ અદાણીએ ભારતમાં ફોર્મ્યુલા-૧ (F1) (Formula 1) રેસિંગ ફરી શરૂ કરવામાં રસ દાખવ્યો છે. જયપ્રકાશ ગ્રુપ (Jaypee Group) ના એસેટ્સ, જેમાં ગ્રેટર નોઈડાનું બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ (Buddh International Circuit) સામેલ છે, તે અંગે તેમણે હકારાત્મક સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું કે જો F1 ની વાપસી થાય છે, તો તેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરનો બેન્ચમાર્ક સેટ કરવાનો રહેશે.

આ પણ વાંચો : India-Brazil વચ્ચે મોટી ડીલથી ચીનને આંચકો, ક્રિટિકલ મિનરલ્સ પર થઈ ઐતિહાસિક સમજૂતી

Tags :
Advertisement

.

×