ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Karnataka : પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૃષિ વિજ્ઞાની ડૉ. સુબન્ના અયપ્પનના શંકાસ્પદ મોતથી ચકચાર મચી ગઈ

'બ્લૂ રિવોલ્યુશન' થી પ્રખ્યાત થયેલા ડો. સુબન્ના અયપ્પન (Dr. Subanna Ayyappan) નો મૃતદેહ કર્ણાટકના મંડ્યા જિલ્લાની કાવેરી નદીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
03:09 PM May 13, 2025 IST | Hardik Prajapati
'બ્લૂ રિવોલ્યુશન' થી પ્રખ્યાત થયેલા ડો. સુબન્ના અયપ્પન (Dr. Subanna Ayyappan) નો મૃતદેહ કર્ણાટકના મંડ્યા જિલ્લાની કાવેરી નદીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાંચો વિગતવાર.
Dr. Subanna Ayyappan Gujarat First

Karnataka :  પદ્મશ્રી પુરસ્કાર વિજેતા અને 'બ્લૂ રિવોલ્યુશન' થી પ્રખ્યાત થયેલા કૃષિ વિજ્ઞાની ડો. સુબન્ના અયપ્પન (Dr. Subanna Ayyappan) નો મૃતદેહ કર્ણાટકના મંડ્યા જિલ્લાની કાવેરી નદીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતક કૃષિ વૈજ્ઞાનિક 7મી મેથી ઘરેથી લાપતા થયા હતા. આ સમગ્ર ઘટનામાં શ્રીરંગપટ્ટન પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. Dr. Subanna Ayyappan દેશના એક જાણીતા કૃષિ વૈજ્ઞાનિક હતા અને તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમને વધુ ઓળખ 'બ્લૂ રિવોલ્યુશન'થી પ્રાપ્ત થઈ હતી.

શંકાસ્પદ હાલતમાં મૃત્યુ

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા કૃષિ વિજ્ઞાની ડો. સુબન્ના અયપ્પનનો મૃતદેહ કર્ણાટકના મંડ્યા જિલ્લાની કાવેરી નદીમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મહાન કૃષિ વૈજ્ઞાનિકનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું હોવાનું માલૂમ પડ્યું છે. તેઓ છેલ્લા 6 દિવસથી ગુમ હતા. પોલીસને શ્રીરંગપટ્ટન ખાતે તેમનો મૃતદેહ મળ્યો છે. તેમજ પોલીસને નદી કિનારે તેમનું સ્કૂટર પણ મળી આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં શ્રીરંગપટ્ટન પોલીસે કેસ નોંધીને વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ડો. સુબન્ના અયપ્પનની કારકિર્દી

ડો. અયપ્પને 'બ્લૂ રિવોલ્યુશન' (Blue Revolution) માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 'Blue Revolution'માં મહત્વપૂર્ણ યોગદાન બદલ વર્ષ 2022માં પદ્મશ્રી પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા. અયપ્પને મત્સ્યોદ્યોગમાં અનોખું યોગદાન આપ્યું છે. તેમણે ફિશિંગની અદ્યતન ટેકનોલોજી વિક્સાવી હતી જેનાથી માછલી ઉછેરની નવી રીતો પ્રચલિત બની. આ રીતોથી માછીમારોના જીવન સમૃદ્ધ થયા. ડો. અયપ્પને ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવામાં મહત્વનું અને અવિસ્મરણીય યોગદાન આપ્યું હતું. કૃષિ સંશોધન ઉપરાંત તેમણે ઘણી સંસ્થાઓ પણ બનાવી છે. તેમણે ઈમ્ફાલમાં સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (Central Agricultural University-CAU) ના વાઈસ ચાન્સેલર તરીકે પણ કામ કર્યુ છે.

આ પણ વાંચોઃ  PM Modi આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પર સૈનિકોને હોંશભેર મળ્યા

ડો. સુબન્ના અયપ્પન @ અ ગ્લાન્સ

ડો. સુબન્ના અયપ્પનનો જન્મ ચામરાજનગર જિલ્લાના યલંદુરમાં થયો હતો. તેમણે વર્ષ 1975માં મેંગલોરથી ફિશરીઝમાં ગ્રેજ્યુએશન (BFSc) અને વર્ષ 1977માં ફિશરીઝમાં માસ્ટર ઓફ સાયન્સ (MFSc) કર્યુ હતું. આ પછી 1998માં તેમણે બેંગ્લોરની કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવી હતી. ડો. સુબન્ના અયપ્પન તેમની પત્ની સાથે મૈસુરમાં રહેતા હતા. સંતાનમાં આ કૃષિ વૈજ્ઞાનિકને 2 પુત્રી રત્નો છે.

આ પણ વાંચોઃ Shopian Encounter Terrorists : જમ્મુ કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓને સેનાએ ઘેરી લીધા, 3 ઠાર, એન્કાઉન્ટર યથાવત્

Tags :
Advanced fishing technologyAgricultural scientistBlue RevolutionCauvery riverCentral Agricultural UniversityDeath investigationDr. Subanna AyyappanFish farming methodsFisheries technologyfood SecurityGujarat FirstGUJARAT FIRST NEWSKarnatakaMandya districtmissing personPadma Shri awardeeSrirangapatnaSuspicious death
Next Article