Karnataka: 10,000 રુપિયા...5 દારુની બોટલ...નીટ પીવાની શરત...યુવકે જીવ ગુમાવ્યો, જાણો સમગ્ર ઘટના
- કર્ણાટકના 10 હજારની લાલચમાં યુવકે જીવ ગુમાવ્યો
- 5 દારુની બોટલ નીટ પીવાની શરત
- દારૂ પીધા બાદ યુવકની તબિયત લથડી
Karnataka : કર્ણાટકના બેંગલુરુમાં, 10,000 રૂપિયાના દાવ માટે 21 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો. મળતી માહિતી પ્રમાણે મૃતક કાર્તિકે તેના મિત્રો સમક્ષ દાવો કર્યો હતો કે તે પાણીમાં ભેળવ્યા વિના પાંચ બોટલ દારૂ ( liquor)પી શકે છે. આવી સ્થિતિમાં, તેના મિત્રોએ તેને કહ્યું કે જો તે આ કરશે તો તેને 10,000 રૂપિયા મળશે. શરત મુજબ, કાર્તિકે પાણી ભેળવ્યા વિના પાંચ બોટલ દારૂ પીધો અને શરત જીતી ગયો, પરંતુ દારૂ પીધા પછી તરત જ તેની તબિયત બગડવા લાગી. કાર્તિકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. કાર્તિકના લગ્ન લગભગ એક વર્ષ પહેલા થયા હતા અને તે આઠ દિવસ પહેલા જ પિતા બન્યો હતો.
10 હજાર રૂપિયા માટે પોતાનો જીવ ગુમાવ્યો
કાર્તિકે તેના મિત્રો વેંકટ રેડ્ડી, સુબ્રમણ્યમ અને અન્ય ત્રણ મિત્રોને કહ્યું હતું કે તે પાણી ભેળવ્યા વિના દારૂની પાંચ બોટલો પી શકે છે. આના પર વેંકટ રેડ્ડીએ કાર્તિકને કહ્યું કે જો તે આ કરી શકે તો તે તેને 10,000 રૂપિયા આપશે. કાર્તિકે પાંચ બોટલ પીધી, પણ થોડા સમય પછી તેની હાલત ગંભીર થઈ ગઈ. તેમને કોલાર જિલ્લાના મુલબાગલની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું.
આ પણ વાંચો -Sanjay Raut On Caste Census: સરકાર મોદીની અને સિસ્ટમ રાહુલની...' જાતિ આધારિત વસતી ગણતરી અંગે રાઉતનું નિવેદન
દોસ્તોની સામે ગુનો નોંધાયો
વેંકટ રેડ્ડી અને સુબ્રમણ્યમ સહિત છ લોકો વિરુદ્ધ નાંગલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ અન્ય આરોપીઓની શોધ કરી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ, દારૂના સેવનથી દર વર્ષે આશરે 2.6 મિલિયન મૃત્યુ થાય છે, જે વૈશ્વિક મૃત્યુના 4.7 ટકા છે.
આ પણ વાંચો -Jharkhand ATS એ ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકી અમ્માર યાશરની કરી ધરપકડ
દારૂનું દરેક ટીપું હાનિકારક છે - વિશ્વ આરોગ્ય સંગઠન
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, દારૂના સેવનનું કોઈ "સુરક્ષિત" સ્તર નથી. "દારૂના સેવનના 'સુરક્ષિત' સ્તરને ઓળખવા માટે, માન્ય વૈજ્ઞાનિક પુરાવાની જરૂર છે, જે સાબિત કરે છે કે ચોક્કસ સ્તર કે તેનાથી ઓછા સ્તર સુધી દારૂ પીવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી. વિશ્વ આરોગ્ય સંગઠનના નવા નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે દારૂ પીવાનું કોઈ નિશ્ચિત સ્તર નથી, અત્યાર સુધી, કોઈ રિપોર્ટમાં એવું સાબિત થયું નથી કે ઓછી માત્રામાં દારૂ પીવાથી હાર્ટ એટેક કે ડાયાબિટીસ જેવા રોગોમાં રાહત મળે છે.