Karnataka River Tragedy : એક જ પરિવારના 8 લોકો ડૂબ્યા, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Karnataka River Tragedy : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે થટ્ટે હકલુ નદીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. છીપ એકત્ર કરવા ગયેલા એક જ પરિવારના 8 લોકો જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા, જ્યારે 2 લોકો હજુ ગુમ છે. PM નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરી વળતરની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Advertisement
- Karnataka River Tragedy
- કર્ણાટકમાં નદીમાં મોટી દુર્ઘટના, એક જ પરિવારના 8 લોકો ડૂબ્યા
- ઉત્તર કન્નડમાં હૃદયદ્રાવક ઘટના, 8 લોકોના મોત
- નદીના જોરદાર પ્રવાહમાં પરિવાર તણાયો
Karnataka River Tragedy : કર્ણાટક (Karnataka) ના ઉત્તર કન્નડ (Uttara Kannada) જિલ્લામાં બનેલી એક દુઃખદ ઘટનાએ સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. થટ્ટે હકલુ નદી (Thatte Haklu River) માં ભારે પાણીના પ્રવાહ (Strong Water Current) ના કારણે એક જ પરિવારના 8 લોકોના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે 2 લોકો હજુ પણ ગુમ હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં સાત મહિલાઓનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ (Police) અને બચાવ દળો (Rescue Teams) દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

