કર્ણાટકના રાજકારણમાં ગરમાવો! સિદ્ધારમૈયાએ ભાજપ પર સરકાર તોડવાનો આરોપ લગાવ્યો
- કર્ણાટકમાં સિદ્ધારમૈયાના આક્ષેપ: BJPએ 50 ધારાસભ્યને 50 કરોડની લાલચ આપી
- BJP પર કૉંગ્રેસના ધારાસભ્યોને લાલચ આપવાનો આરોપ: સિદ્ધારમૈયાનો ખુલાસો
- BJP પર 'ઓપરેશન લોટસ'નો આરોપ: સિદ્ધારમૈયાએ કર્યા ગંભીર આક્ષેપ
- સિદ્ધારમૈયા દ્વારા BJP પર કૉંગ્રેસને તોડવાનો આરોપ
- BJPના 50-50 કરોડના લાલચ સામે કૉંગ્રેસના ધારાસભ્ય અડગ: સિદ્ધારમૈયાનો આક્ષેપ
Karnataka CM Siddaramaiah : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે એક ગંભીર આક્ષેપ કર્યો, જેમાં તેમણે રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટી (BJP) પર કોંગ્રેસની સરકાર તોડી પાડવા માટે ખૂબ મોટો પ્રયાસ કરવાનો દાવો કર્યો. તેમના જણાવ્યા મુજબ, BJPએ કોંગ્રેસના 50 ધારાસભ્યોને પ્રલોભિત કરવા માટે દરેકને 50-50 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ કોંગ્રેસના કોઈપણ ધારાસભ્યએ આ લાલચમાં પડીને પક્ષપલટો કર્યો ન હતો. PTI દ્વારા મળેલી માહિતી મુજબ, મુખ્યમંત્રીએ મૈસુર જિલ્લાના ટી. નરસીપુરા વિધાનસભા ક્ષેત્રમાં 470 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના ઉદ્ઘાટન પ્રસંગે આ sssઆક્ષેપો લગાવ્યા હતા.
BJP પર વિપક્ષને તોડી પાડવાનો આક્ષેપ
સૌથી મોટી વાત એ છે કે, આ આરોપ કોઇ બીજુ નહીં પણ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah) લગાવી રહ્યા છે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે BJP પાસે એટલો નાણાંકિય જથ્થો છે અને તે લાંચના પૈસે કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષપલટો કરાવવા માટે લાલચ આપે છે. તેમણે જણાવ્યું કે, BJPના પૂર્વ મુખ્યમંત્રીઓ જેમ કે બીએસ યેદિયુરપ્પા અને બસવરાજ બોમ્માઈ, વિપક્ષના નેતા આર. અશોક અને રાજ્યના ભાજપ પ્રમુખ બીવાય વિજયેન્દ્ર જેવા નેતાઓએ આ લાંચના પૈસા છાપ્યા છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, BJPના નેતાઓએ લાંચના પૈસાનો ઉપયોગ તેમના પક્ષને મજબૂત કરવા માટે અને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં કરી રહ્યા છે.
રાજ્યમાં"ઓપરેશન લોટસ"
મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું કે, આ વખતે કૉંગ્રેસના એક પણ ધારાસભ્ય BJPની લાલચમાં નથી પડ્યા. તેમણે વધુમાં જણાવ્યું કે BJP આ નિષ્ફળ પ્રયાસ પછી કોંગ્રેસના નેતાઓ સામે ખોટા કેસો દાખલ કરીને સરકાર તોડવા માંગે છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસના નેતાઓએ આવો આક્ષેપ કર્યો હોય. ગયા મહિને પણ સિદ્ધારમૈયા (Siddaramaiah) એ આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં 'ઓપરેશન લોટસ'ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તેમણે સીધું ભાજપનું નામ ન લીધું પરંતુ કહ્યું કે તેમનો એક પણ ધારાસભ્ય અલગ થવા તૈયાર નથી. આ વખતે તેમણે લાંચની રકમ અને ભાજપનું નામ સીધુ લીધું છે. જણાવી દઈએ કે, 2019માં 17 ધારાસભ્યોના પક્ષપલટાને કારણે કોંગ્રેસ-જેડીએસ સરકાર 14 મહિનામાં પડી ગઈ હતી.
આ પણ વાંચો: Wayanad માં મતદાન શરુ, પ્રિયંકાના રાજકીય અસ્તિત્વ પર સૌની નજર