'Kashmir Times' Office SIA Raid: કાશ્મીર ટાઈમ્સ’ની ઓફિસમાં દરોડો, AK-47 કારતૂસ મળ્યા
- 'કાશ્મીર ટાઈમ્સ'ના કાર્યાલય પર SIAના દરોડા
- રાષ્ટ્રવિરોધી પ્રવૃતિ કરવાના ગંભીર આક્ષેપ
- AK રાઈફલના કારતૂસ અને કેટલાક પિસ્તોલ કારતૂસ જપ્ત
'Kashmir Times' Office SIA Raid:જમ્મુ અને કાશ્મીર પોલીસની રાજ્ય તપાસ એજન્સી(SIA) એ ગુરુવારે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આરોપસર 'Kashmir Times' અખબારના કાર્યાલય પર દરોડો પાડ્યો હતો અને AK47 રાઈફલના કારતૂસ અને કેટલાક પિસ્તોલ કારતૂસ જપ્ત કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે SIA અધિકારીઓએ પ્રકાશકો અને પ્રમોટરો સામે કેસ નોંધ્યા પછી અખબારના પરિસર અને કમ્પ્યુટર્સની સંપૂર્ણ તપાસ કરી હતી.
કારતૂસ મળ્યા
તપાસ અધિકારીઓએ કહ્યું કે દરોડા દરમિયાન SIAએ AK47 રાઈફલ કારતૂસ, કેટલાક પિસ્તોલ કારતૂસ અને હેન્ડ ગ્રેનેડ પિન સહિત અન્ય વસ્તુઓ જપ્ત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રકાશનના પ્રમોટરોની પૂછપરછ થઈ શકે છે.
#WATCH | A team of Jammu & Kashmir Police's State Investigation Agency (SIA) at the office of Kashmir Times in Jammu.
Details awaited. pic.twitter.com/8vVh9Ue08k
— ANI (@ANI) November 20, 2025
નાયબ મુખ્યમંત્રીએ દરોડા અંગે આપી પ્રતિક્રિયા
દરોડાની પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી સુરિન્દર સિંહ ચૌધરીએ કહ્યું કે કાર્યવાહી ફક્ત ત્યારે જ થવી જોઈએ જ્યારે ખોટું કામ સાબિત થાય, દબાણ માટે નહીં. ચૌધરીએ વધુમાં કહ્યું કે જો તેઓએ કંઈક ખોટું કર્યું હોય, તો કાર્યવાહી થવી જોઈએ. જો તમે ફક્ત દબાણ બનાવવા માટે આવું કરો છો, તો તે ખોટું હશે. વધુમાં કહ્યું કે પત્રકારત્વને મુક્ત વાતાવરણ મળવું જોઈએ. તે લોકશાહીનો ચોથો સ્તંભ છે. પત્રકારોને પોતાના વિચારો મજબૂતીથી વ્યક્ત કરવાની તક આપવી જોઈએ. જો કોઈ સત્યનું રિપોર્ટિંગ કરી રહ્યું હોય, તો તેના પર દબાણ ન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ UP News: લગ્નના સાત ફેરા લીધા, DJના તાલે નાચી, વિદાય પહેલા જ કન્યા ફરાર થઈ પછી..!


