જમ્મુના કઠુઆમાં સેના અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર, આતંકવાદીઓને ઘેર્યા
- Kathua Terrorist Encounter : જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર
- કઠુઆ જિલ્લામાં સેના અને આતંકવાદી વચ્ચે ઘમાસાણ
- ભારતીય સેનાએ ચોમેર વિસ્તારને ઘેરી લીધો
નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકવાદ વચ્ચે સામસામે ગોળીબાર ચાલી રહ્યો છે. જમ્મુ વિભાગના કઠુઆ જિલ્લામાં સ્થિત બિલ્લાવર ક્ષેત્રના કામદ નાલા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર ચાલી રહ્યો છે.
Kathua Terrorist Encounter : સેના આપી રહી છે આતંકવાદીઓને જવાબ
નોંધનીય છે કે સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીઓને કામદ નાલાના ગાઢ જંગલો અને પહાડી વિસ્તારોમાં 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ જમ્મુ પોલીસની SOG (Special Operations Group) અને સેનાની ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોને પોતાની નજીક આવતા જોઈ છુપાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
Op update 1:
Despite darkness, thick vegetation and treacherous terrain, SOG relentlessly engaging the terrorists. Teams of CRPF are also participating in the Joint Op .— IGP Jammu (@igp_jammu) January 7, 2026
Kathua Terrorist Encounter : પોલીસ પહોંચી ઘટનાસ્થળે
નોંધનીય છે કે આ ઓપરેશનની ગંભીરતાને જોતા IG જમ્મુ ભીમ સેન તુતી અને SSP કઠુઆ મોહિતા શર્મા સ્વયં ઘટનાસ્થળે પહોંચીને ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી મજબૂત કરી દીધી છે જેથી કોઈ આતંકી ભાગી ન શકે. હાલમાં પહાડી વિસ્તારમાં બંને પક્ષે ભારે ગોળીબાર ચાલુ છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી જમ્મુ ડિવિઝનમાં આતંકી ગતિવિધિઓ વધી છે, તેને જોતા આ એન્કાઉન્ટર અત્યંત મહત્વનું મનાય છે. આ વિસ્તારમાં વધારાની કુમક બોલાવવામાં આવી છે અને ડ્રોન દ્વારા આતંકીઓના લોકેશન ટ્રેક કરવામાં આવી રહ્યા છે. સેનાએ સ્થાનિક લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.સેનાની ટીમે સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન સુરક્ષા દળોને પોતાની નજીક આવતા જોઈ છુપાયેલા આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: સાવધાન! FASTag વાર્ષિક પાસના નામે છેતરપિંડી, NHAI ની ચેતવણી વાંચી લો,નહીંતર પસ્તાશો!


