Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kedarnath Dham Yatra : એક મહિનાની ટિકિટ 5 કલાકમાં જ ફુલ, જાણો ભાડું

કેદારનાથ ધામની ટિકિટ 5 કલાકમાં જ ફુલ કલાકોમાં જ આખા મહિનાની ટિકિટ બુક હેલિકોપ્ટર ટિકિટ બુક કરવાની ફરી નક્કી થશે   Kedarnath Dham Yatra: કેદારનાથ ધામના (Kedarnath Dham Yatra)દરવાજા 2 મેથી ખુલવા જઈ રહ્યા છે. આ દિવસથી ગુપ્તકાશી, સિરસી...
kedarnath dham yatra   એક મહિનાની ટિકિટ 5 કલાકમાં જ ફુલ  જાણો ભાડું
Advertisement
  • કેદારનાથ ધામની ટિકિટ 5 કલાકમાં જ ફુલ
  • કલાકોમાં જ આખા મહિનાની ટિકિટ બુક
  • હેલિકોપ્ટર ટિકિટ બુક કરવાની ફરી નક્કી થશે

Kedarnath Dham Yatra: કેદારનાથ ધામના (Kedarnath Dham Yatra)દરવાજા 2 મેથી ખુલવા જઈ રહ્યા છે. આ દિવસથી ગુપ્તકાશી, સિરસી અને ફાટા હેલિપેડથી હેલી સેવાઓ શરૂ કરવામાં આવશે. 31 મે સુધી ચાર ધામ યાત્રા માટે કેદારનાથ હેલી સર્વિસ માટે ટિકિટ બુકિંગ પાંચ કલાકમાં પૂર્ણ થઈ ગયું. મંગળવારે બપોરે 12 વાગ્યે IRTC એ ઓનલાઈન હેલિકોપ્ટર ટિકિટ બુકિંગ માટે વેબસાઇટ ખોલી અને થોડા કલાકોમાં જ આખા મે મહિનાની ટિકિટ બુક થઈ ગઈ. આ સમય દરમિયાન ટિકિટ બુક ન કરાવી શકવાને કારણે ઘણા મુસાફરો નિરાશ થયા હતા.

Advertisement

Advertisement

પ્રતિ મુસાફર રાઉન્ડ ટ્રીપ ભાડું

  • ગુપ્તકાશી થી કેદારનાથ – રૂ.8532
  • ફાટા થી કેદારનાથ – રૂ.6062
  • સિરસી થી કેદારનાથ – રૂ.6060

આ પણ  વાંચો -UP: 24 કલાકમાંથી 20-22 કલાક તો મારી પત્ની સાથે....પતિનો સાસુ-જમાઇ અંગે વિચિત્ર ખુલાસો

આખા મહિનાની ટિકિટ 5 કલાકમાં બુક થઈ ગઈ

ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ (UKADA) એ 2 થી 31 મે સુધીની યાત્રા માટે કેદારનાથ હેલી સેવા ટિકિટનું બુકિંગ શરૂ કરવા માટે 8 એપ્રિલ તારીખ નક્કી કરી હતી. આ આધારે IRTC એ ટિકિટ બુક કરવા માટે heliyatra.irctc.co.in વેબસાઇટ ખોલી. સાંજે 5 વાગ્યા સુધીમાં, આખા મહિનાની હેલિકોપ્ટર ટિકિટો વેચાઈ ગઈ. ઘણા મુસાફરો બપોરે 12 વાગ્યાથી અલગ અલગ તારીખો માટે હેલિકોપ્ટર ટિકિટ બુક કરાવવા માટે પોતાના લેપટોપ ખુલ્લા રાખીને બેઠા હતા. પરંતુ ટિકિટની વિગતો ભર્યા પછી તે પેમેન્ટ મોડ પર પહોંચ્યો ત્યાં સુધીમાં બધી ટિકિટ બુક થઈ ગઈ હતી, જેનાથી તે નિરાશ થયો.

આ પણ  વાંચો -J&K વિધાનસભામાં AAP ધારાસભ્યએ BJP MLA પર લગાવ્યો મારપીટનો આરોપ, શું છે મામલો?

જેઓ ટિકિટ બુક ન કરી શક્યા તેમનુ શું ?

જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે કેદારનાથ હેલી ટિકિટનું બુકિંગ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર કરવામાં આવી રહ્યું છે. વેબસાઇટ ખુલ્યાના થોડા કલાકોમાં જ, 31 મે સુધીની બધી ટિકિટો વેચાઈ ગઈ. આગળની મુસાફરી માટે હેલિકોપ્ટર ટિકિટ બુક કરવાની તારીખ ફરીથી નક્કી કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×