Kedarnath Yatra Breaking News : ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત !
Kedarnath Yatra Breaking News : ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાક સમયથી વરસી રહેલા અવિરત વરસાદ અને હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરવામાં આવેલા 'ઓરેન્જ એલર્ટ' (Orange Alert) ને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તરાખંડમાં હાલમાં હજારોની સંખ્યામાં મુસાફરો મુલાકાતે છે. ત્યારે મુસાફરોની સુરક્ષાને સર્વોપરી ગણીને આ સાવચેતીનું પગલું લેવામાં આવ્યું છે. રુદ્રપ્રયાગ (Rudraprayag) જિલ્લાના પહાડી વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત છે, જેના કારણે ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની આશંકા સેવાઈ રહી છે.
Kedarnath Yatra Breaking News : સુરક્ષા માટે તકેદારીના પગલાં
તંત્ર દ્વારા તમામ યાત્રાળુઓને રસ્તામાં આવતા સુરક્ષિત હોલ્ડિંગ વિસ્તારોમાં (Holding Areas) રોકી દેવામાં આવ્યા છે. શ્રીનગર (Srinagar) વિસ્તારમાં કેદારનાથ ધામ (Kedarnath Dham) તરફ જતા તમામ વાહનોની અવરજવર પર રોક લગાવી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, જ્યાં સુધી હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી મુસાફરોને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
યાત્રાળુઓને સૂચનાનું પાલન કરવાની તંત્રની અપીલ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ (Disaster Management) અને પોલીસ વિભાગની ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. યાત્રાળુઓ અને વાહન ચાલકોને સૂચના આપવામાં આવી છે કે તેઓ વહીવટીતંત્રની ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરે અને કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. હવામાન સુધર્યા બાદ જ યાત્રા ફરીથી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : Delhi News : બુલડોઝર એકશન ! શાલીમાર બાગમાં 150 ગેરકાયદેસર મકાનો જમીનદોસ્ત


