Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘કેજરીવાલ મોદીજીથી ડરે છે’... રાહુલ ગાંધીના નિવેદન પર કેજરીવાલનો વળતો જવાબ

કેજરીવાલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ડર અને બહાદુરી પર જ્ઞાન ન આપો તો સારૂ. દેશ જાણે છે કે કોણ કાયર છે અને કોણ બહાદુર. નેશનલ હેરાલ્ડ જેવા ઓપન એન્ડ શટ કેસમાં હજુ સુધી તમારી અને તમારા પરિવારની ધરપકડ કેમ કરવામાં આવી નથી?
‘કેજરીવાલ મોદીજીથી ડરે છે’    રાહુલ ગાંધીના નિવેદન પર કેજરીવાલનો વળતો જવાબ
Advertisement
  • રાહુલ ગાંધીના નિવેદન પર કેજરીવાલનો વળતો પ્રહાર
  • ડર અને બહાદુરી પર જ્ઞાન ન આપો તો સારું
  • રોબર્ટ વાડ્રાને ભાજપ તરફથી ક્લીનચીટ કેવી રીતે મળી?

મંગળવારે દિલ્હીની પટપડગંજ બેઠક પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક રેલી યોજી હતી. જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપ તેમજ આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા. કેજરીવાલ તેમના નિશાન પર રહ્યા. રાહુલ ગાંધીએ કહ્યું, મને ખબર નથી કે પાર્ટીના બાકીના સભ્યો મોદીજીથી ડરે છે કે નહીં, પરંતુ કેજરીવાલ ચોક્કસ ડરે છે. હવે કેજરીવાલે તેમના નિવેદન પર વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે ડર અને બહાદુરી પર જ્ઞાન ન આપો તો સારું. દેશ જાણે છે કે કોણ કાયર છે અને કોણ બહાદુર.

કેજરીવાલે કહ્યું...

રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, મોદીજી દારૂ કૌભાંડ જેવા ખોટા કેસ બનાવીને પણ લોકોને જેલમાં નાખે છે. નેશનલ હેરાલ્ડ જેવા ઓપન એન્ડ શટ કેસમાં હજુ સુધી તમારી અને તમારા પરિવારની ધરપકડ કેમ કરવામાં આવી નથી? રોબર્ટ વાડ્રાને ભાજપ તરફથી ક્લીનચીટ કેવી રીતે મળી? ડર અને બહાદુરી વિશે જ્ઞાન ન આપો તો સારું. દેશ જાણે છે કે કોણ કાયર છે અને કોણ બહાદુર.

Advertisement

Advertisement

રાજમહેલ પર રાહુલ ગાંધી કેમ ચૂપ છે?

રાહુલ ગાંધી પર કેજરીવાલના હુમલા અહીં જ અટક્યા નહીં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બીજી એક પોસ્ટમાં તેમણે કહ્યું, લોકો પૂછી રહ્યા છે કે રાહુલ ગાંધી રાજમહેલ પર કેમ ચૂપ છે? આજે રાહુલ ગાંધીએ દિલ્હીમાં બીજેપીના લોકોનું આખું ભાષણ રિપીટ કર્યું. જનતાને જણાવો કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શું સમજૂતી થઈ છે?

આ પણ વાંચો : દિલ્હીમાં જુઠ્ઠાણા અને કપટની સરકાર, પાંચમી તારીખે 'આપ-દા'થી મુક્ત થવાની તક: અમિત શાહ

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ જનસભામાં કહ્યું કે, કેજરીવાલ સાફ રાજનીતિની વાત કરતા આવ્યા હતા. તેમની પાસે એક નાની ગાડી હતી. હવે તે શીશમહેલમાં રહે છે. જ્યારે ગરીબોને તેમની જરૂર હતી, ત્યારે તે ક્યાંય દેખાયા ન હતા. જ્યારે દિલ્હીમાં હિંસા ફાટી નીકળી અને લઘુમતીઓને તેમની જરૂર હતી, ત્યારે તે તેમની સાથે ઉભા રહ્યા નહીં. સાફ રાજકારણ કરવાનું કહીને, તેમણે દિલ્હીમાં સૌથી મોટુ દારૂ કૌભાંડ કર્યું.

આ પણ વાંચો : PM મોદી ફેબ્રુઆરીમાં અમેરિકાની મુલાકાત લેશે, ટ્રમ્પે આપ્યું આમંત્રણ

Tags :
Advertisement

.

×