Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kerala : તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ ફાઈટર જેટનું ઈમરજન્સી લેન્ડિંગ

શનિવાર મોડી રાત્રે બ્રિટિશ ફાઈટર જેટ F-35 (British Fighter Jet-F-35) માં ઈંધણના અછતની સમસ્યા સર્જાતા કેરાલાના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. વાંચો વિગતવાર.
kerala   તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રિટિશ ફાઈટર જેટનું ઈમરજન્સી લેન્ડિંગ
Advertisement
  • બ્રિટિશ ફાઈટર જેટ F-35નું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
  • કેરાલાના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ
  • કેન્દ્ર સરકાર પાસે બ્રિટિશ ફાયટર જેટમાં ઈંધણ ભરવાની ખાસ મંજૂરી માંગવામાં આવી છે

Kerala : ગત મોડી રાત્રે બ્રિટિશ ફાયટર જેટ F-35 (British Fighter Jet-F-35) એ વિમાનવાહક જહાજ પરથી ઉડાન ભરી હતી. જો કે આ ફાયટર જેટમાં ઈંધણની અછતની સમસ્યા સર્જાતા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બ્રિટિશ ફાયટર જેટ D-35નું ઈમરજન્સી લેન્ડિંગ કેરાલાના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. અત્યારે તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Thiruvananthapuram International Airport) ના રીઝર્વ પાર્કિગમાં આ ફાઈટર જેટને પાર્ક કરવામાં આવ્યું છે.

ઈમરજન્સી લેન્ડિંગ માટે ખાસ કવાયત

શનિવાર મોડી રાત્રે વિમાનવાહક જહાજમાંથી બ્રિટિશ ફાયટર જેટ F-35 એ ઉડાન ભરી હતી. જો કે થોડા સમય બાદ ઈંધણની અછતની સમસ્યા પાયલોટના ધ્યાને આવી હતી. ત્યારબાદ પાયલોટે Thiruvananthapuram International Airport ના કંટ્રોલ ટાવરમાં લેન્ડિંગની પરમિશન માંગી હતી. કંટ્રોલ ટાવરે પરમિશન આપી પરંતુ બ્રિટિશ ફાયટર જેટ F-35 ને સુરક્ષિત અને સફળ રીતે ઉતરાણ માટે ખાસ કવાયત હાથ ધરવી પડી હતી.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Uttarakhand : કેદારનાથમાં ફરીથી હેલિકોપ્ટર થયું ક્રેશ, મુખ્યમંત્રી ધામીએ નિષ્ણાંતોની સમિતિ રચવાનો આપ્યો આદેશ

ઈંધણની મંજૂરી માંગવામાં આવી

શનિવાર રાત્રે વિમાનવાહક જહાજમાંથી ટેકઓફ થયેલા બ્રિટિશ ફાયટર જેટ F-35માં ઈંધણની અછતની સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ આ ફાયટર જેટનું કેરાલાના તિરુવનંતપુરમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફાયટર જેટને ઈન્ટરનેશનલ એરપોર્ટના રીઝર્વ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યું છે. બ્રિટિશ ફાયટર જેટ F-35માં ઈંધણ ભરવા માટેની ખાસ મંજૂરી કેન્દ્ર સરકાર પાસે માંગવામાં આવી છે. આ મંજૂરી મળશે ત્યારે બ્રિટિશ ફાયટર જેટમાં ઈંધણ ભરવામાં આવશે. એકવાર પૂરતું ઈંધણ મળી ગયા બાદ ફાયટર જેટ ફરીથી ઉડાન ભરી શકશે.

આ પણ વાંચોઃ  Taj Mahal House in MP Burhanpur: આ તાજમહેલ નથી પણ ઘર છે! વાયરલ વીડિયો જોયા પછી તમને વિશ્વાસ આવશે

Tags :
Advertisement

.

×