Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

કેરળમાં કૉંગ્રેસની જીત બાદ મહિલા CM બનાવશે રાહુલ ગાંધી! KC Venugopal ના 1 તીરથી 2 શિકાર?

Kerala Congress: કેરળ વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે જો કોંગ્રેસ જીતશે તો રાજ્યમાં 'મહિલા મુખ્યમંત્રી' બનશે. આ નિવેદનથી કે.સી. વેણુગોપાલ, રમેશ ચેન્નિથલા અને વી.ડી. સતીષન જેવા દિગ્ગજોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. પક્ષમાં મહિલા નેતાઓની અછત હોવા છતાં, જે.બી. મેથર અને રમ્યા હરિદાસ જેવા નામોની ચર્ચા તેજ બની છે, જેને ભાજપના મહિલા કાર્ડનો જવાબ માનવામાં આવે છે
કેરળમાં કૉંગ્રેસની જીત બાદ મહિલા cm બનાવશે રાહુલ ગાંધી  kc venugopal ના 1 તીરથી 2 શિકાર
Advertisement

. કેરળમાં સત્તા પર આવતા જ Woman CM બનાવવાની ઈચ્છા વ્યક્ત કરીને રાહુલ ગાંધીએ વરિષ્ઠોને આશ્ચર્યમાં મૂકી દીધા
. વિરોધી જૂથોના પત્તા કાપવા માટે આ વ્યૂહરચના કે.સી. વેણુગોપાલ દ્વારા પ્રેરિત હોવાની રાજકીય ચર્ચા છે
. જે.બી. મેથર અને દલિત નેતા રમ્યા હરિદાસ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ હોવાનું મનાય છે

Kerala Congress: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કેરળ (Kerala) ના એસેમ્બલી ઈલેક્શન (Assembly Election) પર સૌની નજર ખાસ મંડાયેલી છે. કૉંગ્રેસ (Congress) ના સત્તા મળે તેવી સંભાવના ધરાવતા કેરળ (Kerala) માંથી કેરલમ (Keralam) બનેલા રાજ્યમાં ડાબેરી મોરચા (Left Front) ની આગેવાનીવાળી પી. વિજયન (P. Vijayan) ની સરકાર સત્તારુઢ છે. પરંતુ કેરળની રાજકીય તાસિરથી પરિચિત જાણકારોને આ વખતે કેરળમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (Left Democratic Front - LDF) ની વાપસીમાં કઠિણાઈ દેખાઈ રહી છે. ભાજપ (BJP) ની પણ ઉજળી તકોની ચર્ચા વચ્ચે કૉંગ્રેસને સત્તામાં વાપસીની તક દેખાઈ રહી છે.

Advertisement

Rahul Gandhi ના નિવેદને કેરળ કૉંગ્રેસના વરિષ્ઠોના અરમાનો પર ફેરવ્યું પાણી

હવે કેરળ કૉંગ્રેસમાં આંતરિક રાજનીતિ પણ ચરમસીમાએ છે. તેમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યુ છે કે જો કૉંગ્રેસ જીતે છે, તો તેઓ ઈચ્છશે કે કોઈ મહિલા મુખ્યમંત્રી બનશે. હવે કૉંગ્રેસના અધ્યક્ષ ભલે કર્ણાટકના દિગ્ગજ નેતા મલ્લિકાર્જૂન ખડગે (Mallikarjun Kharge) જ હોય. પણ લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભૂતપૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) ઈચ્છે તો કૉંગ્રેસ પાર્ટીમાં તેમને કોણ રોકનાર હોય શકે એ વિચારવાનો પ્રશ્ન છે.

Advertisement

રાહુલ ગાંધી (Rahul Gandhi) ના ઉપરોક્ત નિવેદનથી કૉંગ્રેસના સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ (K. C. Venugopal) સહીતના ઘણાં નેતાઓની આશાઓ પર પાણી ફરી વળ્યું હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં થવા લાગી છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) ના મહિલા મુખ્યમંત્રીવાળા નિવેદનથી કેરળ કૉંગ્રેસના વરિષ્ઠો રમેશ ચેન્નિથલા (Ramesh Chennithala) અને વી. ડી. સતીષન (V.D. Satheesan) સહીત સૌ કોઈ સ્તબ્ધ છે.

આ પણ વાંચો:  હું રાહુલવાદી નથી, કે.સી.વેણુગોપાલ રાઉડી છે: મણિશંકર અય્યર કૉંગ્રેસી નેતાઓ પર બગડયા

શું K. C. Venugopal ની કોઈ રાજકીય વ્યૂહરચના છે?

જો કે એક રાજકીય ચર્ચા એવી પણ છે કે કે. સી. વેણુગોપાલ (K. C. Venugopal) ખુદ કૉંગ્રેસના સંગઠન મહામંત્રી જેવી મોટી જવાબદારી છોડીને કેરળના મુખ્યમંત્રી તરીકે પ્રદેશની રાજનીતિમાં પાછા ફરવા માંગતા નથી. આવા સંજોગોમાં કે. સી. વેણુગોપાલે જ ચેન્નિથલા અને સતીષનના પત્તા સાફ કરવા માટે એક ચાલબાજી કરી હતી અને તેમાં રાહુલ ગાંધી દ્વારા કેરળમાં કૉંગ્રેસની જીત બાદ મહિલા મુખ્યમંત્રીની ચર્ચા શરૂ થઈ છે.

કેરળ કૉંગ્રેસમાં મહિલા નેતાઓની અછત!

પણ કેરળ કૉંગ્રેસ માટે અહીંથી તો સમસ્યાની શરૂઆત થાય છે. કેરળ કૉંગ્રેસ પાસે મહિલા નેતાઓની ઘણી અછત છે. મહિલાઓને ઓછી ટિકિટો આપવાને લઈને કૉંગ્રેસની રાજ્યમાં ટીકાઓ થઈ હી છે. કોંગ્રેસે પોતાના કોટાની 95 બેઠકો પર માત્ર આઠ કે નવ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી. આ ટીકાઓ વચ્ચે રાહુલ ગાંધીએ પણ મહિલા મુખ્યમંત્રીનો દાંવ ખેલ્યો છે. આને ભાજપની મહિલા અનામતની વાતનો રાજકીય જવાબ માનવામાં આવે છે.

આ પણ વાંચો:  રાહુલ ગાંધીના 'સેનાપતિ'ની ઘેરાબંધીની કોશિશ, કેરળ ચૂંટણી પહેલા કે. વેણુગોપાલ પર નિશાન

Kerala Congress માં હાલ ત્રણ મહિલા નેતાઓની ચર્ચા

હવે રાહુલ ગાંધીએ કહ્યુ છે, તો કેરળમાં કૉંગ્રેસની જીત બાદ કોણ મહિલા મુખ્યમંત્રી બનશે તેની પણ ચર્ચા શરૂ થઈ છે. તેમાં એક નામ જે. બી. મેથર (J.B. Mather) નું છે. મેથર સાંસદ છે. તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. પરંતુ તેમના નામની ચર્ચા છે.

આ સિવાય દલિત નેતા અને પૂર્વ સાંદ રમ્યા હરિદાસ (Ramya Haridas) ના નામની પણ ચર્ચા છે. તેઓ દલિત અને મહિલા એમ બંને પોલિટિકલ ક્રાઈટેરિયામાં આવે છે.

આ સિવાય શનિમોલ ઈસ્લામ (Shanimol Islam) ના નામની ચર્ચા પણ થઈ રહી છે. પરંતુ એવું માનવામાં આવે છે કે જે રીતની રાષ્ટ્રીય રાજનીતિ ચાલી રહી છે, તેવામાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી કેરળમાં મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી બનાવવાનું જોખમ લેશે કે કેમ? તેને લઈને પણ અટકળો વધી છે.

પણ આ બધી વાતો વચ્ચે સૌથી પહેલા તો કેરળમાં કૉંગ્રેસે જીત મેળવવી પડશે અને તેના માટે રાહુલ ગાંધીનો વાયદો પુરો કરવા માટે વધુમાં વધુ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવી પડશે અને તેમને જીતાડવા પડશે. તેના પછી કૉંગ્રેસના ક્યાં મહિલા નેતા મુખ્યમંત્રી બનશે તેના પર વિચારણા થઈ શકે છે.

આ પણ વાંચો:  Telangana CM: તેલંગાણાની કૉંગ્રેસ સરકારના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર નજર રાખવી પાર્ટીની મજબૂરી!

Tags :
Advertisement

.

×