Kerala man old loan: 25 વર્ષ જૂનું કરજ ચૂકવવા કેરળથી તેલંગાણા પહોંચ્યો મિત્ર, ગૂગલની મદદથી શોધી કાઢ્યું મિત્રનું ઘર
આજકાલના સ્વાર્થી જમાનામાં જ્યારે લોકો ઉધાર લીધેલા પૈસા પરત કરવામાં આનાકાની કરે છે, ત્યારે કેરળના એક વ્યક્તિએ મિત્રતાની નવી પરિભાષા લખી છે. સાઉદી અરેબિયામાં સાથે કામ કરનાર મિત્ર પાસેથી ૨૫ વર્ષ પહેલાં લીધેલા પૈસા પરત કરવા માટે તે સેંકડો કિલોમીટર દૂર તેલંગાણાના જગિત્યાલ સુધી પહોંચી ગયો. ગૂગલ અને સ્થાનિક લોકોની મદદથી તેણે પોતાના જૂના મિત્રના પરિવારને શોધીને 25000 રૂપિયા સોંપ્યા અને પોતાનું વર્ષો જૂનું વચન પૂરું કર્યું.
Advertisement
Kerala man old loan: આજના સ્વાર્થી યુગમાં જ્યાં લોકો નાની રકમ પરત કરવામાં આનાકાની કરતા હોય છે, ત્યાં એક કિસ્સાએ સૌના દિલ જીતી લીધા છે. કેરળના એક વ્યક્તિએ 25 વર્ષ પહેલાં મિત્ર પાસેથી લીધેલા રૂપિયા પરત કરવા માટે સેંકડો કિલોમીટરની મુસાફરી કરી હતી. ઈન્ટરનેટ અને સ્થાનિક લોકોની મદદથી તેમણે મિત્રનું સરનામું શોધી કાઢ્યું અને પોતાનું જૂનું વચન પૂરું કરીને ઈમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

