Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Keralaના ત્રિશૂરમાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ, 6 લોકોના કરૂણ મોત મોત ,અનેક ઘાયલ

કેરળના ત્રિશૂરમાં એક ફટાકડાના ગોડાઉને જોતજોતામાં સ્મશાન જેવું દ્રશ્ય સર્જી દીધું છે. શાંત મુંડાથીકોડ ગામમાં અચાનક થયેલા વિસ્ફોટે અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં અનેક જિંદગીઓ બચાવી તો લેવાઈ છે, પણ હજુ પણ હોસ્પિટલના બિછાને અનેક લોકો મોત સામે લડી રહ્યા છે. આ ભયાનક અકસ્માત પાછળનું અસલી કારણ શું હોઈ શકે?
keralaના ત્રિશૂરમાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ  6 લોકોના કરૂણ મોત મોત  અનેક ઘાયલ
Advertisement
  • ત્રિશૂરના મુંડાથીકોડમાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયો ભયાનક અકસ્માત (Kerala Firecracker Warehouse Fire)
  • દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના કરૂણ મોતની સત્તાવાર પુષ્ટિ
  • KSDMA ની ટીમે ઘટનાસ્થળેથી 13 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
  • 5 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર, મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ ખસેડાયા

કેરળના ત્રિશૂર જિલ્લામાં એક હચમચાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. વડક્કંચેરી નગરપાલિકા (Wadakkanchery Municipality) હેઠળના મુંડાથીકોડ ગામમાં (Mundathicode Village) આવેલા ફટાકડાના ગોડાઉનમાં (Firecracker Warehouse) મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક અકસ્માતમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

Kerala Firecracker Warehouse Fire :   રેસ્ક્યુ ઓપરેશન અને ઘાયલોની સ્થિતિ

કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, રાહત અને બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 13 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો પૈકી 5 વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને આઈસીયુ (ICU) માં રાખવામાં આવ્યા છે. અન્ય 2 દર્દીઓને હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 17 થી વધુ લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.

Advertisement

Advertisement

તપાસના ચક્રો ગતિમાન

આ દુર્ઘટના મેડિકલ કોલેજ પોલીસ (Medical College Police Station) સ્ટેશનની હદમાં આવતા થલાપીલી તાલુકાના (Thalappilly Taluk) મુંડાથીકોડ ખાતે ઘટી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ ફટાકડાના સંગ્રહમાં કોઈ ખામી હોઈ શકે છે. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશકા છે કારણ કે બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચો:  Shajapur Bus Fire Accident : શાજાપુર નેશનલ હાઈવે પર જાનૈયાઓ ભરેલી બસમાં લાગી ભીષણ આગ

Tags :
Advertisement

.

×