ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khalistan News: જર્મનીમાંથી ભારતમાં ખાલિસ્તાની આતંક ફેલાવનાર આતંકીની દિલ્હીથી કરાઈ ધરપકડ

Khalistan News: ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF) ના કુખ્યાત આરોપીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી વર્ષોથી જર્મનીમાં બેસીને ખાલિસ્તાની આતંકવાદીઓને આર્થિક વળતર પૂરું પાડતો હતો. તેની મદદથી ખાલિસ્તાનીઓ ભારતમાં તેની ગતિવિધિઓ ચલાવતા હતા. KZF નો કુખ્યાત આતંકી...
08:58 PM Apr 12, 2024 IST | Aviraj Bagda
Khalistan News: ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF) ના કુખ્યાત આરોપીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી વર્ષોથી જર્મનીમાં બેસીને ખાલિસ્તાની આતંકવાદીઓને આર્થિક વળતર પૂરું પાડતો હતો. તેની મદદથી ખાલિસ્તાનીઓ ભારતમાં તેની ગતિવિધિઓ ચલાવતા હતા. KZF નો કુખ્યાત આતંકી...
Prabhpreet Singh, Khalistani, Khalistan Zindabad Force

Khalistan News: ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF) ના કુખ્યાત આરોપીની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી વર્ષોથી જર્મનીમાં બેસીને ખાલિસ્તાની આતંકવાદીઓને આર્થિક વળતર પૂરું પાડતો હતો. તેની મદદથી ખાલિસ્તાનીઓ ભારતમાં તેની ગતિવિધિઓ ચલાવતા હતા.

એક અહેવાલ અનુસાર, સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલની ટીમે ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF)ના આતંકવાદી પ્રભપ્રીત સિંહની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. જોકે તે ઘણા વર્ષો બાદ વિદેશથી ભારતમાં પરત ફર્યો હતો. તે ભારતમાં આતંક ફેલાવવા માટે કેનેડા, અમેરિકા, જર્મની વગેરે દેશોમાં સ્થાયી થયેલા ખાલિસ્તાની સમર્થકો પાસેથી પણ ભંડોળ એકત્રિત કરતો હતો.

પંજાબ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી

હાલ સુરક્ષા એજન્સીઓ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તે ઉપરાંત પંજાબ પોલીસ દેશભરમાંથી તેના સાથીદારોની ધરપકડ કરશે. પંજાબ પોલીસના AIG સુખમિંદર માને કહ્યું કે 19 ડિસેમ્બર, 2020 ના રોજ સંગરુર જિલ્લાના નાભા ગેટના રહેવાસી પ્રભપ્રીત સિંહ વિરુદ્ધ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

હથિયારો અને ફંડિંગની વ્યવસ્થા કરી આપતો

પોલીસને માહિતી મળી હતી કે આરોપી પ્રભપ્રીત સિંહ જર્મનીમાં બેસીને ભારતની વ્યક્તિઓની હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે. આ માટે તે પંજાબના ગુમરાહ યુવાનોને ખાલિસ્તાની ચળવળ સાથે જોડી રહ્યો છે. આરોપી ભારતના ખાલિસ્તાનીઓને હથિયારો અને ફંડિંગની વ્યવસ્થા કરી આપતો હતો. તે ઉપરાંત તેની ધરપકડ દરમિયાન હથિયારો મળી આવ્યા હતા.

15 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા

તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી આતંકવાદી જગદીશ સિંહ ઉર્ફે ભૂરા સાથે મળીને વર્ષ 2017 માં પોલેન્ડ થઈ જર્મની પહોંચ્યો હતો. ત્યાં સ્થાયી થવા માટે તેણે રાજકીય આશ્રય પણ લીધો હતો. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 15 એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો: જે રીતે ડાયનોસોર લુપ્ત થઇ ગયા તેવી જ રીતે Congress પણ… જાણો કોણે કરી આ ટિપ્પણી

Tags :
canadaDelhiDelhi AirportGujaratFirstIndiaKhalistan NewsKhalistan Zindabad ForceKhalistaniNationalPrabhpreet SinghPunjab Police
Next Article