Kharagpur Railway Station : ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યુવકના બેગમાંથી મળ્યા રૂ. 1.40 કરોડ રોકડા, GRPએ કરી ધરપકડ
Kharagpur Railway Station : પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પરથી GRPએ શંકાસ્પદ યુવક પાસેથી રૂ. 1.40 કરોડ રોકડા જપ્ત કર્યા છે. પ્લેટફોર્મ નંબર 7 પર પોલીસને જોઈ ભાગવા જતા યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. હાવડાના રહેવાસી રાહુલ સોની પાસે આ રકમના કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. આટલી મોટી રકમ ક્યાંથી આવી અને કોને આપવાની હતી તે અંગે તપાસ શરૂ થઈ છે.
Advertisement
Kharagpur Railway Station : પશ્ચિમ બંગાળના ખડગપુર રેલવે સ્ટેશન પરથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રેલવે પોલીસ (GRP)એ નિયમિત ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકની અટકાયત કરીને તેના બેગમાંથી રૂ. 1.40 કરોડની રોકડ રકમ જપ્ત કરી છે. પ્લેટફોર્મ નંબર 7 પરથી પકડાયેલા યુવક પાસે આટલી મોટી રકમ અંગે કોઈ સંતોષકારક જવાબ કે માન્ય દસ્તાવેજો નહોતા. પોલીસે યુવકની ધરપકડ કરીને રોકડ રકમ જપ્ત કરી છે. હવે આટલી મોટી રકમ ક્યાંથી આવી અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

