Rahul Gandhi ભારતની સુરક્ષા માટે સૌથી ખતરનાક વ્યક્તિ બની ગયા છે: કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી
. Rahul Gandhi નું ઉઠવા-બેસવાનું ભારત વિરોધી શક્તિઓ સાથે: કિરેન રિજિજૂ
. રાહુલ ગાંધીનો વ્યવહાર બેજવાબદાર: કિરેન રિજિજૂ
. રાહુલ ગાંધીની આધાર વગરની વાતોથી નિરાશા થાય છે : Kiren Rijiju
Rahul Gandhi V/S Kiren Rijiju: કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ (Kiren Rijiju) એ કહ્યુ છે કે લોકસભા (Loksabha) માં વિરોધ પક્ષના નેતા (Leader Of Opposition) રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારતીય સુરક્ષા માટે સૌથી ખતરનાક વ્યક્તિ બની ચુક્યા છે. કેન્દ્રીય મંત્રીએ એ પણ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી ભારત વિરોધી શક્તિઓ સાથે બેસે-ઉઠે છે.
ન્યૂઝ એજન્સી ANI ની સાથે ઈન્ટરવ્યૂમાં કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ (Kiren Rijiju) એ કહ્યુ કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ભારતની સુરક્ષા માટે સૌથી ખતરનાક વ્યક્તિ બની ગયા છે, કારણ કે તે ભારત વિરોધી શક્તિઓ સાથે જોડાયેલા છે. તે વિદેશ અને દેશમાં નક્સલીઓ, ઉગ્રવાદીઓ, વિચારકો, જોર્જ સોરસ (George Soros) જેવા લોકોને મળે છે.
સંસદીય લોકશાહીમાં હંમેશા શોરબકોર-હંગામો થતો રહેશે: Kiren Rijiju
સંસદીય બજેટ સત્ર (Budget Session) માં હંગામાને લઈને કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂ (Kiren Rijiju) એ કહ્યુ કે સંસદીય લોકશાહી (Democracy) માં હંમેશા શોરશરાબો અને હંગામો થતો રહેશે. દરેક પાર્ટીનો પોતાનો એજન્ડા હોય છે અને તે તેને ગૃહમાં આગળ વધારવાની કોશિશ કરે છે. આ પોતાનામાં કોઈ નિષ્ફળતા નથી. પરંતુ હંગામાની સાથેસાથે આપણે એ કાર્યોને પણ જોવા પડશે જે કરાઈ રહ્યા છે. અમે જ્યારે વિપક્ષમાં હતા, તો અમે લોકસભા અધ્યક્ષ પર કાગળ ફેંક્યા નથી. સત્તાધારી પક્ષ તરફથી બેનર લઈને ગયા નથી અને આ વાતથી હું પરેશાન છું.
#WATCH | "Rahul Gandhi has become the most dangerous person for India’s security. Because he associates with anti-India forces. He meets people abroad and at home, Naxalites, extremists, ideologues, people like George Soros..." says Union Minister of Parliamentary Affairs Kiren… pic.twitter.com/8niJyTrkSy
— ANI (@ANI) February 18, 2026
આ પણ વાંચો: "મારું પૂતળું બાળી ધર્મભ્રષ્ટ કરશે, હું મુસ્લિમ છું": રાહુલ ગાંધી પર બગડયા શકીલ અહમદ
Rahul Gandhi નો વ્યવહાર બેજવાબદાર
કિરેન રિજિજૂએ રાહુલ ગાંધીના વ્યવહારને બાળક જેવો અને બેજવાબદાર ગણાવ્યો છે. તેમણે કહ્યુ છે કે વિરોધ પક્ષના નેતા આખા વિપક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. ગૃહમાંથી નીકળી જવું, લોકોને દેશદ્રોહી કહેવા, ડ્રામા કરવો અને એક અપ્રકાશિત પુસ્તકને વાંચવા પર ભાર મૂકવો, આ બધું બાળક જેવું વર્તન છે.
રિજિજૂ સંસદમાં રાહુલ ગાંધીના જૂના સહયોગી અને હાલ કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટૂ સાતે થયેલા ટકરવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
Rijiju બોલ્યા- વિપક્ષના નેતાની વાતોથી નિરાશા થાય છે
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રીએ એપસ્ટીન ફાઈલ્સ વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીની વાતો પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ છે કે પહેલા, વિચારો કે રાહુલ ગાંધીના સમર્થક આને ગંભીરતાથી કેમ લેતા નથી, તે વગર વિચાર્યે બોલે છે, જો વડાપ્રધાન કોઈને મળ્યા છે, અથવા જો ડોક્યુમેન્ટ્સ છે, તો તેને રજૂ કરો... તે કોઈપણ આધાર વગર વડાપ્રધાનનું નામ જબરદસ્તીથી લઈ રહ્યા છે. આનાથી નિરાશા અને હતાશા થાય છે.
આ પણ વાંચો: "શું રાહુલ ગાંધી ભારત વિભાજનની યોજના બનાવી રહ્યા છે?", લોકસભામાં વિપક્ષના નેતા પર ગંભીર આરોપ


