રાહુલ ગાંધીના ચૂંટણી પંચ પર મત ચોરીના આરોપ પર કિરેન રિજિજુએ કર્યો મોટો દાવો!
- કિરેન રિજિજુએ કર્યો મોટો દાવો
- કોંગ્રેસમાં SIR મામલે આતંરિક વિખવાદ
- રાહુલ ગાંધી વારંવાર બંધારણીય સંસ્થાઓને આપે છે ધમકી
Rahul Gandhi : દેશમાં હાલ બિહાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) મામલે ઘમાસાન ચાલી રહ્યું છે. SIR મુદ્દે વિપક્ષે જોરદાર ચૂંટણી પંચનો વિરોધ કર્યો છે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર મત ચોરી(Vote theft) નો ગંભીર આરોપ લગાવ્યો છે, આ મામલે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ(Kiren Rijiju)એ મોટો દાવો કર્યો છે. રાહુલ ગાંધી (Rahul ghandhi) પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે આ પહેલી વાર નથી જ્યારે કોઈ બંધારણીય સંસ્થાને ધમકી આપવામાં આવી રહી છે. આ લોકશાહીને નબળી પાડવાનું એક મોટું કાવતરું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઘણા કોંગ્રેસ અને વિપક્ષી નેતાઓ આ મુદ્દે રાહુલનો વિરોધ કરી રહ્યા છે. આ SIR મામલે કોંગ્રેસમાં આંતર કલહ જોવા મળે છે.
રાહુલ ગાંધીએ વારંવાર બંધારણીય સંસ્થાઓને ધમકી આપી
કિરેન રિજિજુ (Kiren Rijiju)એ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીએ વારંવાર બંધારણીય સંસ્થાઓને ધમકી આપી છે, પહેલી વાર નહીં. 2014માં જ્યારે મોદીના નેતૃત્વમાં NDA સરકાર બની ત્યારે અમારી સરકાર નહોતી. આ પછી, NDA સિવાય ઘણા રાજ્યોમાં અન્ય પક્ષોની સરકારો બની. જેમાં કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ જીતે છે, ત્યારે બધું બરાબર હોય છે અને જ્યારે તેઓ હારે છે, ત્યારે તેઓ ચૂંટણી પંચને દોષિત ઠેરવે છે. રાહુલ ગાંધી પર આરોપ લગાવતા રિજિજુએ કહ્યું કે લોકશાહીને નબળી પાડવા માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આમાં બંધારણીય સંસ્થાઓ પર વારંવાર હુમલો કરવામાં આવે છે. જ્યારે પણ ન્યાયતંત્રમાં નિર્ણય તેમના પક્ષમાં નથી આવતો, ત્યારે તેઓ કહે છે કે તેમનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ઉઠી ગયો છે.
આ પણ વાંચો -IMD Alert: દિલ્લી સહિત આ રાજ્યોમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
રાહુલ ગાંધી ખૂબ જ SIR મુદ્દાને મોટો કરી રહ્યા છે
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ અને વિપક્ષ હવે રાહુલ ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાયેલા શબ્દોનો આંતરિક રીતે વિરોધ કરી રહ્યા છે અને કેટલાક લોકોએ ખુલ્લેઆમ કહેવાનું પણ શરૂ કરી દીધું છે.રાહુલ ગાંધી ખૂબ જ SIR મુદ્દાને મોટો કરી રહ્યા છે. તેઓ દેશ વિરુદ્ધ જે કામ કરી રહ્યા છે તે દેશની છબીને નુકસાન પહોંચાડી રહ્યું છે. ભવિષ્યમાં તેનાથી દેશને ઘણું નુકસાન થશે. તેથી, ચૂંટણી પંચને દોષ આપવો યોગ્ય નથી.