Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kisan Andolan: ખેડૂતો ફરી શરૂ કરશે 'દિલ્લી ચલો' કૂચ, શંભુ બોર્ડર પર પોલીસ એલર્ટ

Kisan Andolan: લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP પર પાક ખરીદવાની કેન્દ્ર સરકારની ઓફરને નકારી કાઢ્યા પછી, ખેડૂતો આજે 'દિલ્લી ચલો' કૂચ ફરી શરૂ કરવા માટે તૈયાર છે. આ વખતે ખેડૂતો ભારે JCB મશીનો સાથે બોર્ડર પર પોલીસની કિલ્લેબંધી તોડવા...
kisan andolan  ખેડૂતો ફરી શરૂ કરશે  દિલ્લી ચલો  કૂચ  શંભુ બોર્ડર પર પોલીસ એલર્ટ
Advertisement

Kisan Andolan: લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP પર પાક ખરીદવાની કેન્દ્ર સરકારની ઓફરને નકારી કાઢ્યા પછી, ખેડૂતો આજે 'દિલ્લી ચલો' કૂચ ફરી શરૂ કરવા માટે તૈયાર છે. આ વખતે ખેડૂતો ભારે JCB મશીનો સાથે બોર્ડર પર પોલીસની કિલ્લેબંધી તોડવા માટે તૈયાર છે. આને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસ ડીજીપીએ પંજાબ ડીજીપીને પત્ર લખીને શંભુ બોર્ડર અને ખાનોરી બોર્ડર પર પોકલેન મશીનો અને જેસીબી મશીનોને રોકવા અને જપ્ત કરવા કહ્યું છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી

ખેડૂતોની 'દિલ્હી ચલો' માર્ચને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે (POLICE) પણ રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. શહેરની ટિકરી, સિંઘુ અને ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા કંપનીઓએ મંગળવારે મોક ડ્રીલ હાથ ધરી હતી જેથી કોઈપણ સંભવિત પરિસ્થિતિ માટે તેમની તૈયારી સુનિશ્ચિત કરી શકાય છે.

Advertisement

ખેડૂત આગેવાનોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો

પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાનૂની ગેરંટી અંગે કેન્દ્ર સાથે ચાર રાઉન્ડની વાટાઘાટો નિષ્ફળ થયા બાદ વિરોધ કરી રહેલા ખેડૂતો બુધવારે પંજાબ-હરિયાણા સરહદ પર બે સ્થળોએથી તેમની કૂચ ફરી શરૂ કરવા માટે તૈયાર છે. ખેડૂત નેતાઓ સાથેની વાતચીતના ચોથા રાઉન્ડમાં, રવિવારે ત્રણ કેન્દ્રીય પ્રધાનોની સમિતિએ દરખાસ્ત કરી હતી કે ખેડૂતો સાથે કરાર કર્યા પછી, સરકારી એજન્સીઓ પાંચ વર્ષ માટે MSP પર કઠોળ, મકાઈ અને કપાસની ખરીદી કરશે. પરંતુ, ખેડૂત આગેવાનોએ આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો.

Advertisement

ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ કરવાનું શરૂ કર્યું

પંજાબના હજારો ખેડૂતોએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ (Kisan Andolan) કરવાનું શરૂ કર્યું. આ ખેડૂતોને હરિયાણા બોર્ડર પર રોકવામાં આવ્યા હતા, જ્યાં સુરક્ષા જવાનો સાથે તેમની અથડામણ થઈ હતી. ત્યારથી, ખેડૂતો હરિયાણા સાથેની પંજાબની સરહદ પર શંભુ અને ખનૌરી સરહદો પર પડાવ નાખી રહ્યા છે. દરમિયાન તેઓ ભારે મશીનો અને જેસીબી સાથે પોલીસની કિલ્લેબંધી તોડવા માટે પહોંચ્યા છે. તેઓએ તે જેસીબીને પણ ખાસ આર્મર્ડ કર્યા છે.

રાષ્ટ્રીય રાજધાનીથી 200 કિલોમીટરથી વધુ દૂર

દરમિયાન, હરિયાણા પોલીસે (POLICE) મંગળવારે પંજાબ પોલીસને 'દિલ્લી ચલો' કૂચ ફરી શરૂ કરવા જઈ રહેલા પંજાબના ખેડૂતો દ્વારા તેમની સાથે લાવવામાં આવેલા બુલડોઝરને જપ્ત કરવા જણાવ્યું હતું. ખેડૂતો હજુ પણ રાષ્ટ્રીય રાજધાનીથી 200 કિલોમીટરથી વધુ દૂર છે, પરંતુ દિલ્હી પોલીસે (POLICE) મંગળવારે એક કવાયત હાથ ધરી હતી જેથી તેઓ રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મૂકવામાં આવેલા અવરોધોને પાર ન કરે.

આ પણ વાંચો - Assam : ‘કોંગ્રેસ માટે આટલી સીટો જીતવી મુશ્કેલ’, હિમંતાએ 2024 માટે કરી મોટી ભવિષ્યવાણી…

Tags :
Advertisement

.

×