ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kolkata case : ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ, SIT ને સોંપાઈ તપાસ

બંગાળમાં ગેંગરેપની ઘટનામાં મમતા સરકાર વિરોધ ન્યાયિક તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન પોલીસ અને BJP કાર્યકરો  વચ્ચે  બબાલ Kolkata case: પશ્ચિમ બંગાળમાં ગેંગરેપની ઘટનામાં મમતા સરકાર સામે દેખાવો ચાલુ થયા છે. દક્ષિણ કોલકાતા લો કોલેજમાં ( Kolkata law college)એક...
07:42 PM Jun 28, 2025 IST | Hiren Dave
બંગાળમાં ગેંગરેપની ઘટનામાં મમતા સરકાર વિરોધ ન્યાયિક તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન પોલીસ અને BJP કાર્યકરો  વચ્ચે  બબાલ Kolkata case: પશ્ચિમ બંગાળમાં ગેંગરેપની ઘટનામાં મમતા સરકાર સામે દેખાવો ચાલુ થયા છે. દક્ષિણ કોલકાતા લો કોલેજમાં ( Kolkata law college)એક...
SIT

Kolkata case: પશ્ચિમ બંગાળમાં ગેંગરેપની ઘટનામાં મમતા સરકાર સામે દેખાવો ચાલુ થયા છે. દક્ષિણ કોલકાતા લો કોલેજમાં ( Kolkata law college)એક વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપના વિરોધે રાજકીય રંગ પકડ્યો છે. શનિવારે કોલકાતાના રસ્તાઓ પર કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ અને ભારતીય જનતા પાર્ટીએ મમતા સરકાર અને પોલીસ વહીવટી તંત્ર સામે દેખાવો કરતા રાજકીય મોરચો ખોલ્યો હતો. બંને પક્ષોએ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ પોલીસે તપાસ વધુ તીવ્ર બનાવતા એસીપી પ્રદીપ ઘોષાલન અધ્યક્ષતામાં 5 સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે.

કસ્બા પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું

પ્રદર્શનકારીઓનું કહેવું છે કે બંગાળમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ સતત બગડી રહી છે. કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદના સમર્થકોએ કોલકાતાના કસ્બા પોલીસ સ્ટેશન સામે પ્રદર્શન કર્યું હતું. તેમણે ન્યાયિક તપાસની માંગ કરતા આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર આ ગેંગરેપના ગંભીર ગુનાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ અને ભાજપના કાર્યકરો વચ્ચે બબાલ

કોલકાતામાં લો કોલેજ વિદ્યાર્થિની ગેંગરેપ મામલે BJP દ્વારા પણ શનિવારે આ મુદ્દે રસ્તે ઉતર્યા હતા. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ ગારિયાહાટ સ્ક્વેર પર જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન બપોરે 12 વાગ્યાની આસપાસ શરૂ થયું હતું અને થોડી જ વારમાં ગારિયાહાટનો મુખ્ય ચોક ઠપ્પ થયો હતો. ભાજપ કાર્યકરોએ ટાઉન પોલીસ સ્ટેશન સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

તપાસ માટે SIT ની રચના

દરમિયાન, કોલકાતા પોલીસે આ ગંભીર મામલાની તપાસ માટે પાંચ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ SSD પ્રદીપ ઘોષાલ SIT નું નેતૃત્વ કરી રહ્યા છે. SIT ને શક્ય તેટલી વહેલી તકે મામલાના તળિયે જવા અને આરોપીઓ સામે નક્કર પુરાવા એકત્રિત કરવા સૂચના આપવામાં આવી છે.કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની પર બળાત્કારની ઘટના હવે માત્ર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી રહી, પરંતુ તેનો રાજકીય રંગ પણ વધુ ઘેરો બની રહ્યો છે. એક તરફ તપાસ એજન્સીઓ અને ફોરેન્સિક ટીમ પુરાવા એકત્રિત કરવામાં વ્યસ્ત છે, તો બીજી તરફ રાજકીય પક્ષો આ ઘટના અંગે રાજ્ય સરકારની ભૂમિકા પર સવાલો ઉઠાવી રહ્યા છે. આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આ મામલો જોર પકડી રહ્યો છે.

Tags :
Kolkata gangrape caseKolkata law college student gang rape caseSIT
Next Article