Kolkata Case પીડિતાએ ફરિયાદમાં કહ્યું, 'મને જબરદસ્તી પકડીને હોકી સ્ટીકથી..!
- કોલકાતા લો કોલેજમાં સામુહિક દુષ્કર્મ મામલો
- પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ
- પિડીતાએ પોલીસને આપવીતી સાંભળવી
Kolkata Case: કસ્બા વિસ્તારની લો કોલેજ (Kasba Law College) ની એક વિદ્યાર્થીની સામુહિક દુષ્કર્મનો ભોગ બની છે.પોલીસે આ ઘટનામાં આરોપી દરિંદાઓ એવા ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ ઘટના 25 જૂનની સાંજે 7.30 વાગ્યાથી 10.50ની વચ્ચે બની હતી.
પિડીતાએ કરેલી ફરિયાદમાં શું કહ્યું
પિડીતાએ કરેલી ફરિયાદ પ્રમાણે આ ઘટનામાં મુખ્ય આરોપી મોનોજીત મિશ્રા છે. તે કોલેજનો ભૂતપુર્વ વિદ્યાર્થી છે અને તૃણમૂળ કોંગ્રેસ વિદ્યાર્થી પરિષદ યુનિટનો અધ્યક્ષ રહી ચૂક્યો છે. આ સિવાય એફઆીઆરમાં બે બીજા આરોપીઓના નામ પણ નોંધવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Kolkata : લો કોલેજની વિદ્યાર્થીની સામુહિક દુષ્કર્મનો ભોગ બની, પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા
મુખ્ય આરોપીએ કર્યું હતું લગ્નનું દબાણ
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે મુખ્ય આરોપી મોનોજીત મિશ્રાએ તેને લગ્ન કરવા દબાણ કર્યું હતું. જ્યારે પીડિતાએ તેને કહ્યું કે તેનો બોયફ્રેન્ડ છે, ત્યારે આરોપીએ તેને નુકસાન પહોંચાડવાની અને તેના માતાપિતાને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આરોપીએ તેના બોયફ્રેન્ડને રુમમાં બંધ કરી દીધો હતો.
આ પણ વાંચો -લો બોલો! MP ના મુખ્યમંત્રીના કાફલાની 19 ગાડીઓ રસ્તા વચ્ચે અચાનક બંધ, કારણ ચોંકાવી દેશે
પિડીતાની આપવીતી
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી તેને શારિરીક સબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો. તેણે ના પાડી અને તેને જોરથી ધક્કો મારી દીધો. હું રડવા લાગી અને તેને જવા દેવા માટે કહ્યું. મેં કહ્યું મારો એક બોયફ્રેન્ડ છે અને હું તેને બોવ પ્રેમ કરુ છું. પણ તેણે મારુ એક પણ ન સાંભળ્યું.
તેમને મને હોસ્પિટલ લઈ જવા કહ્યું
પીડિતાએ કહ્યું, "મેં મને જવા દેવા માટે તેમના પગ પકડી રાખ્યા, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. મને ગભરાટ થવા લાગ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મેં તેમને મને હોસ્પિટલ લઈ જવા કહ્યું, પરંતુ તેઓએ મારી વાત સાંભળી નહીં. તેઓ મને બળજબરીથી ગાર્ડ રૂમમાં લઈ ગયા અને મારા પર સામૂહિક બળાત્કાર કર્યો.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, "આરોપીઓએ આખી ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. તેણે મને ધમકી આપી હતી કે જો હું બહાર જઈને કંઈ કરીશ તો તે આ વીડિયો બધાને બતાવશે."જ્યારે હું રુમમાંથી બહાર નિકળવાનો પ્રયત્ન કરતી હતી તો તેમણે મને હોકી સ્ટીકથી મારવાની કોશિશ કરી. મને ન્યાય જોઈએ છે.