Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મમતા બેનર્જીના ખાસ અધિકારી DCP શાંતનુ સિંહા બિશ્વાસની EDએ કરી ધરપકડ

કોલકાતા પોલીસના એક ઉચ્ચ અધિકારીની ધરપકડે આખા દેશમાં ચર્ચા જગાવી છે. કરોડો રૂપિયાના ખંડણી રેકેટમાં સંડોવાયેલા DCP શાંતનુ સિંહા બિશ્વાસ આખરે ED ના સકંજામાં આવી ગયા છે. ગુનેગારો અને ઉદ્યોગપતિઓ સાથેના તેમના રહસ્યમય સંબંધો અને કરોડોના વ્યવહારોના પુરાવાએ એજન્સીને કડક કાર્યવાહી કરવા મજબૂર કરી. આ સંગઠિત ગુનાખોરીની જાળ ક્યાં સુધી ફેલાયેલી છે?
મમતા બેનર્જીના ખાસ અધિકારી dcp શાંતનુ સિંહા બિશ્વાસની edએ કરી ધરપકડ
Advertisement
  • ED એ DCP શાંતનુ સિંહા બિશ્વાસની કરી ધરપકડ (Kolkata DCP Arrested by ED)
  • સંગઠિત ગુનાખોરી અને ખંડણી રેકેટમાં સંડોવણીનો આરોપ
  • ગુનેગાર સોના પપ્પુ અને જય કામદાર સાથેના કનેક્શન ખુલ્યા
  • પૂછપરછમાં અસહકાર આપ્યા બાદ એજન્સીએ લીધું એક્શન

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા  છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક સંગઠિત ખંડણી રેકેટ (Extortion Racket) ના સંબંધમાં કોલકાતાના ડેપ્યુટી પોલીસ કમિશનર (Deputy Commissioner of Police) શાંતનુ સિંહા બિશ્વાસની (Shantanu Sinha Biswas) ધરપકડ કરી છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Kolkata DCP Arrested by ED : લુકઆઉટ નોટિસ બાદ હાજર થયા અને જેલ ભેગા થયા

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ડીસીપી શાંતનુ સિંહા બિશ્વાસ (DCP Shantanu Sinha Biswas) વિરુદ્ધ અગાઉ લુકઆઉટ નોટિસ (Lookout Notice) જારી કરવામાં આવી હતી. આ નોટિસના દબાણ હેઠળ તેઓ પૂછપરછ માટે ED સમક્ષ હાજર થયા હતા. જોકે, કલાકો સુધી ચાલેલી પૂછપરછ દરમિયાન તેમણે તપાસમાં સહયોગ આપ્યો નહોતો અને મહત્વપૂર્ણ તથ્યો છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. એજન્સીના મતે, અધિકારીના જવાબો સંતોષકારક ન હોવાથી પુરાવાઓના વિશ્લેષણ માટે તેમની ધરપકડ અનિવાર્ય બની હતી.

Advertisement

Advertisement

ખંડણી અને સંગઠિત ગુનાખોરીનું કનેક્શન

આ સમગ્ર કેસ એક મોટા ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલો છે. તપાસમાં કુખ્યાત ગુનેગાર સોના પપ્પુ (Sona Pappu) અને જાણીતા ઉદ્યોગપતિ જય કામદાર (Jay Kamdar) ના નામો પણ સામે આવ્યા છે. ED ને આશંકા છે કે આ નેટવર્કે અનેક પ્રભાવશાળી વ્યક્તિઓની મદદથી કરોડો રૂપિયાની ગેરકાયદે ઉઘરાણી કરી છે અને તે નાણાંનું લોન્ડરિંગ (Money Laundering) કર્યું છે. તપાસનો વ્યાપ હવે અન્ય ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓ સુધી પહોંચવાની શક્યતા છે.

રાજકીય નિકટતા પડી રહી છે ભારે

ધરપકડ કરાયેલ અધિકારી શાંતનુ સિંહા બિશ્વાસના તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress ) ના ટોચના નેતૃત્વ અને ખાસ કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee) સાથેના ગાઢ સંબંધોની ચર્ચા અગાઉ પણ થઈ ચૂકી છે. ભૂતકાળમાં અનેક વિવાદોમાં ઘેરાયેલા હોવા છતાં તેઓ બચતા રહ્યા હતા, પરંતુ રાજ્યમાં બદલાયેલા રાજકીય સમીકરણો અને ED ની સક્રિયતા બાદ તેમની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે.

આ પણ વાંચો:  દિલ્હી સરકારનો ઐતિહાસિક નિર્ણય, હવે અઠવાડિયામાં 2 દિવસ 'વર્ક ફ્રોમ હોમ'

Tags :
Advertisement

.

×