કૃષિ ભવનમાંથી હટાવાશે 100 વર્ષ જૂની કદીમી મસ્જિદ? નવા ટેન્ડરથી વધી વક્ફ બોર્ડની ચિંતા
. CPWD ના નવા ટેન્ડર બાદ કદીમી મસ્જિદ હટાવવાની આશંકા વધી
. વક્ફે કહ્યું, સરકારી ઈમારત કરતા પણ જૂની છે કદીમી મસ્જિદ
. દિલ્હી કૃષિ ભવનના પરિસરમાં આવેલી કદીમી મસ્જિદ 100 વર્ષથી વધુ જૂની
Krishi Bhavan Kadimi Moshque: સેન્ટ્રલ વિસ્ટા પુનર્વિકાસ પરિયોજના હેઠળ નવી દિલ્હીના કૃષિ ભવન પરિસરમાં આવેલી 100 વર્ષથી વધુ જૂની કદીમી મસ્જિદના અસ્તિત્વ પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા દિલ્હી વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરીને કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ટેન્ડર બાદ મસ્જિદને હટાવવાની આશંકા વધી ગઈ છે. જો કે કેન્દ્ર સરકારે ભૂતકાળમાં મસ્જિદને સુરક્ષિત રાખવાનો ભરોસો આપ્યો હતો.
2024માં દિલ્હી હાઈકોર્ટે વક્ફ બોર્ડની અરજી એ કહેતા નામંજૂર કરી હતી કે બોર્ડ ત્યારે ફરીથી કોર્ટ આવી શકે છે જ્યારે સેન્ટ્રલ વિસ્ટા યોજનામાં પોતાની મિલ્કત પર ખતરો મહેસૂસ થાય.
અરજીમાં કૃષિભવનની મસ્જિદ સહીતના 6 ધાર્મિક સ્થાનોની સુરક્ષા આપવાની માગણી કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન 1 ડિસેમ્બર, 20231ના રોજ સરકાર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટને આશ્વસ્ત કરી હતી કે આ ધાર્મિક સ્થાનો સાથે કંઈ થઈ રહ્યું નથી અને સરકાર હજી ત્યાં સુધી પહોંચી નથી.
પરંતુ હવે સ્થિતિ બદલાતી દેખાઈ રહી છે. અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, 19 જાન્યુઆરી, 2026ના રોજ CPWD દ્વારા કૃષિ ભવન અને શાસ્ત્રી ભવનના પુનર્વિકાસ માટે જાહેર કરવામાં આવેલા ટેન્ડર દસ્તાવેજોમાં મસ્જિદને હટાવનારી સંરચનાઓની યાદીમાં સ્પષ્ટપણે સામેલ કરવામાં આવી નથી. તેમ છતાં ટેન્ડર સાથે સંલગ્ન વિસ્તૃત ડ્રોઈંગ્સમાં મસ્જિદને નવા પ્રસ્તાવિત ભવનના નક્શામાં તેના મૂળ સ્થાન પર દેખાડવામાં આવી નથી.
આ પણ વાંચો: દિલ્હી તુર્કમાન ગેટ વિવાદમાં SPના સાંસદ નદવીની થશે પૂછપરછ, ભીડની ઉશ્કેરણીનો આરોપ
વક્ફ બોર્ડ અને ઈમામનો પક્ષ
કદીમી મસ્જિદ કૃષિ ભવનના ખુલ્લા પ્રાંગણમાં આવેલી છે. તે મુખ્યત્વે કેન્દ્રીય સરકારી કર્મચારીઓ દ્વારા નમાજ અદા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જો કે તે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) હેઠળ એક સંરક્ષિત સ્મારક નથી, પરંતુ તે 1970ના દિલ્હી પ્રશાસનના રાજપત્રમાં પ્રકાશિત વક્ફ સંપત્તિઓની યાદીમાં નોંધાયેલ છે.
વક્ફ બોર્ડે કોર્ટને જણાવ્યું કે આ મસ્જિદ સરકારી ઈમારતથી પણ જૂની છે. બોર્ડના પૂર્વ અધ્યક્ષ અમાનતુલ્લા ખાને કહ્યુ છે કે સરકારે કોર્ટમાં કહ્યું હતું કે મસ્જિદોને પ્રભાવિત નહીં કરવામાં આવે. જો હવે તે આને ધ્વસ્ત કરવા જઈ રહી છે, તો આ ખોટું છે.
CPWD એ કૃષિ ભવન અને શાસ્ત્રીભવનના સ્થાન પર કોમન સેન્ટ્રલ સેક્રેટરિએટ (CCS)ની ઈમારતો 4 અને 5ના નિર્માણ માટે 19 જાન્યુઆરીનું ટેન્ડર જાહેર કર્યું હતું. આ ટેન્ડરમાં બોલી લગાવવાની આખરી તારીખ 13 ફેબ્રુઆરી છે. CCS 4 અને 5 યોજનાની મંજૂરીની પડતર 3,006.07 કરોડ રૂપિયા અને તેને 24 માસમાં પૂર્ણ કરવામાં આવશે.
આની સાથે જ સેન્ટ્રલ વિસ્ટા યોજના હેઠળ ઉપરાષ્ટ્રપતિના પૂર્વ સત્તાવાર નિવાસ પરિસરમાં આવેલી એક મસ્જિદ અને એક મંદિરને પહેલા જ હટાવાયા છે.
આ પણ વાંચો: Chomu Violence: જયપુરના ચૌમૂં ખાતે ઘર્ષણમાં 6 પોલીસકર્મીઓ ઘાયલ, 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ


