Unnao rape case : કુલદીપ સેંગરને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો, હાઈકોર્ટનો સજા સ્થગિત કરવાનો આદેશ રદ
- સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટનો સજા સ્થગિત કરવાનો આદેશ રદ કર્યો (Unnao rape case )
- MLA 'જાહેર સેવક' નથી તેવા હાઈકોર્ટના તર્ક પર કોર્ટે વ્યક્ત કરી ચિંતા
- POCSO એક્ટ હેઠળના કાનૂની અર્થઘટનને સુપ્રીમ કોર્ટે 'હાયપર-ટેકનિકલ' ગણાવ્યું
- દિલ્હી હાઈકોર્ટને બે મહિનામાં અપીલ પર સુનાવણી પૂર્ણ કરવા અપાયો આદેશ
ઉન્નાવ દુષ્કર્મ કેસ (Unnao Rape Case) ના દોષિત અને પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર (Kuldeep Singh Sengar) ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court) ના આદેશને રદ કરી દીધો છે, જેમાં સેંગરની આજીવન કેદની સજા પર સ્ટે મૂકવામાં આવ્યો હતો. આ નિર્ણય સાથે જ સેંગરની મુક્તિની આશાઓ પર હાલમાં પાણી ફરી વળ્યું છે.
Unnao rape case : શું ધારાસભ્ય પબ્લિક સર્વન્ટ નથી? સુપ્રીમ કોર્ટનો સવાલ
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના ન્યાયાધીશ જોયમલ્યા બાગચી (Justice Joymalya Bagchi) એ દિલ્હી હાઈકોર્ટના તે અર્થઘટન પર સખત વાંધો ઉઠાવ્યો હતો જેમાં કહેવાયું હતું કે ધારાસભ્યને POCSO એક્ટ (POCSO Act) હેઠળ 'જાહેર સેવક' (Public Servant) ગણી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આ તર્કને 'હાયપર-ટેકનિકલ' ગણાવ્યો હતો. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ હાલ મુખ્ય અપીલના ગુણદોષ પર કોઈ આખરી અભિપ્રાય આપી રહ્યા નથી.
Supreme Court sets aside Delhi High Court order, which had suspended the life sentence of former MLA Kuldeep Singh Sengar in the 2017 Unnao rape case. Earlier, Supreme Court had stayed the order on an appeal filed by the CBI in the matter.
A bench of CJI Surya Kant and Justice… pic.twitter.com/Z4ztyETP3U
— ANI (@ANI) May 15, 2026
બે મહિનામાં સુનાવણી પૂર્ણ કરવા આદેશ
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત (Chief Justice Surya Kant) ની આગેવાની હેઠળની બેન્ચે નિર્દેશ આપ્યો છે કે દિલ્હી હાઈકોર્ટે આગામી બે મહિનામાં આ કેસની મુખ્ય અપીલ પર સુનાવણી પૂર્ણ કરવી જોઈએ. જો નિર્ધારિત સમયમાં સુનાવણી પૂરી નહીં થાય, તો હાઈકોર્ટે સેંગરની સજા સ્થગિત કરવાની અરજી પર નવેસરથી વિચારણા કરવી પડશે.
શું હતો સમગ્ર ઉન્નાવ કાંડ?
આ ઘટના જૂન 2017ની છે, જ્યારે એક સગીરાને નોકરીની લાલચ આપી કુલદીપ સેંગરના ઘરે લઈ જવામાં આવી હતી, જ્યાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ કેસે ત્યારે રાષ્ટ્રીય સ્તરે ચકચાર મચાવી જ્યારે પીડિતાએ એપ્રિલ 2018માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી (UP CM Yogi Adityanath) ના નિવાસસ્થાન બહાર આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ કેસની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપવામાં આવી હતી.વર્ષ 2019માં રાયબરેલીમાં પીડિતાની કારને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં તેના બે સંબંધીઓના મોત થયા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલાની ગંભીરતા જોઈ તમામ કેસો દિલ્હી ટ્રાન્સફર કર્યા હતા. અંતે 2019માં સેંગરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો: મધ્યપ્રદેશ : હાઇકોર્ટનો ઐતિહાસિક નિર્ણય! ધારની Bhojshala ને મંદિર જાહેર કરાઈ, હિન્દુ પક્ષની મોટી જીત


