જે લંગડાએ દેશમાં સેંકડો બળાત્કાર કર્યા તેનું નામ તમે બાળકને આપ્યું, કરીના-સૈફ પર કુમાર વિશ્વાસ ભડક્યા
નવી દિલ્હી : કુમાર વિશ્વાસે કહ્યું કે, જે લંગડા વ્યક્તિએ હિન્દુસ્તાનમાં આવીને માતા-પુત્રીઓ સાથે બળાત્કાર કર્યો, તે જ લફંગા વ્યક્તિનું નામ પરથી બાળકનું નામ રાખ્યુ. તેને હીરો બનાવશો તો ખલનાયક પણ નહીં બનવા દઇએ.
લોકપ્રિય કવિ કુમાર વિશ્વાસે એકવાર ફરી નવો વિવાદ પેદાકરી દીધો છે. એક કાર્યક્રમમાં મંચ પર કુમાર વિશ્વાસે બાળકનું નામ તૈમુર રાખવા અંગે સૈફ અલી ખાન અને કરીના કપુર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, એટલા નામ છે, કંઇ પણ રાખી દીધું હોત પરંતુ જે લંગડાએ બહારથી આવીને હિન્દુસ્તાનમાં મા-પુત્રીઓ સાથે બળાત્કાર કર્યો, તે લફંગાના નામ પરથી બાળકનું નામ રાખવા માટે મળ્યું? તેના પહેલા પણ કુમાર વિશ્વાસ બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાનું નામ લીધા વગર જ નિશાન સાધી ચુક્યા છે. જેના પર હાલ ઘણો વિવાદ થઇ રહ્યો છે.
યુપીના મુરાદાબાદમાં કાર્યક્રમ કરતા કુમાર વિશ્વાસે નામ લીધા વગર જ કરીના અને સૈફ અલી ખાન પર હુમલો કર્યો. કુમારે કહ્યું કે, માયાનગરીમાં બેઠેલા લોકોને સમજવું પડશે કે દેશ શું ઇચ્છે છે. આ ચાલશે નહીં કે લોકપ્રિયતા, પૈસા હશે તો તેનું નામ બહારના કોઇ આક્રમણકારી આક્રાંતા પર રાખી દઇશું. આ નહીં ચાલે. આટલા બધા નામ છે કોઇ પણ રાખી લીધું હોત. રિઝવાન, ઉસ્માન કે કંઇ પણ શું તમને એક જ નામ મળ્યું?
View this post on Instagram
કુમાર વિશ્વાસે કહ્યું કે, જે લંગડા વ્યક્તિ (આક્રમણકારી તૈમૂર)એ હિન્દુસ્તાનમાં આવીને માં-દિકરીઓ સાથે બળાત્કાર કર્યો, તે જ લફંગાનું નામ મળ્યું તમને આ બાળક માટે ? હવે તમે તેનો હીરો બનાવશો તો અમે તેને ખલનાયક પણ નહીં બનવા દઇએ, ધ્યાન રાખજો. ભારત જાગેલું છે આ નવું ભારત છે. ભલે કુમાર વિશ્વાસે સૈફ કરીના કે તૈમુરનુંનામ નથી લીધું પરંતુ તેમના નિવેદન પરથી તે સ્પષ્ટ થાય છે કે તેઓ કોનો ઉલ્લેખ કરી રહ્યા છે. સૈફ અને કરીનાએ જ્યારે તૈમુરનું નામ રાખ્યું તે સમયે પણ ઘણો વિવાદ થયો હતો. અનેક લોકોએ સવાલ ઉઠાવ્યા હતા.
આ ઉપરાંત કુમાર વિશ્વાસે સંભલ મામલે પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે, કોણે શિખવ્યું હતું કે મંદિર તોડો અને મસ્જિદ બનાવો. કટાક્ષ કરતા કહ્યું કે, મસ્જિદે તમે બનાવી મંદિરો તોડીને... શું મસ્જિદો બની નહોતી શક્તિ મંદિર છોડીને... કુમાર વિશ્વાસે કહ્યું કે, 75 વર્ષ બાદ હવે દેશ જાગી ચુક્યો છે. હવે તે નહીં સુવે, પછી કોઇની પણ સરકાર આવે. સનાતનના હિમાયતી હોવા અંગે મળી રહેલી ધમકીઓ અંગે કુમાર વિશ્વાસે તાલ ઠોકીને કહ્યું કે, તેમને પદ પ્રતિષ્ઠા અને રાજકારણના હોદ્દાઓ ક્યારેય મંજુર નહીં હોય.


