Mahakumbh Stampede : મહાકુંભમાં થયેલ ભાગદોડ મુદ્દે ઉત્તર પ્રદેશ હાઈકોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢી
- Mahakumbh Stampede માં શ્રદ્ધાળુઓના મૃતાંકમાં અસમંજસ
- અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારની ઝાટકણી કાઢી
- Akhilesh Yadav એ પણ ભાજપ સરકારની કાર્યપદ્ધતિ પર સવાલો કર્યા
Mahakumbh Stampede : મહાકુંભમાં થયેલ ભાગદોડમાં શ્રદ્ધાળુઓના મોત મામલે ઉત્તર પ્રદેશ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. પહેલા અખિલેશ યાદવ (Akhilesh Yadav) એ યોગી સરકાર પર શ્રદ્ધાળુઓના મોત મામલે આકરા વાકપ્રહાર કર્યા હતા. હવે અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) એ પણ યોગી આદિત્યનાથની સરકારને તીખા અને સણસણતા પ્રશ્નો પુછ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે મહાકુંભમાં થયેલ ભાગદોડમાં કુલ 37 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં 82 લોકો મૃત્યુ હોવાનું જણાવાયું હતું.
મૃતક શ્રદ્ધાળુઓની સંખ્યા 37 કે 82 ?
યોગી સરકારે કહ્યું હતું કે, મહાકુંભમાં થયેલ ભાગદોડમાં 37 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા હતા. હવે એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાગદોડમાં ઓછામાં ઓછા 82 લોકો મૃત્યુ પામ્યા હતા. આ રિપોર્ટ સોશિયલ મીડિયા પર શેર કરીને સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે યોગી સરકાર (Yogi Govt.) પર આકરા વાકપ્રહાર કર્યા હતા. હવે અલ્હાબાદ હાઈકોર્ટે પણ યોગી સરકારને ઘણી ઠપકો આપ્યો છે. હકીકતમાં રાજ્ય સરકાર અને વહીવટીતંત્રે ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને વળતર આપવાનું વચન આપ્યું હતું પરંતુ એવા દાવાઓ છે કે તેમને અત્યાર સુધી આ વળતર આપવામાં આવ્યું નથી.
ઉદય પ્રતાપ સિંહે કરી હતી અરજી
અલ્હાબાદ હાઈકોર્ટમાં ઉદય પ્રતાપ સિંહ નામના વ્યક્તિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમના પત્ની સુનૈના દેવીનું કુંભમાં થયેલી ભાગદોડમાં ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું. સુનૈના દેવી 52 વર્ષથી થોડી વધુ ઉંમરના હતા. અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ સૌમિત્ર દયાલ સિંહ અને ન્યાયાધીશ સંદીપ જૈનની બેન્ચ દ્વારા આ કેસમની સુનાવણી કરવામાં આવી હતી. હાઈકોર્ટે સરકારને કુંભમાં થયેલી ભાગદોડ પર 3 તીખા અને સણસણતા સવાલો કર્યા છે.
મૃતકોના પરિવારજનોને વળતર કેમ ચૂકવાયું નથી ?
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, જ્યારે સરકારે મૃતકોના પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી હતી, ત્યારે સરકારે વળતર આપવું જોઈતું હતું. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે. આવા કિસ્સાઓમાં નાગરિકો દોષિત નથી. 28 અને 29 જાન્યુઆરીની રાત્રે પ્રયાગરાજમાં ભાગદોડ થઈ હતી. જેમાં સરકારે સ્વીકાર્યુ હતું કે 37 લોકો મૃત્યુ પામ્યા હતા. સરકારે મૃતકોને સત્વરે વળતર ચૂકવવું જોઈએ.
આ પણ વાંચોઃ Delhi : દ્વારકામાં ફલેટના 6ઠ્ઠા માળે લાગી વિકરાળ આગ, ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
મહાકુંભ ભાગદોડના પીડિતો મુદ્દે સોગંદનામું દાખલ કરો
યોગી સરકાર પર આકરાપાણીએ થયેલ અલ્હાબાદ હાઈકોર્ટે ઘાયલોની સારવાર કરનારા તમામ ડોકટરો વિશે પણ માહિતી માંગી છે. જો કોર્ટના આ રીતે હસ્તક્ષેપ પછી ડોકટરો અને વહીવટ વિશે વધુ વિગતવાર માહિતી બહાર આવશે, તો મૃતકો અને ઘાયલો વિશે વધુ માહિતી પ્રકાશમાં આવશે.
રોકડમાં વળતર ચૂકવવાનો ઓર્ડર કોણે આપ્યો ?
આ કેસમાં અરજદારે કહ્યું કે, ન તો મારી પત્નીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ન તો અમારા પરિવારને જાણ કરવામાં આવી હતી કે મહિલાને ક્યારે અને કઈ સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કોર્ટે આને સરકારી સંસ્થાઓની ગંભીર ભૂલ ગણાવી. હવે આ બધી બાબતોને જોતા, અખિલેશ યાદવે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે ભાજપના લોકો કોઈના મૃત્યુ વિશે ખોટું બોલી શકે છે તેથી આવા લોકો પર વિશ્વાસ કરવામાં આવશે નહીં. અખિલેશે એમ પણ પૂછ્યું છે કે જો કોઈને વળતર આપવામાં આવ્યું હોય તો તે રોકડમાં કેમ આપવામાં આવ્યું, રોકડનો ઓર્ડર ક્યાંથી આવ્યો ?
STORY | Akhilesh cites media report, says UP govt lied about Maha Kumbh stampede toll
READ: https://t.co/FG2av1xFx6 pic.twitter.com/DKfrepylg9
— Press Trust of India (@PTI_News) June 10, 2025
આ પણ વાંચોઃ Indore Couple Case : સોનમ રઘુવંશીની ચેટથી થયો ચોંકાવનારો ખુલાસો