IRCTC કૌભાંડ: લાલુ, રાબડી, તેજસ્વી યાદવ સામે કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે આરોપ ઘડ્યા
- વિધાનસભા ચૂંટણી ટાણે લાલુ પરિવારને મોટો ઝટકો (Lalu Yadav IRCTC scam)
- IRCTC, લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટે આરોપ ઘડ્યા
- લાલુ સહિત 14 લોકો સામે આરોપો ઘડવામાં આવ્યા
- કોર્ટે કહ્યું કૌભાંડથી લાલુ યાદવ પરિવારને ફાયદો થયો
- લાલુ યાદવે કહ્યું તમામ આરોપ ખોટા, કેસ લડીશું
Lalu Yadav IRCTC scam : બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં, રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ કેસમાં પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (PC Act) ની સંબંધિત કલમો હેઠળ આરોપો નક્કી (Charges Framed) કર્યા છે.
લાલુ યાદવની પત્ની અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સામે પણ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આરોપો નક્કી કરવામાં આવ્યા છે.
શું છે આખો મામલો? (Lalu Yadav IRCTC scam)
આ કેસ રેલ મંત્રી તરીકે લાલુ યાદવના કાર્યકાળ (2004 થી 2009) દરમિયાન રાંચી અને પુરી સ્થિત બે IRCTC હોટલોના જાળવણી (Maintenance)ના ટેન્ડર ફાળવવામાં થયેલા કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. આ કેસમાં કુલ 14 આરોપીઓ છે. મુખ્ય આરોપ છે કે, આ બે હોટલોના જાળવણીના કોન્ટ્રાક્ટ વિજય અને વિનય કોચરની ખાનગી ફર્મ 'સુજાતા હોટેલ્સ'ને આપવામાં આવ્યા હતા.
આરોપીઓએ ટ્રાયલનો સામનો કરવાની વાત કરી
વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગનેએ 24 સપ્ટેમ્બરના રોજ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત અન્ય આરોપીઓને કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે ત્રણેય મુખ્ય આરોપીઓને પૂછ્યું કે શું તેઓ પોતાનો ગુનો કબૂલ કરે છે કે પછી કેસનો સામનો કરશે. જવાબમાં, ત્રણેય આરોપીઓએ પોતાને નિર્દોષ ગણાવીને કેસનો સામનો કરવાની અને તેને કોર્ટમાં પડકારવાની વાત કરી. બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી કોર્ટનો આ નિર્ણય રાજકીય રીતે ઘણો મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : બિહાર ચૂંટણી માટે NDA એ બેઠક વહેંચણીની કરી જાહેરાત, BJP-JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે