Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lalu Yadavની તબિયત ગંભીર...ડોકટર્સે આપી દિલ્હી લઈ જવાની સલાહ

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનું બ્લડ સુગર વધી જવાથી તેમનું આરોગ્ય કથળી ગયું છે. પટનાના ડોક્ટરોએ તેમને દિલ્હી લઈ જવાની સલાહ આપી છે. વાંચો વિગતવાર
lalu yadavની તબિયત ગંભીર   ડોકટર્સે આપી દિલ્હી લઈ જવાની સલાહ
Advertisement
  • લાલુ પ્રસાદ યાદવની તબિયત બ્લડ સુગર વધવાને કારણે લથડી થઈ ગઈ
  • ડોકટર્સની સલાહ અનુસાર ટૂંક સમયમાં તેમણે દિલ્હી લઈ જવાશે
  • લાલુ યાદવના પરિવાર, સમર્થકો અને પાર્ટી કાર્યકરોમાં ચિંતાનો માહોલ

Patna: RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના આરોગ્ય ગંભીર રીતે કથળી જતા તેમને પટનાના ડોકટર્સે દિલ્હી જવાની સલાહ આપી છે. અત્યારે લાલુ પ્રસાદ યાદવને બ્લડ સુગરની બિમારી પરેશાન કરી રહી હોવાની માહિતી સામે આવી છે. જો કે Lalu Yadavનું 2022માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેમની નાની પુત્રી રોહિણી આચાર્યએ લાલુ પ્રસાદને કિડનીનું દાન કર્યુ હતું.

ટૂંક સમયમાં દિલ્હી લઈ જવાશે

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત બ્લડ સુગર વધવાને કારણે લથડી થઈ ગઈ છે. જેના કારણે ડોક્ટરોએ તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી જવાની સલાહ આપી છે. એવી શક્યતા છે કે તેમને ટૂંક સમયમાં દિલ્હી લઈ જવાશે. તેમના સ્વાસ્થ્યને લઈને તેમના પરિવાર, સમર્થકો અને પાર્ટી કાર્યકરોમાં ચિંતાનો માહોલ છે. Lalu Yadav છેલ્લા બે દિવસથી બ્લડ સુગર વધવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હતા. બુધવારે સવારે તેમની તબિયત વધુ બગડી, ત્યારબાદ પટના સ્થિત રાબરી નિવાસસ્થાને ડોક્ટરોની એક ટીમ તેમનું નિરીક્ષણ કરી રહી છે. ડોક્ટરોના મતે, તેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેમને ટૂંક સમયમાં દિલ્હી મોકલવામાં આવી શકે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચોઃ  Pakistan એ ફરી યુદ્ધવિરામનો ભંગ કર્યો, ઘાટીમાં ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

લાલુ યાદવ પર થઈ છે અનેક સર્જરીઓ

લાલુ પ્રસાદ યાદવનું 2022માં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. જેમાં તેમની પુત્રી રોહિણી આચાર્યએ તેમને કિડનીનું દાન કર્યુ હતું. ત્યારબાદ, સપ્ટેમ્બર 2024માં મુંબઈમાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી. આ સર્જરી તેમને સ્ટેન્ટ ફીટ કરવામાં આવ્યું હતું. આ પહેલા 2014 માં તેમણે ઓપન હાર્ટ સર્જરી પણ કરાવી હતી. અહેવાલો અનુસાર, લાલુ યાદવને દિલ્હી લઈ જવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેથી તેમને સારી તબીબી સુવિધાઓ મળી શકે. ડોકટર્સ તેમની સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરિવારની સાથે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સમર્થકો Lalu Yadavના સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે.

આ પણ વાંચોઃ  Waqf Bill : જૂની મસ્જિદો સાથે કોઈ છેડછાડ નહીં, બિન-મુસ્લિમ સભ્યોની સંખ્યામાં વધારો

Tags :
Advertisement

.

×