Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Lawrence Bishnoi Lawyer Attacked: દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર પર ફાયરિંગ

દિલ્હીના હૃદય સમાન કાશ્મીરી ગેટ વિસ્તારમાં મોડી રાત્રે થયેલા ગોળીબારે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે. મંદિરેથી પરત ફરી રહેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વકીલ અને તેમના મિત્રોની કારને નિશાન બનાવીને હુમલાખોરોએ ગોળીઓ ચલાવી હતી. આ હુમલા પાછળનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે અને તેનો ઉદ્દેશ્ય શું હતો, તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
lawrence bishnoi lawyer attacked  દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે લોરેન્સ બિશ્નોઈના વકીલની કાર પર ફાયરિંગ
Advertisement
  • મોડી રાત્રે મંદિરેથી પરત ફરતા વકીલ દીપક ખત્રીની કાર પર હુમલો(Lawrence Bishnoi Lawyer Attacked)
  • કાર પર અજાણ્યા હુમલાખોરોએ કર્યા ત્રણ રાઉન્ડ અંધાધૂંધ ગોળીબાર
  • હુમલામાં કારમાં સવાર સંદીપ નામના વ્યક્તિને પીઠના ભાગે વાગી ગોળી

દેશની રાજધાનીમાં ગુનાખોરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે. મંગળવારે મોડી રાત્રે દિલ્હીના વ્યસ્ત ગણાતા કાશ્મીરી ગેટ (Kashmere Gate) વિસ્તારમાં એક કાર પર અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. આ કારમાં સવાર પાંચ લોકો પૈકી એક વ્યક્તિને ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કારમાં સવાર લોકોમાં એડવોકેટ દીપક ખત્રી (Deepak Khatri) પણ હાજર હતા, જે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ની લીગલ ટીમ સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

Lawrence Bishnoi Lawyer Attacked: ફાયરિંગની ઘટના અને પોલીસ તપાસ

દિલ્હી પોલીસ (Delhi Police) ના જણાવ્યા અનુસાર, આ ઘટના રાત્રે આશરે 10:15 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે પીડિતો એક મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. બે થી ત્રણ અજાણ્યા હુમલાખોરોએ કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ હુમલાખોરો અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોની ઓળખ માટે વિસ્તારના સીસીટીવી (CCTV Footage) ફૂટેજ તપાસવાની તજવીજ હાથ ધરી છે.

લોરેન્સ બિશ્નોઈ કનેક્શન

ચોંકાવનારી વાત એ છે કે કારમાં દીપક ખત્રી સવાર હતા, જે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ના વકીલ તરીકે ઓળખાય છે. શું આ હુમલો ગેંગવોરનું પરિણામ છે કે કોઈ અંગત દુશ્મની, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ હુમલો વકીલને નિશાન બનાવીને કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.

ઈજાગ્રસ્તની હાલત અને પ્રત્યક્ષદર્શીની જુબાની

કારમાં સવાર એક સાક્ષીએ જણાવ્યું કે, "જ્યારે પાછળની બારીનો કાચ તૂટ્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ગોળીબાર થઈ રહ્યો છે. મારા મિત્ર સંદીપ (Sandeep) ને પીઠના ભાગે ગોળી વાગી છે." સંદીપને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પીસીઆર (PCR) વેન સમયસર પહોંચી જતા મોટી જાનહાનિ ટળી હતી.

આ પણ વાંચો: NEET માં નાપાસ પુત્રએ પિતાને ગોળી મારી લાશના ટુકડા કર્યા, કારણ જાણી ધ્રૂજી જશો!

Tags :
Advertisement

.

×