"માત્ર કાયદાથી કામ નહીં ચાલે": UCC - વસ્તી નિયંત્રણ પર RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
. મોહન ભાગવતે UCC અને વસ્તી નિયંત્રણ નીતિ માટે જનતાના શિક્ષણ અને લાંબાગાળાના વિચાર પર ભાર મૂક્યો
. કટોકટી (Emergency) ના સમયનો ઉલ્લેખ કરી તેમણે આક્રમક રીતે નીતિઓ લાગુ કરવા સામે ચેતવણી આપી
. રાજકારણમાં જાતિવાદનો ઉપયોગ રોકવા માટે સામાજિક સમરસતા અને સમાનતાને આચરણમાં લાવવાનો આગ્રહ કર્યો
Mohan Bhagwat on UCC Population Control : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS ) ના સરસંઘચાલક મોહન ભાગવતે (Mohan Bhagwat) ગુરુવારે કહ્યુ છે કે વસ્તી નિયંત્રણ નીતિઓ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC એટલે કે સમાન નાગરિક ધારો) ના અમલીકરણ માટે જનસહયોગ અને લાંબાગાળાનો વિચાર જરૂરી છે. તેમણે કહ્યુ છે કે જાતિ આધારીત રાજનીતિ ત્યારે સમાપ્ત થશે, જ્યારે સમાજ ખુદ જાતિગત ઓળખથી ઉપર ઉઠશે.
આ પણ વાંચો : જનાદેશનો અનાદર કરનારા મમતા બેનર્જીને West Bengal ના CMO માંથી તાત્કાલિક તગેડો
RSS ના લોકોને કર્યો આગ્રહ
સંઘ પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રીય વિકાસના ઉત્પ્રેરક તરીકે સામાજિક સમરસતા વિષય પર વ્યાખ્યાન આપ્યા બાદ આયોજીત સંવાદ કાર્યક્રમમાં આ વાત કહી. તેમણે વિભિન્ન ધર્મો અને સમુદાયો વચ્ચે સૌહાર્દ પર ભાર મૂક્યો અને લોકોને સૂત્રોચ્ચારના સ્થાને આચરણના માધ્યમથી સામાજીક જીવનમાં સમાનતા અપનાવવાનો આગ્રહ કર્યો.
આ પણ વાંચો : બંગાળમાં BJP ની જીત જનતાના દબાયેલા ગુસ્સાનો વિસ્ફોટ: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન
કાર્યક્રમમાં જણાવ્યું શું છે RSS ?
ભાગવતે કહ્યુ કે સમાજ જાતિને યાદ રાખે છે, માટે રાજનેતા તેનો લાભ ઉઠાવે છે. તેમનો ઉદેશ્ય વોટ પ્રાપ્ત કરવાનો હોય છે. જો તેમને કામના આધારે વોટ નથી મળતા, તો તે જાતિ (Caste) ના આધારે વોટ પ્રાપ્ત કરશે. વસ્તી નિયંત્રણ વિધેયક અને સમાન નાગરિક સંહિતા (UCC) સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં ભાગવતે કહ્યુ કે આરએસએસ (RSS) સરકાર નથી, પરંતુ એક સામાજિક સંગઠન છે. તેમણે એમ પણ કહ્યુ કે કોઈપણ કાયદો ત્યારે સફળ થઈ શકે છે, જ્યારે તેને જનતાનો સહયોગ મળે.
આ પણ વાંચો : Bengal - Assam ની મુસ્લિમ પટ્ટીમાં સમેટાઈ TMC - કૉંગ્રેસ, તુષ્ટિકરણ પોલિટિક્સનો નરેટિવ મજબૂત બન્યો
કટોકટી (Emergency) નો ઉલ્લેખ કર્યો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ કે પહેલા લોકોને શિક્ષિત કરવા જરૂરી છે. નીતિ આવશ્યક છે, પરંતુ નીતિ ત્યારે સફળ થશે જ્યારે જનતાનો સહયોગ મળશે. કટોકટી દરમિયાન અપનાવવામાં આવેલા વસ્તી નિયંત્રણના ઉપાયોનો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યુ કે આક્રમક રીતે લાગુ કરવામાં આવેલી નીતિઓને કારણે જનતામાં અસંતોષ પેદા થયો હતો અને રાજકીય પ્રતિક્રિયા પણ જોવા મળી હતી.
આ પણ વાંચો : "સૌનો સાથ-સૌનો વિકાસ, હવે થશે સૌનો હિસાબ": દિલીપ ઘોષે બંગાળમાં BJP નો એજન્ડા જણાવ્યો


