ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ત્રણ બાળકો અને પતિને છોડી મહિલા ભાગી પાંચમા પ્રેમી સાથે

પાકિસ્તાનથી પોતાના બાળકોને લઇને ભારત પોતાના પ્રેમને મેળવવાની આશાએ આવેલી સીમા હૈદરનો કેસ આજે તમામની જીભે છે. પણ શું તમને ખબર છે કે દેશમાં આવા કિસ્સાઓનું જાણે પૂર આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ઘણી ગર્લફ્રેન્ડના...
04:04 PM Sep 03, 2023 IST | Hardik Shah
પાકિસ્તાનથી પોતાના બાળકોને લઇને ભારત પોતાના પ્રેમને મેળવવાની આશાએ આવેલી સીમા હૈદરનો કેસ આજે તમામની જીભે છે. પણ શું તમને ખબર છે કે દેશમાં આવા કિસ્સાઓનું જાણે પૂર આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ઘણી ગર્લફ્રેન્ડના...

પાકિસ્તાનથી પોતાના બાળકોને લઇને ભારત પોતાના પ્રેમને મેળવવાની આશાએ આવેલી સીમા હૈદરનો કેસ આજે તમામની જીભે છે. પણ શું તમને ખબર છે કે દેશમાં આવા કિસ્સાઓનું જાણે પૂર આવ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી ઘણી ગર્લફ્રેન્ડના અહીં-ત્યા ભાગી જવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. હવે ઉત્તર પ્રદેશના આઝમગઢથી એક મામલો સામે આવ્યો છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. અહીં એક પ્રેમિકા પોતાના ત્રણ બાળકોને છોડીને પાંચમા પ્રેમી સાથે ભાગી ગઈ છે.

પાંચમા પ્રેમી સાથે ભાગી પત્ની

લાજ શરમ બધુ જ બાજુએ રાખી આજે ઘણી મહિલાઓ પોતાનું ઘર ખરાબ કરતી જોવા મળી રહી છે. હવે આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના આઝમગઢથી સામે આવ્યો છે જ્યા એક ત્રણ બાળકોની પત્નીએ તમામ હદો જ પાર કરી દીધી છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, ત્રણ બાળકોની પત્ની તેના એક પ્રેમી સાથે ફરાર થઇ ગઇ છે. જણાવી દઇએ કે, ઉત્તર પ્રદેશના આઝમગઢમાં એક વ્યક્તિ તેના 3 બાળકો સાથે પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યો છે અને ન્યાય માટે આજીજી કરી રહ્યો છે. આ વ્યક્તિ કોઇ બીજુ નહીં પણ તે જ પત્નીનો પતિ છે જે તાજેતરમાં તેના પ્રેમી સાથે ફરાર થઇ ગઇ છે. આ પતિની કહાની સાંભળીને પોલીસ પણ ચોંકી ગઇ છે. પુરુષનું કહેવું છે કે તેની પત્ની તેના પાંચમા પ્રેમી સાથે ભાગી ગઈ છે.

પતિએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

મહિલાના પતિએ જણાવ્યું કે તે તેની પત્ની સાથે 9 વર્ષથી રહે છે. અત્યાર સુધી કોઈ સમસ્યા નહોતી. આ દરમિયાન તેને ત્રણ બાળકો પણ થયા. પહેલા એક દીકરીનો જન્મ થયો અને પછી બે બાળકો, જોડિયા થયા. હવે તે તેની પત્નીને શોધવા ભટકી રહ્યો છે. એટલું જ નહીં તેના હાથમાં તેના બાળક અને મહિલાનો ફોટો પણ છે. મળતી માહિતી મુજબ હજુ સુધી તેના વિશે કંઈ જાણવા મળ્યું નથી. વળી, પીડિતાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પત્નીના પોસ્ટર બનાવ્યા

એક અહેવાલ અનુસાર, પીડિતાના પતિ અનિલ રાજભરે પોલીસને જણાવ્યું છે કે તે કામના સિલસિલામાં ચંદીગઢ ગયો હતો. અહીં તેની મુલાકાત રીના નામની યુવતી સાથે થઈ. આ મિત્રતા પ્રેમમાં પરિણમી અને બંનેએ વિંધ્યાચલ મંદિરમાં લગ્ન કરી લીધા. અનિલ રાજભરે જણાવ્યું કે જ્યારે તે કામ માટે બહાર ગયો હતો ત્યારે તેની પત્ની કોઈની સાથે વાત કરી રહી હતી. એક દિવસ તેણે તેની પત્નીને પૂછ્યું કે તે આટલા લાંબા સમય સુધી કોની સાથે વાત કરે છે, તે અચકાઈ. ત્યારબાદ 3 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યાના સુમારે રીનાને કોઈએ ફોન કરતાં તે શૌચ કરવાના બહાને ઘરની બહાર નીકળી ગઈ હતી. જ્યારે તેની પત્ની ઘરે પરત ન આવી ત્યારે તેણે બાળકોને પૂછ્યું કે તેમની માતા ક્યાં છે, પરંતુ બાળકોએ જવાબ આપ્યો કે તે શૌચાલયમાં ગઈ હતી. પતિએ પત્નીની ઘણી શોધ કરી પરંતુ તે મળી ન હતી. જે બાદ પતિએ પોલીસને આખી વાત જણાવી. કહેવામાં આવી રહ્યું છે કે પત્ની તેના પાંચમા પ્રેમી સાથે ભાગી ગઈ છે. જોકે, પતિ ત્રણ મહિનાથી પત્નીને શોધી રહ્યો છે. પતિએ પત્નીના પોસ્ટર પણ બનાવ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

વાસ્તવમાં આ સમગ્ર મામલો આઝમગઢ અહરૌલા પોલીસ સ્ટેશન હેઠળના ચકબ્રભાની ગામમાંથી સામે આવ્યો છે. અહીં રહેતો અનિલ રાજભર પોતાના પરિવારનું ધ્યાન રાખવા માટે ચંદીગઢમાં નોકરી કરતો હતો. ત્યાં તેની મુલાકાત રીના નામની યુવતી સાથે થઈ. આ મુલાકાત ધીરે ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ અને વાત આગળ વધી. પીડિતાના પતિના કહેવા પ્રમાણે રીના તેની સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી. આ પછી બંનેએ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા.

આ પણ વાંચો - PUBG Love Story : સીમા અને સચિનની લવસ્ટોરી પર બનશે ફિલ્મ, નામ એવું રાખ્યું કે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
3 ChildrenAzamgarhFifth LoverhusbandLeaving three childrenUttar PradeshUttar Pradesh newswife
Next Article