Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Lenskart Controversy : તિલક-ચાંદલો અને નાડાછડી પર પ્રતિબંધ ! પીયૂષ બંસલે માંગી માફી, જાણો સમગ્ર મામલો

Lenskart Controversy:  વર્તમાન સમયમાં લેન્સકાર્ટને દરેક માણસ ઓળખે છે. તેમજ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વિવાદોમાં ઘેરાઈ છે. કંપનીના તાલીમ દસ્તાવેજમાં હિન્દુ ધાર્મિક પ્રતીકો જેવા કે બિંદી અને તિલક પર પ્રતિબંધ હોવાના સમાચાર વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળે છે.
lenskart controversy   તિલક ચાંદલો અને નાડાછડી પર પ્રતિબંધ   પીયૂષ બંસલે માંગી માફી  જાણો સમગ્ર મામલો
Advertisement
  • Lenskart Controversy: બિંદી અને તિલક પર પ્રતિબંધના અહેવાલોથી લોકોમાં ભારે રોષ
  • "આ કંપનીના મૂલ્યો નથી", વિવાદ વકરતા લેન્સકાર્ટના સીઈઓ પીયૂષ બંસલે જાહેરમાં માફી માંગી
  • સોશિયલ મીડિયા પર બહિષ્કારની માંગ: કર્મચારીઓને ધાર્મિક પ્રતીકો પહેરવા મનાઈ હોવાના સમાચારથી હોબાળો
  • પીયૂષ બંસલની સ્પષ્ટતા, વાયરલ દસ્તાવેજ જૂનો છે, લેન્સકાર્ટમાં બિંદી-તિલક પહેરવાની સંપૂર્ણ છૂટ
  • વૈષ્ણો દેવી મંદિરમાં ચમત્કાર, 50 દિવસથી ગુમ થયેલ ભાઈ તેના પરિવારને સુરક્ષિત રીતે મળી આવ્યો

Lenskart Controversy:  વર્તમાન સમયમાં લેન્સકાર્ટને દરેક માણસ ઓળખે છે. તેમજ હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વિવાદોમાં ઘેરાઈ છે. કંપનીના તાલીમ દસ્તાવેજમાં હિન્દુ ધાર્મિક પ્રતીકો જેવા કે બિંદી અને તિલક પર પ્રતિબંધ હોવાના સમાચાર વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળે છે. જો કે આ મામલે લેન્સકાર્ટના સ્થાપક અને સીઈઓ (CEO) પીયૂષ બંસલે (Peyush Bansal) સત્તાવાર સ્પષ્ટતા કરી માફી માંગી છે.

Lenskart Controversy:  શું હતો સમગ્ર વિવાદ?

નાસિકના TCSમાં લવ જેહાદની ઘટના સામે આવી છે. ત્યારબાદ વધુ એક વિવાદીત કંપની પોલીસી સામે આવી છે.  સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર લેન્સકાર્ટના 'ગ્રુમિંગ અને યુનિફોર્મ ગાઈડલાઈન્સ' (Grooming and Uniform Guidelines) ના પેજ નંબર 11નો એક સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. આ દસ્તાવેજમાં એવો ઉલ્લેખ હતો કે કર્મચારીઓ હિજાબ (Hijab) પહેરી શકે છે, પરંતુ બિંદી, તિલક કે પવિત્ર દોરા (Holy Thread) જેવી વસ્તુઓ પહેરવા પર મનાઈ છે. આ પોસ્ટ વાયરલ થતા જ સોશિયલ મીડિયા યુઝર્સે કંપનીને 'હિન્દુ વિરોધી' ગણાવી બહિષ્કારની માંગ કરી હતી.

Advertisement

પીયૂષ બંસલે આપી સ્પષ્ટતા

ઉલ્લેખનીય છે કે  વિવાદ વકરતા પીયૂષ બંસલે સોશિયલ મીડિયા પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સ મૂકીને પરિસ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે જણાવ્યું કે જૂનો દસ્તાવેજ વાયરલ થઈ રહેલો દસ્તાવેજ ઘણો જૂનો છે અને તે કંપનીની વર્તમાન નીતિને પ્રતિબિંબિત કરતો નથી. તેમજ ભૂલ સ્વીકારી છે.  તેમણે સ્વીકાર્યું કે તાલીમ સામગ્રીમાં બિંદી અને તિલક વિશેની લાઈન ભૂલભરેલી હતી અને તે ક્યારેય લખાવી જોઈતી ન હતી.

Advertisement

મહત્વનું છે કે લેન્સકાર્ટ ભારતમાં, ભારતીયો દ્વારા અને ભારતીયો માટે બનેલી કંપની છે. કંપની કોઈપણ પ્રકારની આદરણીય ધાર્મિક અભિવ્યક્તિ (Religious Expression) ને રોકતી નથી.  પીયૂષ બંસલે વધુમાં ઉમેર્યું કે ફેબ્રુઆરીમાં જ જ્યારે આ ભૂલ ધ્યાનમાં આવી હતી, ત્યારે તેને તાત્કાલિક સુધારી દેવામાં આવી હતી. તેમણે સીઈઓ તરીકે આ ભૂલની જવાબદારી સ્વીકારી અને ખાતરી આપી કે ભવિષ્યમાં આવી ભૂલો નહીં થાય.

તિલક-ચાંદલો અને નાડાછડી પર પ્રતિબંધ !

બીજી તરફ પિયુષ બંસલે બીજી X (ટ્વિટર) પોસ્ટમાં લખ્યું, "મેં તમારી ચિંતાઓ સાંભળી છે અને હું આ બાબતે તમારી લાગણીઓ સમજી શકું છું. હું મારી પાછલી પોસ્ટમાં થોડા વધુ મુદ્દાઓ ઉમેરવા માંગુ છું. હાલમાં ફરતો દસ્તાવેજ એક જૂનો આંતરિક તાલીમ દસ્તાવેજ છે. તે HR નીતિ નથી. જો કે, તેમાં બિંદી/તિલક વિશે ખોટી લાઇન હતી, જે ક્યારેય લખવી જોઈતી ન હતી અને તે આપણા મૂલ્યો અથવા આપણી સાચી પ્રથાઓને પ્રતિબિંબિત કરતી નથી." જ્યારે અમને 17 ફેબ્રુઆરીએ આ વિશે ખબર પડી (મામલો જાહેર થાય તે પહેલાં), અમે તરત જ તેને દૂર કરી દીધું.

તેમણે લખ્યું, "પરંતુ મને આ ભૂલ પહેલા જ સમજાઈ જવી જોઈતી હતી. સ્થાપક અને સીઈઓ તરીકે, હું આવી ભૂલો માટે જવાબદાર છું. મેં મારી ટીમને આવી બધી સામગ્રીની વધુ કડક સમીક્ષા કરવાની સૂચના આપી છે, અને હું વ્યક્તિગત રીતે ખાતરી કરીશ કે ભવિષ્યમાં આવી ભૂલો ન થાય. અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે આ સામગ્રી અમારી તાલીમ સામગ્રીનો ભાગ કેવી રીતે બની.

આ પણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: રનવે પર સ્પાઇસજેટ અને અકાસા એરના વિમાનો વચ્ચે જોરદાર ટક્કર!

Tags :
Advertisement

.

×