ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હીમાં ચૂંટણી પહેલા 'મહિલા સન્માન યોજના' વિવાદમાં, LG એ આપ્યો તપાસનો આદેશ

દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શરૂ કરાયેલી મહિલા સન્માન યોજનાને લઈને વિવાદ ઉભો થયો છે. આ યોજનામાં પાત્ર મહિલા મતદારોને 2100 રૂપિયા આપવાની જાહેરાત બાદ લેફ્ટનન્ટ ગવર્નર (LG) સચિવાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. LG સચિવાલયે ડિવિઝનલ કમિશનરને આ મામલે તપાસ કરવાની સૂચના આપી છે.
02:05 PM Dec 28, 2024 IST | Hardik Shah
દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શરૂ કરાયેલી મહિલા સન્માન યોજનાને લઈને વિવાદ ઉભો થયો છે. આ યોજનામાં પાત્ર મહિલા મતદારોને 2100 રૂપિયા આપવાની જાહેરાત બાદ લેફ્ટનન્ટ ગવર્નર (LG) સચિવાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. LG સચિવાલયે ડિવિઝનલ કમિશનરને આ મામલે તપાસ કરવાની સૂચના આપી છે.
Controversy over Kejriwals Mahila Samman Yojana

Delhi LG orders : દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શરૂ કરાયેલી મહિલા સન્માન યોજનાને લઈને વિવાદ ઉભો થયો છે. આ યોજનામાં પાત્ર મહિલા મતદારોને 2100 રૂપિયા આપવાની જાહેરાત બાદ લેફ્ટનન્ટ ગવર્નર (LG) સચિવાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. LG સચિવાલયે ડિવિઝનલ કમિશનરને આ મામલે તપાસ કરવાની સૂચના આપી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે બિન-સરકારી લોકો કેવી રીતે લોકોનો વ્યક્તિગત ડેટા એકત્રિત કરી રહ્યા છે.

LG એ તપાસનો આદેશ આપ્યો

એલજી સચિવાલયે પોલીસ કમિશનરને પણ કાયદા મુજબ પગલાં લેવા જણાવ્યું છે. ખાસ કરીને, આ મામલે ડેટાની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાના આરોપોને લઈ ત્વરિત કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને 3 અલગ-અલગ નોટ મોકલીને આ મામલાને ગંભીરતાથી તપાસવાનો આદેશ આપ્યો છે. આ નોટ દિલ્હીના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતા અને નવી દિલ્હીના ઉમેદવાર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને શંકાસ્પદ કાર્યવાહી અંગે રજૂ કરેલી ફરિયાદ પર આધારિત છે.

નોંધાયેલા મુખ્ય મુદ્દાઓ:

AAP દ્વારા પાત્ર મહિલા મતદારોને 2100 રૂપિયા આપવાની જાહેરાત:

આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને આર્થિક મદદના લોભે તેમના વ્યક્તિગત ડેટા મેળવવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

કૉંગ્રેસના ઉમેદવારોના ઘરે પંજાબના ગુપ્તચર અધિકારીઓની હાજરી:

AAP પર કૉંગ્રેસના સૂત્રોએ આરોપ મૂક્યો છે કે પંજાબના ગુપ્તચર અધિકારીઓ કૉંગ્રેસના ઉમેદવારોને નિશાન બનાવે છે.

દિલ્હીમાં રોકડની હેરફેરના આરોપો:

એવો દાવો કરવામાં આવે છે કે પંજાબના વિવિધ વિસ્તારોમાંથી રોકડ દિલ્હી લાવવામાં આવી રહ્યું છે, જે વિધાનસભા ચૂંટણી માટે ઉપયોગમાં લેવાઈ શકે છે.

શું છે મામલો?

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ મહિલા સન્માન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના પણ લાડલી બેહન યોજના જેવી છે, જેમાં મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે આવી યોજનાઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે કેજરીવાલે આ યોજનાની જાહેરાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, મહિલાઓને પહેલા મહિનામાં 1000 રૂપિયા મળશે, પરંતુ જો આમ આદમી પાર્ટી ફરી સરકારમાં આવશે તો તેને વધારીને 2100 રૂપિયા કરવામાં આવશે.

આ પણ વાંચો:  Manmohan Singh Funeral : પંચતત્વમાં વિલીન થયા પૂર્વ PM ડૉ મનમોહન સિંહ

Tags :
2100 rupeesDelhi LG ordersGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahMahila Samman Yojanapersonal data leakpolice commissioner
Next Article