Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજીનામું આપવા પહોંચેલી આતિશીને એલજી વીકે સકસેનાએ કહ્યું તમને યમુના મૈયાનો શ્રાપ લાગ્યો

દિલ્હી વિધાનસભા 2025 નું પરિણામ 8 ફેબ્રુઆરીએ આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીનો શરમજનક રીતે પરાજય થયો હતો. આપને આ ચૂંટણીમાં માત્ર 22 સીટો જ મળી હતી.
રાજીનામું આપવા પહોંચેલી આતિશીને એલજી વીકે સકસેનાએ કહ્યું તમને યમુના મૈયાનો શ્રાપ લાગ્યો
Advertisement
  • આમ આદમી પાર્ટીનો થયો હતો શરમજનક રીતે પરાજય
  • રવિવારે એલજીને રાજીનામું આપવા પહોંચ્યા હતા આતિશી
  • પીએમ પણ યમુના મામલે આપ પર કરી ચુક્યા છે આકરા પ્રહાર

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા 2025 નું પરિણામ 8 ફેબ્રુઆરીએ આવ્યું, જેમાં આમ આદમી પાર્ટીનો શરમજનક રીતે પરાજય થયો હતો. આપને આ ચૂંટણીમાં માત્ર 22 સીટો જ મળી હતી. જ્યારે ભાજપને 48 સીટો સાથે બહુમતી મેળવવામાં સફળતા મળી હતી.

રવિવારે આતિશીએ આપ્યું રાજીનામુ

દિલ્હીના મુખ્યમંત્રી આતિશી જ્યારે રવિવારે રાજભવનમાં ઉપરાજ્યપાલના રાજીનામા સોંપવા ગઇ તો એલજી વીકે સકસેનાએ યમુનાના પ્રદૂષણ અંગે તેમના પર વ્યંગ કર્યો. એલજીએ પૂર્વ સીએમને કહ્યું કે, તમને યમુના મૈયાનો શ્રાપ લાગ્યો છે. સરકારને યમુનાની સફાઇ માટે સક્રિય પગલું ઉઠાવવું જોઇતું હતું.

Advertisement

આ પણ વાંચો : Surat : 30 લક્ઝરી કાર સાથે સીનસપાટા કરતા વિદ્યાર્થીઓ મામલે આચાર્યનો ખુલાસો, વાંચો શું કહ્યું ?

Advertisement

એલજી સકસેનાએ મુખ્યમંત્રી પર કર્યો વ્યંગ

સુત્રો અનુસાર એલજી સકસેનાએ આતિશીને જણાવ્યું કે, તેમણે આપ સંયોજક અરવિંદ કેજરીવાલને પણ યમુનાનો શ્પાત અંગે ચેતવણી આપી હતી કારણ કે તેમણે સુપ્રીમ કોર્ટથી નદીને સાફ કરવાની એક યોજનાને અટકાવી દીધી હતી. જો કે તે અંગે આતિશીએ એલજી સામે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી.

2 વર્ષ જુનો છે યમુના સફાઇનો વિવાદ

ટીઓઆઇના અનુસાર આ વિવાદ બે વર્ષ જુનો છે. જાન્યુઆરી 2023 માં યમુનાનું પ્રદૂષણ ઘટાડવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે એલજીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી હતી. જેમ કે કમિટીએ પોતાનું કામ શરૂ કર્યું તો કેજરીવાલે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું અને સહાયતા માટેની રજુઆત કરી. જો કે દિલ્હી સરકારે ત્યાર બાદ એનજીટીના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારી, જેમાં વરિષ્ઠ વકીલ એ.એમ સિંધવીએ તર્ક આપ્યો કે એક ડોમેન નિષ્ણાંતને પેનલનું નેતૃત્વક કરવું જોઇએ. આ રોક હવે બે વર્ષથી વધારે સમયથી યથાવત્ત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેજરીવાલ સાથે એક મીટિંગમાં વીકે સકસેનાએ આપ સંયોજકને કહ્યું હતું કે, તેમને યમુનાનો અભિશાપનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો : Mahakumbh:રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મહાકુંભમાં લગાવી પવિત્ર ડૂબકી

ક્યારે દિલ્હીના સીએમ બન્યા હતા આતિશી?

અરવિંદ કેજરીવાલને જ્યારે સુપ્રીમ કોર્ટથી આ શરત પર જામીન મળ્યા કે તેઓ સીએમના કાર્યાલય નહીં જઇ શકે અને ન કોઇ સરકારી ફાઇલ પર સાઇન કરી શકે છે, ત્યાર બાદ તેમણે સીએમના પદથી રાજીનામું આપ્યું. કેજરીવાલના રાજીનામા બાદ આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. તેમને 21 સપ્ટેમ્બર, 2024 ના રોજ દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા. જો કે આ દરમિયાન આમ આદમી પાર્ટી અને પોતે આતિશી પોતાને અસ્થાયી મુખ્યમંત્રી જ ગણાવતા રહ્યા હતા.

યમુના અંગે PM પણ કરી ચુક્યા છે હુમલો

શનિવારે જેવી ચૂંટણીના પરિણામો આવ્યા, પીએમ નરેન્દ્ર મોદીએ લોકોની આસ્થાનું સન્માન ન કરવા માટે આમ આદમી પાર્ટીની ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ યમુનાને સાફ કરવા અને સુંદર બનાવવાનો સંકલ્પ લેતા કહ્યું કે, આ લોકોએ દિલ્હીના લોકોની આસ્થાને પગ તળે કચડી અને હરિયાણા પર ખુલ્લેઆમ આરોપ લગાવ્યો. તેમણે વારંવાર યમુના મૈયા કી જય કહીને પોતાના ભાષણને ખતમ કર્યું.

આ પણ વાંચો : Pariksha Pe charcha: મારા અક્ષર સુધારવામાં શિક્ષકોએ..PMને પોતાની શાળા આવી યાદ

દિલ્હીમાં 27 વર્ષના વનવાસ બાદ આવી ભાજપ સરકાર

8 ફેબ્રુઆરીના રોજ આવેલા દિલ્હી વિધાનસભાના પરિણામોમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં આપને આ ચૂંટણીમાં માત્ર 22 સીટો મળી છે. જ્યારે ભાજપ 27 વર્ષ બાદ 48 સીટો જીતીને સત્તામાં આવી છે. આ ઉપરાંત કોંગ્રેસ સતત ત્રીજી વખત એક પણ સીટ નથી જીતી શકી.

આ પણ વાંચો : Nadiad Case : ત્રણ લોકોનાં મોત મામલે પોલીસનો ચોંકાવનારો ખુલાસો!

Tags :
Advertisement

.

×