Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Sabka Bima Sabki Raksha: રાજ્યસભામાં 'સબકા બીમા સબકી રક્ષા' બિલ પાસ, વીમા ક્ષેત્રમાં 100% FDI ની મંજૂરી

રાજ્યસભાએ બુધવારે ઐતિહાસિક 'સબકા બીમા સબકી રક્ષા' બિલ, 2025 પસાર કર્યું છે. આ કાયદા દ્વારા વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ (FDI) ની મર્યાદા 74% થી વધારીને 100% કરવામાં આવી છે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2047 સુધીમાં દરેક ભારતીયને વીમા કવચ પૂરું પાડવાનો છે. આ સુધારાથી બજારમાં નવી વિદેશી કંપનીઓ આવશે, સ્પર્ધા વધશે અને સામાન્ય જનતાને સસ્તા પ્રીમિયમ તથા બહેતર સેવાઓનો લાભ મળશે.
sabka bima sabki raksha   રાજ્યસભામાં  સબકા બીમા સબકી રક્ષા  બિલ પાસ  વીમા ક્ષેત્રમાં 100  fdi ની મંજૂરી
Advertisement
  • રાજ્યસભામાંથી સબકા બીમા સબકી રક્ષા બિલ પારિત (Sabka Bima Sabki Raksha) 
  • આ બિલ કેન્દ્રીય નાણામંત્રીએ સંસદમાં રજૂ કર્યું
  • વીમા ક્ષેત્રમાં FDI 74 ટકાની મર્યાદા વધારીને 100 ટકા કરાઇ

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2047 સુધીમાં ભારતના દરેક નાગરિકને વીમા કવચ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલ "સબકા બીમા સબકી રક્ષા" (વીમા કાયદામાં સુધારો) અધિનિયમ, 2025  (Insurance Laws Amendment Act 2025 India) બુધવારે રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું, જેનો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશના વીમા ક્ષેત્રને મજબૂત બનાવી દરેક વ્યક્તિને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે.રાજ્યસભામાં આ બિલ પાસ થઇ ગયો છે.

Advertisement

Advertisement

 Sabka Bima Sabki Raksha બિલ રાજ્યસભામાંથી પારિત

આ નવા કાયદાની સૌથી મહત્વની જોગવાઈ વીમા ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ (FDI) ની મર્યાદામાં કરાયેલો મોટો વધારો છે. સરકાર દ્વારા પ્રસ્તાવિત સુધારાઓ મુજબ, હવે વીમા ક્ષેત્રમાં FDI ની વર્તમાન મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવી છે. જોકે, આ 100 ટકા વધારાની સાથે કાયદામાં એ પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે કંપનીના ટોચના કાર્યકારી અધિકારી, ચેરમેન અથવા મેનેજિંગ ડિરેક્ટર ભારતીય નાગરિક જ હોવા જોઈએ, જેથી સુરક્ષા અને જવાબદારી જળવાઈ રહે.

 Sabka Bima Sabki Raksha માં અનેક નવા સુધારા કરાયા

બિલમાં વીમા કંપનીઓના માળખાકીય ફેરફારો અને વિસ્તરણ માટે પણ મોટી જોગવાઈઓ કરવામાં આવી છે. હવે બિન-વીમા કંપનીઓને વીમા કંપનીઓ સાથે મર્જ કરવાની મંજૂરી મળશે, જેનાથી આ ક્ષેત્રમાં એકીકરણ અને વિકાસને વેગ મળશે. આ ઉપરાંત, LIC (લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન) કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે, જે અંતર્ગત LIC નું બોર્ડ હવે નવી શાખાઓ ખોલવા અને નવી ભરતી કરવા જેવા મહત્વના કાર્યકારી નિર્ણયો લેવા માટે વધુ સશક્ત અને સ્વતંત્ર બનશે.

 Sabka Bima Sabki Raksha સામાન્ય લોકોને થશે મોટો ફાયદો

સામાન્ય માણસ માટે આ કાયદો આર્થિક સુરક્ષાની નવી આશા લઈને આવ્યો છે. પોલિસીધારકોના હિતોનું રક્ષણ કરવા માટે આ બિલમાં 'પોલિસીધારક શિક્ષણ અને સુરક્ષા ભંડોળ' ની સ્થાપના કરવાની જોગવાઈ છે. બજારમાં નવી વિદેશી કંપનીઓના પ્રવેશથી સ્પર્ધા વધશે, જેના કારણે ગ્રાહકોને સસ્તા પ્રીમિયમમાં વધુ સારા વીમા ઉત્પાદનો અને ઉત્તમ સેવાઓનો લાભ મળશે. આ સાથે જ ક્લેમ સેટલમેન્ટ (દાવાની પતાવટ) ની પ્રક્રિયા પણ વધુ ઝડપી અને પારદર્શક બનવાની શક્યતા છે.

 Sabka Bima Sabki Raksha :  FDI 100  ટકા કરાયું

નિષ્ણાતોના મતે, 100% FDI વિદેશી કંપનીઓને ભારતીય બજાર તરફ આકર્ષિત કરશે, જે ઉદ્યોગમાં રોજગારની નવી તકો પણ ઊભી કરશે. અત્યાર સુધી ભારતીય વીમા ક્ષેત્રમાં અંદાજે ₹82,000 કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. વર્ષ 2025માં ભારતનો વીમા ઉદ્યોગ ₹3.08 ટ્રિલિયન સુધી પહોંચવાની ધારણા છે. ખાસ કરીને સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રે વધી રહેલી જાગૃતિ અને 12 ટકા જેટલા મેડિકલ ફુગાવાને જોતા, આ નવા સુધારાઓ ભારતને વૈશ્વિક સ્તરે વીમા ક્ષેત્રમાં અગ્રેસર બનાવવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો: ન્યૂક્લિયર સેક્ટરમાં હવે પ્રાઈવેટ પ્લેયર્સનો પ્રવેશ, વિપક્ષના વૉકઆઉટ વચ્ચે SHANTI બિલ પાસ

Tags :
Advertisement

.

×