LIVE: PM મોદીએ મહાકુંભમાં રૂદ્રાક્ષની માળા હાથમાં રાખી લગાવી પવિત્ર ડુબકી,
- પીએમ મોદી હોડીમાં સીએમ યોગી સાથે બેસીને પહોંચ્યા સંગમઘાટ
- અહીં તેઓ ગંગા પુજન કર્યા બાદ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરી શકશે
- પીએમના કાર્યક્રમના પગલે મહાકુંભમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે
PM Modi Mahakumbh Visit Live: : પીએમ મોદીના પ્રયાગરાજ મુલાકાત અંગે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર વડાપ્રધાન મોદી સાથે બંન્ને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના અનેક વરિષ્ઠ મંત્રી પણ હાજર છે.
વડાપ્રધાન મોદી પ્રયાગરાજ પહોંચી ચુક્યા છે. આ પ્રસંગે તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરશે અને માં ગંગાની પુજા અર્ચના કરશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
- પીએમ મોદીની પ્રયાગરાજ મુલાકાત અંગે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી સાથે બંન્ને ઉપ મુખ્યમંત્રી કેશ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત પ્રદેશ સરકારના અનેક વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર છે.
- પીએ મોદી મહાકુંભ મેળા ક્ષેત્રમાં પહોંચી ચુક્યા છે. તેઓ હોડીમાં સ્નાન માટે રવાના થઇ ચુક્યા છે.
- પીએમ મોદી પ્રયાગરાજ એરપોર્ટ પહોંચ્યા અને અહીંથી તેઓ વાયુસેનાના હેલિકોપ્ટરમાં અરૈલના ડીપીએસ હૈલિપેડ પહોંચશે. અહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના આગમન માટે હાજર છે.
#WATCH | Prime Minister Narendra Modi reaches Maha Kumbh Mela Kshetra, in Prayagraj
Advertisement
- સંગમમાં આસ્થાની ડુબકી લગાવ્યા બાદ પીએમ મોદી ગંગા પૂજન કરી રહ્યા છે. આ દરમિયાન સીઆરપીએફ અને સેનાના જવાન મુસ્તૈદ છે.
- PM મોદીએ પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી.
- પંડિતોના પવિત્ર શ્લોકો વચ્ચે તેઓએ સંગમમાં ગંગા પુજા કરવાની સાથે ડુબકી લગાવી હતી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભગવા રંગના કપડા પહેરેલા હતા. તેમના ગળા તથા હાથમાં રુદ્રાક્ષની માળા પહેરેલી હતી. તેમણે મંત્રોચ્ચારણ વચ્ચે સંગમમાં ડુબકી લગાવી હતી.
- વડાપ્રધાનનું વિમાન બમરોલી એરપોર્ટ પહોંચ્યો. અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી આદિત્યનાથ, બંન્ને ડેપ્યુટી સીએમએ તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા પીએમ ડીપીએસ હૈલિપેડ પહોંચ્યા. અહીંથી તેમનો કાફલો અરૈલના VIP ઘાટ પહોંચ્યો. ત્યાંથી તેઓ બોટથી સંગમ પહોંચ્યા હતા.
- પીએમ મોદી અરૈલના વીઆઇીપ ઘાટથી હોડી દ્વારા સંગમ પહોંચી ગયા અને ત્યાંથી સંગમ ક્ષેત્રમાં પવિત્ર સ્નાન કરશે.
- પીએમ મોદી મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચ્યા. મહાકુંભાં અત્યાર સુધીમાં 38.39 કરોડ લોકો પવિત્ર સ્નાન કરી ચુક્યા છે. બુધવારે હજી સુધી 47.30 લાખ શ્રદ્ધાળુઓ ડુબકી લગાવી ચુક્યા છે.
- પીએમ મોદી પ્રયાગરાજ એરપોર્ટ પર પહોંચી ગયા છે. અહીંથી તેઓ વાયુસેનાના હેલિકોપ્ટરથી અરૈલથી ડીપીએસ હૈલિપેડ પહોંચ્યા હતા. અહીં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની આગેવાનીમાં હાજર છે.
#WATCH | Prime Minister Narendra Modi takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh
(Source: ANI/DD)
#KumbhOfTogetherness #MahaKumbh2025 pic.twitter.com/kALv40XiAH
— ANI (@ANI) February 5, 2025
Uttar Pradesh CM Yogi Adityanath is also present
(Source: ANI/DD)
#KumbhOfTogetherness pic.twitter.com/jBeST33BOl
— ANI (@ANI) February 5, 2025