ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Parliament Security Breach: લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને પત્ર લખ્યો, જાણો... શું લખવામાં આવ્યું

વિપક્ષો દ્વારા સંસદ સુરક્ષા પર શાબ્દિક પ્રહાર 13 ડિસેમ્બરે સંસદમાં થયેલ હુમલા પછી સતત સંસદની સુરક્ષા પર વિવિધ રીતે સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે વિપક્ષો દ્વારા સતત સંસદને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદી પાસે સુરક્ષા સમિતિને લઈને...
07:57 PM Dec 16, 2023 IST | Aviraj Bagda
વિપક્ષો દ્વારા સંસદ સુરક્ષા પર શાબ્દિક પ્રહાર 13 ડિસેમ્બરે સંસદમાં થયેલ હુમલા પછી સતત સંસદની સુરક્ષા પર વિવિધ રીતે સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે વિપક્ષો દ્વારા સતત સંસદને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદી પાસે સુરક્ષા સમિતિને લઈને...

વિપક્ષો દ્વારા સંસદ સુરક્ષા પર શાબ્દિક પ્રહાર

13 ડિસેમ્બરે સંસદમાં થયેલ હુમલા પછી સતત સંસદની સુરક્ષા પર વિવિધ રીતે સવાલો ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે વિપક્ષો દ્વારા સતત સંસદને લઈને ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદી પાસે સુરક્ષા સમિતિને લઈને જવાબ માંગવામાં આવી રહ્યો છે. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સાંસદોને પત્ર લખ્યો છે. તેમણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાની વાત કરી છે.

સ્પીકર ઓમ બિરલાએ સાંસદોનો પાસે સહકાર માંગ્યો

તેમણે સાંસદોને કહ્યું કે ગૃહના સુચારૂ સંચાલન શરું કરવા માટે સાંસદો પાસેથી સહકારની અપેક્ષા છે. ઓમ બિરલાએ કહ્યું કે તેમણે પોતે સંસદીય સંકુલની સુરક્ષા માટે ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરી છે. બિરલાએ કહ્યું કે આ સમિતિ સમગ્ર સંસદ સંકુલની સુરક્ષા સાથે સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરશે. તેમણે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સમિતિ આવા નક્કર પગલાં અને યોજનાઓ તૈયાર કરશે. તેમ ઓમ બિરલાએ જણાવ્યું હતું

બીજેપી સાંસદ પ્રતાપ સિંહ સામે કાર્યવાહીની માંગ

તમને જણાવી દઈએ કે ગત 13 ડિસેમ્બરે સંસદ પર આતંકવાદી હુમલાની 22મી વરસી હતી. તે જ દિવસે બપોરે લગભગ 1 વાગે બે લોકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી સંસદમાં ઘૂસી ગયા હતા. આ મામલે કર્ણાટકમાંથી ચૂંટાયેલા બીજેપી સાંસદ પ્રતાપ સિંહનું નામ પણ ચર્ચામાં છે. વિપક્ષી સાંસદ પ્રતાપ સિંહા વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે કારણ કે વિઝિટર પાસ પર તેમનું નામ લખેલું છે.

આ પણ વાંચો: ભારત સામે પાક. ઘડી રહ્યું મોટું ષડયંત્ર, પાક. લોન્ચપેડ પર 250-300 આતંકીઓ તેનાત

Tags :
attack on parliamentletterLokSabhaLoksabhaSpeakerOmBirla
Next Article