Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

LPG Price Hike : કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 993નો તોતિંગ વધારો, જાણો તમારા શહેરના નવા ભાવ

LPG Price Hike :  મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના પગલે રાજ્ય માલિકીની કંપનીઓ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 1 મે 2026 થી એટલે કે આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારે કરવામાં આવ્યો છે. આશરે 993 રુપિયાનો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈ સહિત દેશના ઘણા શહેરોમાં કોમર્શિયલ LPGના ભાવ હવે 3,000 ને વટાવી ગયા છે.
lpg price hike   કોમર્શિયલ lpg સિલિન્ડરના ભાવમાં 993નો તોતિંગ વધારો  જાણો તમારા શહેરના નવા ભાવ
Advertisement
  • LPG Price Hike : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 993નો વધારો
  • દિલ્હી-મુંબઈ સહિતના શહેરોમાં ભાવ 3,000ને પાર, મધ્ય પૂર્વમાં તણાવની અસર
  • રાહતના સમાચાર: ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં
  • નવો નિયમ: હવે OTP વગર ગેસ સિલિન્ડરની ડિલિવરી નહીં મળે
  • મોબાઈલ નંબર અપડેટ ન હોય તો ડિલિવરી બોય સ્થળ પર જ કરી આપશે મદદ

LPG Price Hike :  મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવના પગલે રાજ્ય માલિકીની કંપનીઓ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 1 મે 2026 થી એટલે કે આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારે કરવામાં આવ્યો છે. આશરે 993 રુપિયાનો વધારો થયો છે. દિલ્હી અને મુંબઈ સહિત દેશના ઘણા શહેરોમાં કોમર્શિયલ LPGના ભાવ હવે 3,000 ને વટાવી ગયા છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં હજુ સુધી વધારો કરવામાં આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹993નો વધારો કરવામાં આવ્યો છે. આજથી, દિલ્હીમાં ₹3,071.50માં 19 કિલોગ્રામનો સિલિન્ડર ઉપલબ્ધ થશે. જોકે, ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત રહેશે.

Advertisement

LPG Price Hike :  નવી દિલ્હીમાં શું છે ભાવ ?

મહત્વનું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં, કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત હવે ₹3071.50 છે, જે પહેલા ₹2078.50 હતી. આ ₹993 નો એક વખતનો વધારો દર્શાવે છે. દરમિયાન, ઘરેલુ સિલિન્ડર હજુ પણ ₹913 માં ઉપલબ્ધ છે.

Advertisement

અન્ય શહેરોમાં કિંમતો

તેમજ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં, કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે ₹3024 પર પહોંચી ગયો છે, જે અગાઉ લગભગ ₹2031 હતો. તેવી જ રીતે, કોલકાતામાં પણ ભાવ વધીને ₹3202 થયો છે. દક્ષિણ ભારતના મુખ્ય શહેર ચેન્નાઈમાં પણ પરિસ્થિતિ અલગ નથી. અહીં કોમર્શિયલ સિલિન્ડર ₹3237 માં ઉપલબ્ધ છે. દરમિયાન, ઉત્તર પ્રદેશમાં, આગ્રામાં સિલિન્ડરનો ભાવ વધીને ₹3125.50, લખનૌમાં ₹3194 અને ગોરખપુરમાં ₹3255.50 થયો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ મોટો ફેરફાર થયો નથી અને તે પહેલા જેવા જ સ્તરે રહે છે.

OTP વિના ડિલિવરી નહીં

આજથી ગેસ ડિલિવરી સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. 1 મેથી ગેસ સિલિન્ડર ડિલિવરી માટેના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. હવે, સિલિન્ડર મેળવતી વખતે, ગ્રાહકે તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત OTP શેર કરવો ફરજિયાત રહેશે. OTP વગરની ડિલિવરી માન્ય રહેશે નહીં. જો તમારો મોબાઇલ નંબર અપડેટ ન હોય, તો ડિલિવરી કરનાર વ્યક્તિ એપ્લિકેશન દ્વારા તેને સ્થળ પર જ અપડેટ કરી શકે છે.

આ પણ વાંચો : West Bengal Election : મધરાતે ભારે વરસાદ વચ્ચે મમતા બેનર્જી કેમ પહોંચ્યા સ્ટ્રોંગ રૂમ?

Tags :
Advertisement

.

×